/indian-express-gujarati/media/media_files/2026/01/14/air-india-express-sale-2026-01-14-22-33-33.jpg)
એર ઈન્ડિયા એક્સપ્રેસે મુસાફરો માટે મર્યાદિત સમયગાળાની ઓફર વાળી 'ટાઇમ ટુ ટ્રાવેલ' સેલની જાહેરાત કરી
Air India Express Sale : એર ઈન્ડિયા એક્સપ્રેસે મુસાફરો માટે મર્યાદિત સમયગાળાની ઓફર વાળી 'ટાઇમ ટુ ટ્રાવેલ' સેલની જાહેરાત કરી છે. આ સેલમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને રૂટ પર વિશેષ ભાડાની ઓફર કરવામાં આવી રહી છે. આ સેલ અંતર્ગત 16 જાન્યુઆરી 2026 સુધી બુકિંગ કરી શકાય છે. જ્યારે યાત્રાનો સમયગાળો 20 જાન્યુઆરીથી 30 એપ્રિલ 2026 સુધી રહેશે.
એરલાઇનના જણાવ્યા અનુસાર ડોમેસ્ટિક રૂટ પર લાઇટ ફેયર (ચેક-ઇન બેગેજ વિના) 1,350 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે વિદેશ જવા માટે ફ્લાઇટ ટિકિટ 5,450 રૂપિયાથી શરૂ થઈ રહી છે. વેલ્યૂ ફેયર (સ્ટાન્ડર્ડ ચેક ઇન બેગેજ) ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે ભાડું 1,400 રૂપિયા અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે 5,550 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે દેશમાં યાત્રા કરવા માટે બિઝનેસ ક્લાસ ફેયરમાં 8,300 રૂપિયા અને વિદેશ માટે 8,500 રૂપિયાથી ઉપલબ્ધ છે.
સેલમાં બુકિંગ કેવી રીતે કરવું
જો તમે Time To Travel સેલમાં ટિકિટ બુક કરાવવા માંગો છો તો તમે તેને એર ઇન્ડિયા એક્સપ્રેસ વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન અને તમામ મુખ્ય બુકિંગ પ્લેટફોર્મ દ્વારા કરી શકો છો. એરલાઇનની મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલા તમામ બુકિંગ પર ઝીરો કન્વીનિયંસ ફી આપવામાં આવી રહી છે. જ્યારે વેબસાઈટ પર નેટ બેંકિંગ પેમેન્ટ પર કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં.
લાઇટ ફેયર અંતર્ગત મુસાફરોને ડિસ્કાઉન્ટેડ દરે ચેક-ઇન બેગેજનો વિકલ્પ પણ મળશે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે 15 કિલોનો સામાન 1,500 રૂપિયામાં અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે 20 કિલોનો સામાન 2,500 રૂપિયામાં ઉમેરી શકાય છે. આ સિવાય પ્રાઇમ અને સ્ટાન્ડર્ડ સીટ સાથે હોટ મીલ્સ પર 20 ટકા સુધીની બચત કરવાની તક પણ મળશે.
આ પણ વાંચો - ટાટાની નવી પંચ SUV લોન્ચ, 5 સ્ટાર સેફ્ટી સાથે દમદાર ફિચર્સ, જાણો કિંમત અને અન્ય માહિતી
એર ઈન્ડિયા એક્સપ્રેસ વેબસાઇટ પર NeuPass સભ્યો માટે વધારાની ઓફર્સ પણ ઉપલબ્ધ છે. આમાં બિઝનેસ ક્લાસ ભાડા પર 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ સામેલ છે. એરલાઇન્સના કાફલામાં 40 થી વધુ નવા બોઇંગ 737-8 એરક્રાફ્ટને બિઝનેસ ક્લાસની બેઠકો આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, સશસ્ત્ર દળોના સભ્યો અને તેમના આશ્રિતો માટે વિશેષ રાહત ભાડા અને લાભો પણ આપવામાં આવી રહ્યા છે. મુસાફરોની સુવિધા માટે, વેબસાઇટ પર ઇએમઆઈ અને Buy Now, Pay Later જેવા ફ્લેક્સિબલ પેમેન્ટ વિકલ્પો પણ ઉપલબ્ધ છે. પસંદગીના વિઝા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર 250 રૂપિયા અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 600 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us