Adani Ports Sez: ગૌતમ અદાણી માટે એક માઠા સમાચાર આવ્યા છે. અદાણી ગ્રૂપ કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને એક વિદેશી વેલ્થ ફંડે બ્લેક લિસ્ટ કરી છે. આ સોવરિન વેલ્થ ફંડ અદાણી પોર્ટ્સ ઉપરાંત અન્ય બે કંપની અમેરિકાની એલ3 હેરિસ ટેકનોલોજી અને ચીનની વેઇચાઇ પાવરને પણ તેના પોર્ટફોલિયોમાંથી બહાર કરી દીધી છે. જાણો વેલ્થ ફંડે અદાણી પોર્ટ્સને કેમ બ્લેક લિસ્ટ કરી
સોવરિન વેલ્થ ફંડ નોર્જેસ બેંકે અદાણી પોર્ટ્સને બ્લેક લિસ્ટ કરી
નોર્જેસ બેંક, જે નોર્વેની સેન્ટ્રલ બેંક છે, તેણે 15 મેના રોજ જણાવ્યું કે, તેના એક્સિક્યુટિવ બોર્ડે નૈતિક ચિંતાઓના કારણે તેના સરકારી પેન્શન ફંડમાંથી ત્રણ કંપનીઓને બાકાત રાખવાનો નિર્ણય લેવાયો છે. આ 3 કંપનીમાં ભારતની અદાણી પોર્ટ્સ સેઝ, અમેરિકાની એલ3 હેરિસ ટેકનોલોજી અને ચીનની વેઇચાઇ પાવરનો સમાવેશ થાય છે.

નોર્વે વેલ્થ ફંડે અદાણી પોર્ટ્સે કેમ બ્લેક લિસ્ટ કરી
નોર્વે વેલ્થ ફંડે જણાવ્યું કે, ઉપરોક્ત કંપનીઓ યુદ્ધ અને સંઘર્ષની પરિસ્થિતિમાં વ્યક્તિના અધિકારના ઉલ્લંઘન સાથે સંકળાયેલી છે. મ્યાનમારમાં એક પોર્ટ ટર્મિનલમાં અદાણી પોર્ટ્સની ભાગીદારના કારણે નોર્વે સરકારના મોનેટરિંગ હેઠળ હતી. કંપનીએ પાછલા વર્ષે જ આ પોર્ટ પ્રોજેક્ટ વેચી દીધી હતો. જો કે નોર્વેની કાઉન્સિલ ઓફ એથિક્સે જણાવ્યું કે, ખરીદદાર વિશે કોઇ જાણકારી ઉપલબ્ધ નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, મે 2023માં APSEZ એ ખુલાસો કર્યો હતો કે તેણે મ્યાનમારમાં તેનો પોર્ટ બિઝનેસ વેચી દીધો છે. ખરીદનાર વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. APSEZ એ જણાવ્યું છે કે તે ગોપનીયતાના આધારે આવી કોઈપણ માહિતી શેર કરી શકતું નથી.

અદાણી પોર્ટ્સ સેઝ શેર ભાવ પર અસર
અદાણી પોર્ટ્સ સેઝ અદાણી ગ્રૂપ ની શેરબજારમાં લિસ્ટેડ કંપની છે. નોર્વે વેલ્થ ફંડમાંથી બ્લેક લિસ્ટ રાખવાના અહેવાલની અદાણી પોર્ટ્સ સેઝના શેર પર ખાસ અસર જોવા મળી ન હતી. બીએસઇ પર અદાણી પોર્ટ્સ સેઝનો શેર અડધા ટકા વધી 1344.75 રૂપિયા બંધ થયો હતો.કંપનીની માર્કેટકેપ 290484 કરોડ રૂપિયા હતી. તમને જણાવી દઇયે કે, APSEZ અદાણી ગ્રૂપની એક લોજિસ્ટિક્સ કંપની છે જે બંદરો અને બંદર સર્વિસના સંચાલનમાં અન્ય બાબતો સાથે સંકળાયેલી છે.
આ પણ વાંચો | કોણ છે ગૌતમ અદાણીના રાઈટ હેન્ડ? ડોક્ટર માંથી બિઝનેસમેન બન્યા હવે ચલાવે છે 20852 કરોડની કંપની
નોર્વે સોવરિન વેલ્થ ફંડ દુનિયાનું સૌથી મોટું ફંડ
નોર્વેનું સરકારી પેન્શન ફંડ ગ્લોબલ GPFG એ વિશ્વનું સૌથી મોટું ફંડ છે, જે દુનિયાભરની લિસ્ટેડ કંપનીઓમાં લગભગ 1.5 ટકા હિસ્સો ધરાવે છે. તે દુનિયાની લગભગ 9000 કંપનીઓમાં હોલ્ડિંગ ધરાવે છે.





