Air India : એર ઈન્ડિયાએ રચ્યો ઇતિહાસ, ગિફ્ટ સિટી મારફતે ડીલ પૂર્ણ કરી, ટૂંક સમયમાં મળશે A350 900 એરક્રાફ્ટ

Air India A350 900 Acquires Via GIFT City : ટાટા ગ્રૂપની એરલાઇન્સ કંપની એર ઈન્ડિયાએ ગિફટ સિટી મારફતે પોતાના પ્રથમ એ350 900 એરક્રાફ્ટ ખરીદવાનો સોદો પૂર્ણ કર્યો છે

Air India A350 900 Acquires Via GIFT City : ટાટા ગ્રૂપની એરલાઇન્સ કંપની એર ઈન્ડિયાએ ગિફટ સિટી મારફતે પોતાના પ્રથમ એ350 900 એરક્રાફ્ટ ખરીદવાનો સોદો પૂર્ણ કર્યો છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Air India | ir India A350 900 aircraft | A350 900 aircraft

ટાટા ગ્રૂપની એરલાઇન્સ કંપનીએ શુક્રવારે ઘોષણા કરી, એર ઇન્ડિયાએ શુક્રવારે એચએસબીસી સાથે ફાઇનાન્સ લીઝ ટ્રાન્ઝેક્શન દ્વારા તેના પ્રથમ એરબસ A350-900 એરક્રાફ્ટનું સંપાદન પૂર્ણ કર્યું છે. (Photo : aircraft.airbus.com)

Air India A350 900 Acquires Via GIFT City : ટાટા ગ્રૂપની એરલાઇન્સ કંપની એર ઈન્ડિયા શુક્રવારે એક નવો ઇતિહાસ બનાવ્યો છે. એર ઈન્ડિયાએ ગિફટ સિટી મારફતે પોતાના પ્રથમ એરબસ A350-900નું અધિગ્રહણ પૂર્ણ કર્યું છે. આ સોદા સૌથી ખાસ વાત એ છે કે, ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફટ સીટી દ્વારા આ ડીલને ફાઇનલ કરવામાં આવી છે. એર ઈન્ડિયા આવો સોદો કરનાર પ્રથમ એર લાઇન્સ કંપની બની છે.

Advertisment

એ350-900 વિમાનની ખાસિયત (A350-900 )

એર ઈન્ડિયાએ જણાવ્યું કે, તેણે એચએસબીસીની સાથે ફાઇનાન્સ લીઝ મારફતે પોતાના પ્રથમ એ350-900 (A350-900) એરબસનું અધિગ્રહણ પૂર્ણ કર્યું છે. A350-900 એરબસની ખાસિયત એ છે કે, તેની બોડી અન્ય વિમાનોની તુલનામાં ઘણી જાડી હોય છે. કંપનીએ થોડાક સમય પહેલા જ 470 નવા વિમાનનો ઓર્ડર આપ્યો હતો, તેમાં A350-900 એરો પ્લેન પણ સામેલહતું. એચએસબીસીની સાથે થયેલી આ ડીલ હેઠળ તેના ઓર્ડરના પ્રથમ વિમાનનું પેમેન્ટ થયુ છે.

ગિફટ સિટી માટે મહત્વપૂર્ણ સોદો

ટાટા ગ્રૂપની કંપની એર ઈન્ડિયા અને એચએસબીસી વચ્ચેની આ લીઝ ડીલ ઘણા દ્રષ્ટિકોણથી બહુ મહત્વપૂર્ણ માનવામાં આવેછે. આ પહેલી ઘટના છે જ્યારે કોઇ એરલાઇન્સ કંપનીએ ગિફટ સિટી પરિસરમાં ફાઇનાન્સ ડીલ ફાઇનલ કરી છે. આવી રીતે દેશના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટરની માટે એરલાઇન્સ સેક્ટરના દરવાજા ખુલ્યા છે. એર ઈન્ડિયાએ જણાવ્યુ કે, તેણે આ સોદાને પોતાની પૂર્ણ માલિકીની પેટાકંપની એઆઇ ફ્લીટ સર્વિસિસ લિમિટેડ મારફતે પૂર્ણ કરી છે. જો કે આ સોદામાં કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયુ છે તેની વિગતો એર ઈન્ડિયાએ જાહેર કરી નથી.

એર ઈન્ડિયાના ચીફ કોમર્શિયલ અને ટ્રાન્સફોર્મેશન ઓફિસર નિપુન અગ્રવાલે જણાવ્યું કે, “આ સીમાચિહ્નરૂપ વ્યવહાર GIFT IFSC થી અમારા એરક્રાફ્ટ લીઝિંગ બિઝનેસની શરૂઆત દર્શાવે છે, કારણ કે AIFS વાઇડબોડી એરક્રાફ્ટ ફાઇનાન્સિંગ માટે પ્રાથમિક એર ઈન્ડિયા ગ્રૂપ એન્ટિટી હશે, જે અમારા અને અમારી પેટાકંપનીઓ માટે ભાવિ એરક્રાફ્ટ ફાઇનાન્સિંગ વ્યૂહરચનામાં મુખ્ય ભૂમિકા ભજવશે. તે ભારતમાં મજબૂત ઉડ્ડયન ઇકોસિસ્ટમના વિકાસ માટે પણ એક મહત્વપૂર્ણ પગલું છે. દેશની મુખ્ય એરલાઇન્સ તરીકે, એર ઈન્ડિયા GIFT IFSCમાં એરક્રાફ્ટ લીઝિંગ હબ વિકસાવવા માટેના ભારત સરકારના પ્રયાસોને ટેકો આપવા બદલ ઉત્સાહીત છે.”

Advertisment

નોંધનિય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં, એર ઈન્ડિયા જૂથ અને ઈન્ડિગો બંનેએ ગિફ્ટ સિટીમાં લીઝિંગ યુનિટ્સ સ્થાપ્યા છે. આ બંને એરલાઇન્સ જૂથોને તેમના તાજેતરના વિશાળ એરક્રાફ્ટ ઓર્ડરને જોતાં , ભારતમાં એરક્રાફ્ટ લીઝિંગ ઇકોસિસ્ટમ વિકસાવવાની મુખ્ય ચાવી તરીકે જોવામાં આવે છે .

આ પણ વાંચો | રતન ટાટાની ભત્રીજી લેહ ટાટા કોણ છે? ભવિષ્યમાં ગ્રુપની કમાન સંભાળી શકે છે

એર ઈન્ડિયાએ 470 એરક્રાફ્ટના ઓર્ડર આપ્યા

એર ઈન્ડિયાના 6 એરબસ A350-900માંથી પ્રથમ પ્લેન ચાલુ વર્ષના અંત સુધીમાં ભારતમાં આવવાની ધારણા છે, બાકીના એરક્રાફ્ટ માર્ચ 2024 સુધીમાં ડિલિવરી થશે. 6 એરબસ A350-900 એરક્રાફ્ટ ઉપરાંત એર ઈન્ડિયાએ 470 નવા એરક્રાફ્ટના ઓર્ડર આપ્યા છે - જેમાં A350-1000ના 34 એરક્રાફ્ટ, 20 બોઇંગ 787 ડ્રીમલાઇનર્સ, 10 બોઇંગ 777X વાઇડબોડી એરક્રાફ્ટ, તેમજ 140 એરબસ A320neo, 70 Airbus A321neo અને 190 બોઇંગ 737MAX નેરોબોડી એરક્રાફ્ટનો સમાવેશ થાય છે.

એરલાઇન્સ ટાટા ગ્રુપ બિઝનેસ શેર બજાર