Artificial Intelligence : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) આપણા રોજિંદા જીવનમાં વધુને વધુ મહત્વપૂર્ણ બની રહી છે. AI નિયમિત અને સમય માંગી લેતા કાર્યોને ઓટોમેટિક કરી શકે છે, જે આપણને વધુ મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. વધુમાં, AI એલ્ગોરિધમ પ્રોડક્ટ, સર્વિસ અને અનુભવોને વ્યક્તિગત કરવા માટે વિશાળ માત્રામાં ડેટાનું વિશ્લેષણ કરી શકે છે. તદુપરાંત, AI ફાઇનાન્સ,રિટેલ અને એજ્યુકેશન જેવા વિવિધ ક્ષેત્રમાં ઉપયોગ થઇ રહ્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના એડિટર નંદગોપાલ રાજનએ કહ્યું કે, આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ સામૂહિક બુદ્ધિ છે કે જે મનુષ્યોએ બનાવી છે. આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી ખુબજ ઝડપથી વિકસી રહી છે. આ ઉપરાંત તેમણે AI ને જાયન્ટ માઈક્રો ઓર્ગેનીઝમ પણ કહ્યું છે.
કૃત્રિમ બુદ્ધિ (Artificial intelligence) એ મશીન અથવા સોફ્ટવેરની બુદ્ધિ છે, જે મનુષ્યો અથવા પ્રાણીઓની બુદ્ધિથી વિપરીત છે. તે કોમ્પ્યુટર વિજ્ઞાનમાં અભ્યાસનું ક્ષેત્ર છે જે બુદ્ધિશાળી મશીનોનો વિકાસ અને અભ્યાસ કરે છે. આવા મશીનોને AIs કહેવાય છે.
AI નો જવાબદારીપૂર્વક ઉપયોગ
છેલ્લા કેટલાક મહિનામાં “ડીપ ફેક” ના કેસ જોયા જેમાં અભિનેત્રી રશ્મિકા મંદાનાથી લઈને આલિયા ભટ્ટના પણ તેનો ભોગ બની છે. જે એક ખતરાની ઘંટડી છે. તેથી આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સનો જવાબદારીપૂર્વકનો ઉપયોગ સતર્કતાથી કરવો જરૂરી છે, કારણ કે, આ ટેક્નોલોજીના હકારત્મક અને નકારાત્મક બંનેવ પાસા છે. ડીપ ફેક, ડીપ ન્યૂડસ ખુબજ મોટી સમસ્યા ઉભી કરી શકે છે.તેથી ગવર્મેન્ટ અને ઓર્ગેનાઇઝેશન જેમ કે, Open AI ખાતરી કરે છે આ ટેક્નોલોજીનો મિસયુઝ ન થાય અને વ્યક્તિની પ્રાઇવસી જળવાઈ રહે.
રોજિંદા જીવનમાં AI ટેક્નોલોજી
AI ટેક્નોલોજી આવ્યા પછી આપણું કામ સરળ થઇ ગયું છે. ગ્રાહકોને તેમની સર્ચ ક્વેરી, બ્રાઉઝિંગ હિસ્ટ્રી અને અન્ય માહિતીના આધારે AI અલ્ગોરિધમનો ઉપયોગ કરીને એમેઝોન જેવી ઈ-કોમર્સ સાઇટ્સ દ્વારા પ્રોડક્ટવ ભલામણ આપવામાં આવે છે. પરિણામે વેચાણમાં વધારો થાય છે અને ગ્રાહકોનો સંતોષ વધે છે. એટલે કે AI ના વપરાશનું આ એક હકારત્મક પાસું છે.
ઇન્ડિયામાં બનેલ ટેક્નોલોજી :
એક્સપ્રેસના એડિટર નંદગોપાલ રાજનએ કહ્યું કે, ”ઇન્ડિયામાં વર્ષ 2024 માં લોકસભા ના ઈલેક્શન આવી રહ્યા છે. ત્યારે એક શબ્દ આપણે વ્યાપકપણે સાંભળીશું તે છે, ”મેક ઈન ઇન્ડિયા” અને ”મેડ ઈન ઇન્ડિયા’. એટલે કે, ભારતની મોટા ભાગની કંપનીઓ તેમની પ્રોડક્ટ અને સર્વિસ માટે આ મેક ઇનિડયા પર ભાર મૂકે છે.
આ પણ વાંચો: Electric Vehicles: નવું ઇ-બાઈક કે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું છે? 31 ડિસેમ્બર સુધી જંગી ડિસ્કાઉન્ટ
ગ્રીન ટેકનોલોજી ચળવળ (Green Technology Movement)
ઘણી કંપની ગ્રીન ટેકના અમલીકરણ અંગે વિચારી રહી છે. ગ્રીન ટેકએ એક અમ્બ્રેલા ટર્મ છે કે જે નેચરલ પર્યાવરણ પર માનવીય પ્રભાવોને ઘટાડવા માટે ટેકનોલોજી અને વિજ્ઞાનના ઉપયોગનું વર્ણન કરે છે. જેમ કે, રીસાઇકલ, રિયુઝ, ટકાઉ(sustainable) અને ઓછામાં ઓછી કાર્બન ફૂટ પ્રિન્ટનો વપરાશ.
AR (Augmented Reality) : એક નવી વાસ્તિવિકતા
એડિટર નંદગોપાલ રાજનએ કહ્યું કે, ”વર્ષ 2023 ની શરૂઆતમાં આપણે વિચારતા હતા ”મેટાવર્સ” ટેક્નોલોજી વ્યાપક પ્રમાણમાં વિકસિત થશે. પરંતુ આવતા વર્ષમાં આપણે કદાચ આ ટેક્નોલોજી વધુ ડિટેલ્સમાં જેમ કે, કોઈ એડિશનલ હાર્ડવેર સપોર્ટ વિના સ્માર્ટફોનનો કલેકટીવ ડેટા ”ઓગમેન્ટેડ રિયાલિટી”માં કન્વર્ટ કરી શકાય તેવા ચેન્જ આવી શકે છે.





