AI+ Plus, AI+ Nova 5G Launch Price In India: AI+ Plus અને AI+ Nova 5G સ્માર્ટફોન 8 જુલાઇ, 2025ના રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. આ બંને હેન્ડસેટને એન્ડ્રોઇડ 15 બેઝ્ડ આધારિત NxtQuantum OS સાથે રજૂ કરવામાં આવ્યા છે. કંપનીનું કહેવું છે કે આ OS ભારતમાં સંપૂર્ણ રીતે વિકસિત કરવામાં આવી છે. OSનો દાવો છે કે MeitY (Ministry of Electronics and Information Technology) દ્વારા માન્ય ગૂગલ ક્લાઉડ સર્વર પર યુઝર ડેટા સ્ટોર કરવામાં આવી રહ્યો છે. AI+ ફોનને ભારતમાં પણ ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ નવા સ્માર્ટફોનમાં પાછળના ભાગમાં 50MPનો પ્રાઇમરી રિયર કેમેરો, 5000mAhની મોટી બેટરી અને 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જાણો AI+ સ્માર્ટફોનના ફીચર્સ અને કિંમત વિશે
ભારતમાં AI+ Pulse, AI+ Nova 5G સ્માર્ટફોનની કિંમત
એઆઈ+ પ્લસ સ્માર્ટફોનની કિંમત 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ માટે 4,999 રૂપિયા છે. તો 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6,999 રૂપિયા છે.
એઆઇ+ નોવા 5જી સ્માર્ટફોનની કિંમત 6જીબી સ્ટોરેજ વેરિઅન્ટ માટે 7,999 રૂપિયા અને 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિઅન્ટ માટે 9,999 રૂપિયા છે.
AI+ Pulse 5G સ્માર્ટફોનને ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર 12 જુલાઈથી દેશમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે નોવા 5જી હેન્ડસેટનું વેચાણ 13 જુલાઇથી શરૂ થશે. આ ફોનને બ્લેક, બ્લૂ, ગ્રીન, પિંક અને પર્પલ વેરિઅન્ટમાં ખરીદી શકાય છે.
AI+ Pulse, AI+ Nova 5G Features
એઆઇ+ પલ્સ અને એઆઇ+ નોવા 5જીમાં અનુક્રમે 90હર્ટ્ઝ અને 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે 6.7 ઇંચની એચડી+ ડિસ્પ્લે આપવામાં આવી છે. AI+ Pulse સ્માર્ટફોનમાં Unisoc T615 ચિપસેટ આવે છે જ્યારે AI+ Nova 5G સ્માર્ટફોનમાં Unisoc T8200 પ્રોસેસર છે. આ ફોનમાં 1 ટીબી સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ છે અને બંને 5જી સ્માર્ટફોન NxtQuantum’s NxtQ OS સાથે આવે છે.
NxtQ OS में NxtPrivacy Dashboard યુઝર્સને કઈ એપ્લિકેશનો તેમના ડેટાને ટ્રેક કરી રહી છે અને કેવી રીતે ટ્રેક કરી રહી છે તે ટ્રેક કરવાની મંજૂરી આપે છે. NxtQuantum PlayStore, NxtQuantum Theme Design Tool, Community App, Community Wallpaper, અને NxtMove App પણ આવે છે. ઓપરેટિંગ સિસ્ટમ Google Cloud ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સંચાલિત છે. આ OS એન્ડ્રોઇડ 15 પર આધારિત છે.
કેમેરાની વાત કરીએ તો એઆઇ+ પલ્સ અને AI+ Nova 5G હેન્ડસેટ એઆઇ સંચાલિત ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે. સ્માર્ટફોનના પાછળના ભાગમાં 50 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર હોય છે. બંને ફોનમાં 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.
AI+ પલ્સ અને AI+ Nova 5Gમાં 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જેમાં 18W ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇ-ફાઇ, જીપીએસ, બ્લૂટૂથ, 3.5 એમએમ ઓડિયો જેક અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. એઆઈ+ પલ્સ વેરિઅન્ટનું ડાયમેન્શન 77.37×167.35×8.5 મીમી અને વજન 193 ગ્રામ છે. જ્યારે નોવા હેન્ડસેન્ટનું ડાયમેન્શન 168.04×77.7×8.2 મીમી છે.
AI+ સ્માર્ટફોન કઇ કંપનીએ બનાવ્યા છે?
AI+ સ્માર્ટફોન નિર્માતા કંપનીનું નામ NxtQuantum છે, જેની સ્થાપના રિયલમીના પૂર્વ સીઇઓ માધવ શેઠે કરી છે. આ કંપનીએ ભારતમાં તેના પ્રથમ સ્માર્ટફોન, AI+ Nova 5G અને AI+ Pulse લોન્ચ કર્યા છે. આ સ્માર્ટફોન માત્ર Flipkart પર જ ઉપલબ્ધ છે. આ ફોન સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન, એન્જિનિયર્ડ અને ઉત્પાદિત છે.