Gautam Adani: ગૌતમ અદાણીની આ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી વિદાય, શેર ધડામ!

Gautam Adani News : ગૌતમ અદાણી હવે અદાણી પોર્ટ્સ સેઝ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન નથી. આ સમાચાર બાદ કંપનીના શેર નોંધપાત્ર ઘટ્યા છે. જાણો હવે APSEZ કંપનીની જવાબદારી કોણ સંભાળશે?

Written by Ajay Saroya
August 07, 2025 16:38 IST
Gautam Adani: ગૌતમ અદાણીની આ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી વિદાય, શેર ધડામ!
Gautam Adani: ગૌતમ અદાણી (Photo: @gautam_adani)

Adani Ports SEZ Share Price News : ગૌતમ અદાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને ઉદ્યોગપતિ છે. તેઓ અદાણી ગ્રૂપના ચેરમેન છે. અદાણી ગ્રૂપ એરપોર્ટ થી લઇ પોર્ટ્સ અને રિન્યુએબલ એનર્જી થી સિમેન્ટ સેક્ટરમાં હાજરી ધરાવે છે. અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. તાજેતરમાં ગૌતમ અદાણી એક તેમની જ એક લિસ્ટેડ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું છોડી સૌંને ચોંકાવી દીધા છે. ગૌતમ અદાણીના રાજીનામાં બાદ આ લિસ્ટેડ કંપનીનો શેર નોંધપાત્ર ઘટ્યો છે.

Gautam Adani : અદાણી પોર્ટ્સ સેઝના ચેરમેન પદેથી ગૌતમ અદાણીનું રાજીનામું

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન પદ પરથી ગૌતમ અદાણી એ રાજીનામું આપ્યું છે. કંપનીએ રેગ્યુલેટરી ફાઇલમાં જણાવ્યું છે કે, ગૌતમ અદાણી એ અદાણી પોર્ટ્સ સેઝ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન પદથી રાજીનામું આપ્યું છે. હવે તેઓ કંપનીના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે રહેશે. આ ફેરફાર 5 ઓગસ્ટ, 2025થી લાગુ થશે. આ સાથે હવે તેઓ કંપનીના મુખ્ય મેનેજરિયલ વ્યક્તિ રહેશે નહીં.

અદાણી પોર્ટ્સ સેઝ કંપનીએ જણાવ્યું કે, પહેલાથી કંપનીના બે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર – (1) મેનેજમેન્ટ ડિરેક્ટર અને (2) પૂર્ણસમયના ડિરેક્ટર અને સીઇઓ છે. આ રિએપોઇમેન્ટથી ગૌતમ અદાણી હવે અદાણી ગ્રૂપની અન્ય કંપનીઓ પર વધુ ધ્યાન આપી શકશે.

APSEZ કંપનીએ મનીષ કેજરીવાલને એડિશનલ ડિરેક્ટર (નોન એક્ઝિક્યુટિવ, સ્વતંત્ર) પદે નિમણુંક કર્યા છે, જેમનો કાર્યકાળ 5 ઓગસ્ટ, 2025 થી 3 વર્ષનો રહેશે.

Adani Ports SEZ Share Price : અદાણી પોર્ટ સેઝ શેર તૂટ્યો

ગૌતમ અદાણીની એક્ઝિક્યુટિ ચેરમેન પદેથી વિદાય બાદ અદાણી પોર્ટ સેઝ શેર સતત બીજા દિવસે ઘટ્યો છે. ગુરુવારે અદાણી પોર્ટ્સ શેર ઇન્ટ્રા-ડે 3.5 ટકા ઘટ્યો અને 1315 રૂપિયા ભાવ બોલાયો હતો. સેશનના અંતે આ શેર 1.55 ટકા ઘટીને 1345 બંધ થયો છે. કંપનીની માર્કેટકેપ 2,90,646 કરોડ રૂપિયા હતી.

Adani Ports & SEZ Results : અદાણી પોર્ટ્સ સેઝના ત્રિમાસિક પરિણામ

અદાણી પોર્ટ્સ સેઝ કંપનીનો જૂન ત્રિમાસિક 2025માં ચોખ્ખો નફો વાર્ષિક તુલનાએ 6.5 ટકા વધી 3314.6 કરોડ રૂપિયા થયો છે. તો કંપનીની આવક વાર્ષિક તુલનાએ 21 ટકા વધી 9126 કરોડ રૂપિયા થઇ છે. જૂન ક્વાર્ટરમાં EBITDA 13 ટકા વધ્યો છે જો કે માર્જિન 64.1 ટકા થી ઘટીને 60.2 ટકા થયો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ