/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/adani21342.jpg)
અદાણી ગ્રૂપ પર યુએસ સ્થિત શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા સ્ટોક મેનીપ્યુલેશન અને છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ગૌતમ અદાણીની માલિકીની અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં આજે તેજી જોવા મળી હતી, જેનું કારણ અદાણી ગ્રૂપ દ્વારા મુદ્દતની પહેલા 2.65 અબજ ડોલર એટલે કે લગભગ 21,900 કરોડ રૂપિયાની વહેલી ચૂકવણી છે. અદાણી જૂથે જણાવ્યું હતું કે તેણે યુએસ શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના કથિત અહેવાલ પછી રોકાણકારોનો વિશ્વાસ પાછો મેળવવાના પ્રયાસના ભાગરૂપે કુલ ઋણબોજમાં ઘટાડો કરવાના હેતુસર પ્રીપેમેન્ટ પ્રોગ્રામને પૂર્ણ કરવા માટે કુલ 2.65 અબજ ડોલરની લોન ચૂકવી દીધી છે.
પ્રીપેમેન્ટમાં 20.3 કરોડ ડોલરનું વ્યાજ ચૂકવ્યું
સોમવારે જારી કરાયેલા એક રિપોર્ટમાં અદાણી જૂથે જણાવ્યું હતું કે, તેણે 2.15 અબજ ડોલરની સંપૂર્ણ પૂર્વચુકવણી કરી છે જે સમૂહની લિસ્ટેડ કંપનીઓના શેર ગીરવે મૂકીને લેવામાં આવી હતી અને અંબુજા સિમેન્ટને હસ્તગત કરવા માટે લેવામાં આવેલી અન્ય 70 કરોડ ડોલરની લોન પણ સામેલ છે. આ પ્રીપેમેન્ટ 20.3 કરોડ ડોલરના વ્યાજની ચુકવણી સાથે કરવામાં આવ્યું છે."
આ રિપોર્ટમાં વધુમાં જણાવ્યુ છ કે, અદાણી ગ્રૂપના પ્રમોટર્સે ચાર લિસ્ટેડ ગ્રૂપ એન્ટિટીના ઇક્વિટી શેરનું અગ્રણી વૈશ્વિક રોકાણ કંપની GQG પાર્ટનર્સને 1.87 અબજ ડોલર એટલે કે રૂ. 15,446 કરોડ રૂપિયામાં વેચાણ પૂર્ણ કર્યું છે.
હિંડનબર્ગ રિસર્ચના આક્ષેપ બાદ અદાણી ગ્રૂપને 145 અબજ ડોલરનો ફટકો
નોંધનિય છે કે, 24 જાન્યુઆરીના રોજ અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે તેના એક રિપોર્ટમાં ગૌતમ અદાણી અને તેમની અદાણી ગ્રૂપની કંપનીઓ પર શેરબજારમાં ગેરરીતિ અને કૌભાંડનો કથિત આક્ષેપો કરતો રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં મોટા કડાકા બોલાતા અને તેની સંયુક્ત માર્કેટ વેલ્યૂએશનમાં લગભગ 145 અબજ ડોલરનું ધોવાણ થયુ હતુ.
જો કે, અદાણી ગ્રુપે હિંડનબર્ગના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને ફરીથી બેઠું થવા - રોકાણકારોનો વિશ્વાસ ફરી હાંસલ કરવા નક્કર રણનીતિ બનાવી છે.
ડેટ ટુ EBITDA રેશિયો ઘટ્યો
ક્રેડિટ અપડેટ મુખ્ય નાણાકીય મેટ્રિક્સમાં મોટા સુધારાઓને વધુ હાઇલાઇટ કરે છે - પોર્ટફોલિયોના સંયુક્ત ચોખ્ખા દેવા થી EBITDA રેશિયો નાણાંકીય 2022માં 3.81 થી ઘટીને નાણાંકીય 2023માં 3.27 ટકા થયો છે, રન રેટ EBITDA પણ નાણાંકીય વર્ષ 2022માં રૂ. 50,706 કરોડથી વધીને FY22 માં રૂ. 63,526 કરોડ થયો છે.
આ દરમિયાન કંપની ડેટ સર્વિસ કવર રેશિયો (DSCR) FY22ના 1.47x થી વધીને FY23માં 2.02x થયો છે. તો આ દરમિયાન ગ્રોસ એસેટ્સ રૂ. 1.06 લાખ કરોડ વધીને રૂ. 4.23 લાખ કરોડ થઈ છે. ગ્રોસ એસેટ/ નેટ ડેટ કવર FY22ના 1.98x થી વધીને FY23માં 2.26x થયો છે.
રોકડ બેલેન્સ અને FFO (કુલ રૂ. 77,889 કરોડ) એ સંયુક્ત પોર્ટફોલિયો લેવલ FY24, FY25 અને FY26 માટેના અનુક્રમે રૂ. 11796 કરોડ, રૂ. 32373 કરોડ અને રૂ. 16614 કરોડના ડેટ મેચ્યોરિટી કવર કરતાં ઘણું વધારે છે.
આ પણ વાંચોઃ રાજીવ જૈનનો દાવો- ‘મોદી સરકાર રહે કે ન રહે, અદાણી ગ્રૂપની કંપનીઓને કોઇ આંચ નહીં આવે’
અદાણી ગ્રૂપના શેરમાં વધ-ઘટ
અદાણી ગ્રૂપ દ્વારા દેવાની વહેલ ચૂકવણીના અહેવાલથી અદાણી ગ્રૂપના શેર મંગળવારે સ્ટોક એક્સચેન્જના ઓપનિંગ સેશનમાં સુધર્યા હતા હતુ ટ્રેડિંગ સેશનના અંતે એકંદરે 50-50 ટ્રેન્ડ રહ્યો હતો. અદાણી ગ્રૂપની શેરબજારમાં લિસ્ટેડ 10માંથી 5 કંપનીઓના શેર આજે ઘટીને બંધ થયા હતા.
| કંપનીનું નામ | બંધ ભાવ | વધઘટ |
|---|---|---|
| અંબુજા સિમેન્ટ | 458 | +4.54% |
| એસીસી લિમિટેડ | 1857 | +2.54% |
| અદાણી પાવર | 263 | +1.46% |
| અદાણી પોર્ટ - સેઝ | 745 | +0.84% |
| અદાણી ગ્રીન એનર્જી | 992 | +0.48% |
| અદાણી ટ્રાન્સમિશન | 816 | -1.48% |
| એનડીટીવી | 236 | -0.96% |
| અદાણી વિલ્મર | 429 | -0.54% |
| અદાણી ટોટલ ગેસ | 679 | -0.28% |
| અદાણી એન્ટરપ્રાઇસ | 2432 | -0.08% |


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us