/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Adani-Group.jpg)
ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં તોફાની તેજી, માર્કેટકેપ ફરી 11 લાખ કરોડને પાર, રોકાણકારો માલામાલ
Share Market Today Update : શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં નરમાઇ વચ્ચે પણ અદાણી પોર્ટ સેઝ કંપનીના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. અદાણી પોર્ટ સેઝ શેર ઈન્ટ્રા-ડે 2 ટકાથી વધુ ઉછળી 1300 રૂપિયાની સપાટી કુદાવી ગયો હતો. અદાણી ગ્રૂપની શેરબજારમાં લિસ્ટેડ 10 કંપનીમાંથી 7 કંપનીના શેર મજબૂત હતા. જાણો અદાણી પોર્ટ સેઝનો શેર વધવાનું કારણ અને અદાણી કંપનીઓના શેરની સ્થિતિ
અદાણી પોર્ટ સેઝ આડિશાના ગોપાલપુર પોર્ટમાં હિસ્સો ખરીદશે
અદાણી પોર્ટ સેઝ કંપનીનો શેર વધવાનું કારણ ઓડિશાના ગોપાલપુર પોર્ટમાં 96 ટકા હિસ્સો ખરીદવાનો નિર્ણય છે. જેમાંથી 56 ટકા હિસ્સો શાપુરજી પાલોનજી અને 39 ટકા હિસ્સો ઓડિશા સ્ટીવેડોર્સ પાસેથી 1349 કરોડ રૂપિયાની ઇક્વિટી વેલ્યૂમાં હસ્તગત કરશે. આથી અદાણી ગ્રૂપ ભારતના પૂર્વ કિનારે મજબૂત હાજરી સ્થાપિત કરી શકશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Gautam-Adani-Group-Companies-Share-Adani-Gas.jpg)
પારાદીપ બંદર અને વિઝાગ બંદર વચ્ચે આવેલું ગોપાલપુર બંદર 2015થી કાર્યરત છે અને મુખ્યત્વે દેશના સ્ટીલ ઉદ્યોગને સપ્લાય પૂરી પાડે છે. આ બંદર NH-516 મારફતે ગોલ્ડન ક્વાર્ડ્રિલેટરલ સાથે જોડાયેલું છે અને લગભગ 20 MMPTA ના કાર્ગોને હેન્ડલ કરી શકે છે. 2006માં ઓડિશા સરકારે ગોપાલપુર પોર્ટને 30 વર્ષની છૂટછાટ આપી હતી.
અદાણી પોર્ટ શેર વધ્યો, અદાણી ગ્રૂપના શેરમાં પણ મજબૂતી
ગોપાલપુર બંદરના અધિગ્રહણના અહેવાલથી અદાણી પોર્ટ સેઝનો શેર વધ્યો હતો. સેશનના અંતે બીએસઇ પર અદાણી પોર્ટનો શેર 2 ટકા વધી 1306 રૂપિયા બંધ થયો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સ 3 ટકા વધી 1044, અંબુજા સિમેન્ટ 1.2 ટકા વધી 596 રૂપિયા, અદાણી એન્ટરપ્રાઇસ નજીવો વધી 3114 રૂપિયા, એસીસી 0.6 ટકા વધી 2456 રૂપિયા, એનર્જી ગ્રીન એનર્જી 0.4 ટકા વધી 1858 રૂપિયા, અદાણી ટોટલ ગેસ 1 ટકા વધી 949 રૂપિયા બંધ થયા છે. એનડીટીવી 2.8 ટકા ઘટી 211, અદાણી પાવર 1.7 ટકા ઘટી 522 રૂપિયા, અદાણી વિલ્મર 1.3 ટકા ઘટી 331 રૂપિયા બંધ થયા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/share-market-crash-stock-investors.jpg)
સેન્સેક્સ 361 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 22000 ઉપર બંધ
શેરબજાર સેન્સેક્સ 361 પોઇન્ટ ઘટી 72470 બંધ થયો હતો. તો નિફ્ટી 92 પોઇન્ટ ઘટી 22004 બંધ થયો હતો. મિડકેપ ઈન્ડેક્સ સાધારણ વધ્યો હતો જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ઘટીને બંધ થયો હતો. સેક્ટોરિયલ ઈન્ડાઇસિસમાં ટેક, બેંકેક્સ, ટેલીકોમ, આઈટી અને ફાઈનાન્સ ઈન્ડેક્સ નરમ હતા. તો બીએસઇ સર્વિસ, રિયલ્ટી અને કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ દોઢ ટકા જેટલા મજબૂત થયા હતા. શેરબજાર માં સેશન બંધ થયા બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટકેપ 382.53 લાખ કરોડ રૂપિયા થઇ હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us