/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/Adani-Group.avif)
Adani Group : અદાણી ગ્રૂપ. (File Photo) Photograph: (Express File Photo)
Adani Infra Acquisition Punj Lloyd : ગૌતમ અદાણી વધી એક કંપનીને ખરીદવાની તૈયારી કરી રહ્યા છે. એક સમયે દેશની મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓમાં સામેલ પૂંજ લોયડ કંપનીને ટેકઓવર કરવા અદાણી ઇન્ફ્રા ઈન્ડિયા લિમિટેડને NTCL તરફથી મંજૂરી મળી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલે આ આદેશ 12 ફેબ્રુઆરી, 2026ના રોજ આપ્યો છે. તો સ્ટોક એક્સચેન્જ પર આ વિશે 13 ફેબ્રુઆરીના રોજ ડિસ્ક્લોઝર આવ્યું છે.
પૂંજ લોયડ નાદારી કેસ શું છે?
પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમગ્ર કેસ ICICI બેંક તરફથી પૂંજ લોયડ દાખલ ઇનસોલ્વન્સી અરજી સંબંધિત છે. સૌપ્રથમ કંપની વિરુદ્ધ કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી પરંતુ રિઝોલ્યુશન પ્લાન સફળ થયો નહીં. ત્યારબાદ પૂંજ લોયડ કંપનીને નાદારીમાં લઇ જવામાં આવી. લિક્વિડિશન દરમિયાન ઘણી વખત ઇ ઓક્શન કરાયું, છેલ્લે અદાણી ઇન્ફ્રા (ઇન્ડિયા) લિમિટેડે પૂજ લોયડને ટેકઓવર કરવા બોલી લગાવી હતી.
પૂંજ લોયડના નાદારી કેસમાં NCLT એ પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું કે, આ ટેકઓવર “as is where is” અને “as is what is” આધાર પર થશે. એટલે કે, કંપની જેવી સ્થિતિમાં છે, તે જ સ્થિતિમાં ખરીદવી પડશે. જુના દેવા, કાયદાકીય જોખમ અને બાકી જવાબદારીઓની કાયદાકીય રીતે નિર્ધારિત પ્રક્રિયા મુજબ જ પતાવટ થશે.
ટ્રિબ્યૂનલે એ પણ સ્પષ્ટ કર્યું કે, ટેકઓવર બાદ પૂંજ લોયડ કંપનીને એક ગ્રોઇંગ કંસર્ન તરીકે આગળ વધવાની તક મળશે. કંપનીના જુના દાવા, વિવાદ, જવાબદારી આપમેળે સમાપ્ત થશે નહીં. જો કે ઇન્સોલ્વન્સી બેંકરપ્સી કોડ હેઠળ નવા નિયમ મુજબ થશે. આથી તેને સંપૂર્ણપણે ક્લિન સ્લેટ એન્ટ્રી માની શકાય નહીં.
પૂંજ લોયડ ઉપર કેટલું દેવું?
પૂંજ લોયડ (Punj Lloyd) કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, ડિફેન્સ અને હાઇવ પ્રોજેક્ટ ક્ષેત્રમાં કાર્યરત છે. કંપની રોડ, હાઇવે, પાઇપલાઇન, પાવર પ્લાન્ટ, ન્યૂક્લિયર અને ગેસ પાઇપલાઇન જેવા મોટા પ્રોજેક્ટની કામગીરી સંભાળતી હતી. કંપની નાદાર થવાનું મુખ્ય કારણ 6000 કરોડ રૂપિયાનું જંગી દેવું છે. એકલી ICICI બેંકનું લગભગ 854 કરોડ રૂપિયાનું દેવું હતું જેણે વર્ષ 2019માં કંપની વિરુદ્ધ નાદારી અરજી કરી હતી.
ઉપરાંત ઘણા મોટા પ્રોજેક્ટમાં વિલંબ, ખર્ચમાં વધારો, ક્લાયન્ટ તરફથી પેમેન્ટમાં વિલંબ અને મિડલ ઇસ્ટ જેવા વિદેશી પ્રોજેક્ટમાં નુકસાને કંપનીને દેવાદાર બનાવી દીધી. ત્યારબાદ કોરોના મહામારી અને આર્થિક મંદીએ EPC સેક્ટરને કરમતોડ ફટકો માર્યો હતો.
પૂંજ લોયડ શેરબજારમાં લિસ્ટેડ કંપની, પણ શેરમાં ટ્રેડિંગ બંધ કેમ?
પૂંજ લોયડ શેરબજારમાં લિસ્ટેડ કંપની છે, પરંતુ હાલ શેરમાં ટ્રેડિંગ બંધ છે. કંપનીએ એક્સચેન્જને સ્પષ્ટતા આપી છે કે, IBC હેઠળ જ્યારે કોઇ કંપની CIRP કે લિક્વિડેશનમાં હોય છે, ત્યારે તેના શેરમાં ટ્રેડિંગ સસ્પેન્ડ હોય છે. આથી બીએસઇ અને એનએસઇ પર પૂંજ લોયડ શેરમાં ટ્રેડિંગ બંધ છે.
કંપનીએ એવું જણાવ્યું કે, અદાણી ઇન્પ્રા ને ડીલિસ્ટિંગને મંજૂરી ગઇ છે. એટલે કે, આગળ જતા શેરધારકોને લિક્વિડેશન વેલ્યૂ આધારે ચૂકવણી કરવામાં આવશે.
એક સમયે ₹ 600 શેર ભાવ, હાલ માત્ર બે રૂપિયા
પૂંજ લોયડ કંપનીનો શેર ભાવ સમયે 600 રૂપિયા અને માર્કેટ વેલ્યૂએશન 6000 કરોડ રૂપિયા જેટલી હતી. જો કે કંપની વિરુદ્ધ નાદારી પ્રક્રિયા શરૂ થતા શેર ભાવ સતત ગગડીને 1.57 રૂપિયા ઐતિહાસિક નીચી સપાટીને સ્પર્શ્યો હતો. છેલ્લે પૂંજ લોયડનો બંધ શેર ભાવ 2.23 રૂપિયા હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us