Adani Ports Bond Buyback : અદાણી પોર્ટ્સ સેઝ સમય પહેલા 1600 કરોડનું દેવુ ચૂકવશે, ગૌતમ અદાણી 19.5 કરોડ ડોલરના બોન્ડ બાયબેક કરશે

Adani Ports Sez Debt Repayments : હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં અદાણી ગ્રૂપની કંપનીઓ પર કથિત ગંભીર આક્ષેપો કર્યા બાદ ગૌતમ અદાણી રોકાણકારોનો વિશ્વાસ ફરી હાંસલ કરવા ઘણા બધા પ્રયાસ કરી રહ્યા છે

Written by Ajay Saroya
September 27, 2023 19:34 IST
Adani Ports Bond Buyback : અદાણી પોર્ટ્સ સેઝ સમય પહેલા 1600 કરોડનું દેવુ ચૂકવશે, ગૌતમ અદાણી 19.5 કરોડ ડોલરના બોન્ડ બાયબેક કરશે
અદાણી પોર્ટ સેઝ કંપની (APSEZ) ભારતમાં સૌથી મોટું પોર્ટ ડેવલપર છે અને ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપની છે. (photo- adaniports.com)

Adani Ports Buyback 195 million Dollar Of Bonds: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની જૂથ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) એ ફરી એકવાર તેની લોનની રકમ સમય પહેલાં ચૂકવવાની જાહેરાત કરી છે. અદાણી પોર્ટ્સ કંપનીએ કહ્યું છે કે. તે બાયબેક મારફતે સમય પહેલાં વર્ષ 2024માં પરિપક્વ થતાં 19.5 કરોડ ડોલર એટલે કે લગભગ 1622.71 કરોડ રૂપિયાના બોન્ડની પરત રકમ ચૂકવણી કરશે. અદાણી પોર્ટ્સના આ બોન્ડ્સ 2024માં એટલે કે આવતા વર્ષે પરિપક્વ થવાના છે, પરંતુ કંપની વર્ષ 2023માં જ તેની ચૂકવણી કરશે. અદાણી પોર્ટ્સનું કહેવું છે કે તે આ તમામ નાણાં તેના કેશ રિઝર્વ માંથી ચૂકવશે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને કરેલા ફાઇલિંગમાં આ મહત્વપૂર્ણ નિર્ણયની માહિતી આપી છે. અદાણી ગ્રૂપની કંપનીના આ પગલાનો હેતુ રોકાણકારોનો વિશ્વાસ વધારવાનો હોવાનું માનવામાં આવે છે.

હિંડનબર્ગ રિપોર્ટ બાદ રોકાણકારોનો વિશ્વાસ જીતવા અદાણી ગ્રૂપનો પ્રયાસો

અમેરિકન ફર્મ હિંડનબર્ગ રિસર્ચે આ વર્ષે જાન્યુઆરીમાં એક રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર વિદેશમાં સ્થિત ટેક્સ હેવનનો ઉપયોગ કરીને એકાઉન્ટિંગ છેતરપિંડી અને શેરના ભાવમાં હેરાફેરીનો આરોપ મૂક્યો હતો. અદાણી ગ્રૂપે આ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમ છતાં હિંડનબર્ગનો રિપોર્ટ રિલિઝ થયા બાદ અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં જબરદસ્ત કડાકો બોલાયો હતો. ત્યારબાદથી રોકાણકારોનો વિશ્વાસ ફરી હાંસલ કરવા માટે ગૌતમ અદાણીની માલિકીની અદાણી જૂથની કંપનીઓએ ઘણી વખત તેમની લોનની સમય પહેલા ચુકવણી કરી છે.

અદાણી પોર્ટ્સ – સેઝ ઉપર કેટલું દેવુ છે, કેટલું બાયબેક કરશે?

અદાણી પોર્ટ-સેઝ કંપનીએ જણાવ્યું છે કે, આ બાયબેક ઓફર બાદ તેના 52 કરોડ ડોલરના કુલ બોન્ડમાંથી માત્ર 32.5 કરોડ ડોલર ચૂકવવાના રહેશે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું છે કે કંપનીના બોર્ડે વર્ષ 2024માં બાકી રહેલી 3.375 ટકા સીનિયર નોટ્સની વર્ષ 2024માં બાકી કુલ મુખ્ય રકમમાંથી 19.5 કરોડ ડોલર રોકડમાં ચૂકવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ રકમ કંપનીની આ સિનિયર નોટ્સ હેઠળ બાકી રહેલી કુલ રકમના 30 ટકા જેટલી હશે. કંપનીએ તેના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું છે કે બાયબેક ટેન્ડરની આ ઓફર 26 ઓક્ટોબર સુધી ખુલ્લી છે.

adani group gautam adani
ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.

અદાણી પોર્ટ્સ સેઝના શેરમાં તેજી

અદાણી પોર્ટ્સ સેઝ દ્વારા બોન્ડ બાયેબક અને દેવાની ચૂકવણીના નિર્ણયથી શેરમાં તેજી જોવા મળી હતી. બુધવારે અદાણી પોર્ટનો શેર ઉપરમાં 833 રૂપિયા અને નીચામાં 821 બોલાઇ સેશનના અંતે 1.2 ટકાના સુધારામાં 830.50 રૂપિયા બંધ થયો હતો.

આ પણ વાંચો | મુકેશ અંબાણીની ઉત્તરાધિકારી યોજના હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હોલ્ડિંગ કંપની બની શકે, રોકાણકારોને શું અસર થશે?

અદાણી પોર્ટ્સે મે મહિનામાં પણ બાયબેક કર્યું

અગાઉ, કંપનીએ તેના જુલાઈ 2024માં મેચ્યોર થનાર 13 કરોડ ડોલર બોન્ડની ચૂકવણી મે 2023માં જ બાયબેક મારફતે કરી હતી. આ ચુકવણી પછી કંપનીની કુલ જવાબદારી 65 કરોડ ડોલરથી ઘટીને 52 કરોડ ડોલર થઇ ગઇ હતી. તે સમયે કંપનીએ કહ્યું હતું કે તે આગામી 12 મહિના માટે દર ત્રિમાસિકમાં તેના બોન્ડની બાકી રકમના 20-20 ટકા હિસ્સાનું બાયબેક કરશે. કંપનીની વર્તમાન જાહેરાત એ જ બાયબેક પ્રક્રિયાનો બીજો તબક્કો છે. આ વખતે કંપની 20 ટકાને બદલે 30 ટકા દેવાની સમય પહેલા ચૂકવણી કરી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ