gautam adani shares fall : અત્યારે માર્કેટમાં એક જ મુદ્દો ખુબ જ ગરમાયો છે. અદાણી ગ્રૂપના શેરોમાં ભૂકંપ આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરોમાં કડાકા સાથે ઘટાડો થઈ રહ્યો છે. અદાણીનો મુદ્દો શિયાળુ સત્રમાં સંસદના બંને ગૃહોમાં પણ ગુંજ્યો હતો. વિપક્ષ દ્વારા આ મુદ્દો હોબાળો પણ કર્યો હતો. વિપક્ષે ગુરુવારે નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી સરકારને સંસદ અને બહાર બંને જગ્યાઓ ઉપર ઘેરવાની કોશિશ કરી હતી. જોકે, ભારતીય રિઝર્વ બેન્કે બેન્કો પાસે અદાણી કંપનીઓને આપવામાં આવેલી લોનો અંગે સંપૂર્ણ માહિતી માંગી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે કહ્યું હતું કે વિપક્ષ એક સાથે આવ્યો હતો કારણ કે સામાન્ય લોકોના કરોડો રૂપિયા જીવન વિમા નિગમ એલઆઇસીમાં રોકાયેલા છે. એલઆઇસી બજાર પૂંજીકરણના હિસાબથી અદાણી ગ્રૂપની પાંચ સૌથી મોટી કંપનીઓમાં સૌથી વધારે રોકાણ કરનાર બીન પ્રમોટર સ્થાનિક શેરધારક છે. ખડગેએ આરોપ લગાવ્યો હતો કે બેન્કોમાં જનતાના પૈસા એવી કંપનીઓને આપવામાં આવી રહ્યા છે જેની સામે વિદેશી એજન્સીઓએ અનિયમિતાનો આરોપ લગાવ્યો છે.
એક સંયુક્ત વિપક્ષે સંસદના બંને ગૃહોમાં હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ જેમાં અદાણી સમૂહની વ્યવસાયિક પ્રથાઓ અંગે સવાલો ઉઠાવ્યા હતા તે અંગે ચર્ચાની માગણી કરી હતી. ત્યારબાદ સંસદની કાર્યવાહી એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટ અથવા એક સંયુક્ત સંસદીય સમિતિની દેખરેખમાં નિષ્પક્ષ તપાસની માંગણી કરી હતી.
કોંગ્રેસના સંચાર પ્રભારી જયરામ રમેશે ટ્વીટ કર્યું હતું કે મોદી સરકાર અદાણી મુદ્દા પર સ્પષ્ટ રૂપથી ઘેરાયેલી છે. તે નથી ઇચ્છતી કે સંસદમાં આનો ઉલ્લેખ થાય. એટલા માટે સંસદમાં બપોરે 2 વાગ્યા બાદ એક દિવસ માટે સ્થગિ કરવામાં આવી હતી. અને વિપક્ષને આ મહામેગા ઘોટાળામાં જેપીસીની માંગ કરવાની તક પણ ન આપી. એક ટ્વીટમાં રમેશે જણાવ્યું હતું કે “અદાણી મામલામાં નિશ્વિચ રૂપથી સેબી અને આરબીઆઇ દ્વારા તપાસની જરૂર છે. જોકે, વાસ્તવમાં તે સ્વતંત્ર હશે એ એક અલગ પ્રશ્ન છે.”
પશ્વિમ બંગાળના પુરબા વર્ધમાન જિલ્લામાં એક કાર્યક્રમમાં પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે “ભાજપા એલઆઇસી અને કેન્દ્રીય બજેટની આલોચના કરતા તેમણે કહ્યું હતું કે બજેટ રજૂ થયા બાદ શેર બજારમાં ભારે ઘટાડો આવ્યો હતો.”