હવે 20 ડિગ્રીથી નીચે નહીં રહે એસીનું ટેમ્પરેચર, 16-18 ડિગ્રીની સુવિધા ખતમ!

AC Temperature New Rules: સરકાર એસી માટે લઘુત્તમ અને મહત્તમ ટેમ્પરેચરના સેટિંગ્સ લાગુ કરવા માટે એક નવા નિયમ પર વિચાર કરી રહી છે. નવી ગાઇડલાઇન્સ હેઠળ ભારતમાં એસીનું તાપમાન 20થી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખવામાં આવશે

AC Temperature New Rules: સરકાર એસી માટે લઘુત્તમ અને મહત્તમ ટેમ્પરેચરના સેટિંગ્સ લાગુ કરવા માટે એક નવા નિયમ પર વિચાર કરી રહી છે. નવી ગાઇડલાઇન્સ હેઠળ ભારતમાં એસીનું તાપમાન 20થી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખવામાં આવશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
AC Temperature New Rules, AC

હાલમાં દેશમાં એર કન્ડિશનર 16 ડિગ્રી સેલ્સિયસ અને 30 ડિગ્રી સેલ્સિયસ રેન્જની વચ્ચે કામ કરે છે

AC Temperature New Rules: હીટવેવ અને કાળઝાળ ગરમી વચ્ચે જ્યાં 16 ડિગ્રી સેલ્સિયસ પર સેટ કરવામાં આવેલા એર કન્ડિશનર પણ એક રુમને ઠંડુ કરવામાં અસમર્થ છે, ત્યાં સરકાર એસી માટે લઘુત્તમ અને મહત્તમ તાપમાનના સેટિંગ્સ લાગુ કરવા માટે એક નવા નિયમ પર વિચાર કરી રહી છે.

Advertisment

કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે કહ્યું કે એર કંડીશનરના ટેમ્પરેચરને માનક બનાવવા માટે નવા નિયમો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. નવી ગાઇડલાઇન્સ હેઠળ ભારતમાં એસીનું તાપમાન 20થી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જ્યાં સુધી એસી ટેમ્પરેચરને સ્ટાન્ડર્ડાઇઝ કરવાની વાત છે તેઓ પણ એક નવો પ્રયોગ કરવા જઈ રહ્યા છે. હવે એસીનું ટેમ્પરેચર 20થી 28 ડિગ્રી રહેશે. એટલે કે તેને 20 ડિગ્રીથી નીચે ઠંડુ કરી શકાશે નહીં અને 28 ડિગ્રીથી વધુ વાર્મિંગ કરી શકાશે નહીં.

જાપાન અને ઇટાલીમાં એસી ટેમ્પરેચર સાથે જોડાયેલા નવા નિયમો

કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે હાલ જાપાનમાં એસી ટેમ્પરેચરને 26-27 ડિગ્રી પર સ્ટાન્ડર્ડાઇઝ કરેલું છે અને ઇટાલીમાં તે 23 ડિગ્રી પર ચલાવવાનો છે.

Advertisment

મનોહર લાલ ખટ્ટરે વધુમાં કહ્યું કે આ દેશોને આપણે આપણા આગળ, ડેવલપ માનીએ છીએ, ત્યાં આ પ્રકારના સ્ટેન્ડર્ડ છે. અને આપણે ઘણા ડરતા-ડરતા હમણાં જ 20 ડિગ્રી કર્યું છે. આનો અનુભવ મેળવ્યા બાદ વધુ વિચારણા કરવામાં આવશે. અને મને નથી લાગતું કે કોઈ 20 ડિગ્રીથી નીચે કરીને ઊંઘતું હશે. અત્યારે એક સર્વે છે કે લોકો કહે છે કે તેને ઘટાડીને 24 ટકા કરવામાં આવે, પરંતુ કેટલાક લોકો વિરોધ કરવાનું શરૂ કરી ના દે તેથી હાલ 20 થી 28 ડિગ્રી વચ્ચે કરવામાં આવ્યું છે.

સરકાર શા માટે એસી તાપમાનને સ્ટાન્ડર્ડાઇઝ કરવા માંગે છે?

વીજળીનો વધુ પડતો વપરાશ ઘટાડવા અને પાવર ગ્રીડ પરનો ભાર ઘટાડવાના પ્રયાસરૂપે સરકાર એસી તાપમાન સેટિંગ્સને સ્ટાન્ડર્ડાઇઝ બનાવવાની યોજના બનાવી રહી છે. હાલમાં દેશમાં એર કન્ડિશનર 16 ડિગ્રી સેલ્સિયસ અને 30 ડિગ્રી સેલ્સિયસ રેન્જની વચ્ચે કામ કરે છે. આગામી નિયમોનો હેતુ વીજ વપરાશ ઘટાડવાનો અને રેન્જને મર્યાદિત કરીને ભાર ઘટાડવાનો છે.

આ પણ વાંચો - એસી ફિલ્ટર સાફ કરતી વખતે આ સાવધાની રાખવી, નહીંતર થઇ શકે છે મોટું નુકસાન

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર એસીના તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવાથી વીજ વપરાશમાં 6 ડિગ્રીનો ઘટાડો થાય છે. આનો અર્થ એ છે કે જો દરેક પોતાનું એસી 1 ડિગ્રી વધારે કરે તો આપણે પીક ટાઇમમાં 3 ગીગાવોટ વીજળી બચાવી શકીએ છીએ.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેના એક અભ્યાસ અનુસાર નવા નિયમો 2035 સુધીમાં મહત્તમ વીજળીની માંગમાં 60 ગીગાવોટ સુધીની બચત કરવામાં મદદ કરી શકે છે. તેનાથી નવા પાવર પ્લાન્ટ્સ અને ગ્રિડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં 7.5 ટ્રિલિયન રૂપિયા (88 અબજ ડોલર)ના રોકાણની જરૂરિયાત દૂર થશે.

સરકાર નવા નિયમોના પાલન પર નજર રાખવાની યોજના ધરાવે છે. જોકે અમલીકરણ અંગેની ચોક્કસ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

ટેકનોલોજી બિઝનેસ