Air India Ticket Offer : દેશની સૌથી મોટી એરલાઈન એર ઈન્ડિયાએ ગ્રાહકો માટે નવા સેલની જાહેરાત કરી છે. એર ઈન્ડિયાના નવા સેલમાં ગ્રાહકો ડિસ્કાઉન્ટ સાથે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ ટિકિટ બુક કરાવી શકશે. તમને જણાવી દઈએ કે, ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ તાજેતરમાં તેના લોગોમાં ફેરફાર સાથે રિબ્રાન્ડ કર્યું છે. એર ઈન્ડિયાએ સેલને 96- hour sales ના નામ સાથે લોન્ચ કર્યું છે, એટલે કે ગ્રાહકો 20 ઓગસ્ટ 2023 સુધી ડિસ્કાઉન્ટ પર ફ્લાઈટ ટિકિટ બુક કરી શકશે. ચાલો અમે તમને નવા #FlyAirIndia સેલ વિશે વિગતવાર જણાવીએ…
એર ઈન્ડિયા સેલ (Air India Sale)
એર ઈન્ડિયાનું ચાર દિવસીય સેલ, જે 17 ઓગસ્ટથી શરૂ થયું હતું, તે 20 ઓગસ્ટ, 2023 સુધી ચાલશે. યુઝર્સ આ સમયગાળા દરમિયાન પસંદગીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ માટે ફ્લાઇટ્સ બુક કરી શકશે. માહિતી અનુસાર, મુસાફરોએ આ સેલમાં ટિકિટ બુક કરાવીને 1 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2023 વચ્ચે મુસાફરી કરવી પડશે.
96-hour sale માં ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટેની વન-વે ટિકિટની કિંમત રૂ. 1,470 થી શરૂ થાય છે. જ્યારે બિઝનેસ ક્લાસ માટેની ટિકિટની કિંમત 10,130 રૂપિયાની શરૂઆતી કિંમતે બુક કરાવી શકાય છે. પસંદગીના આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ બુક કરાવવા પર સમાન આકર્ષક ઑફર્સ ઉપલબ્ધ થશે.
ખાસ વાત એ છે કે, એર ઈન્ડિયાની વેબસાઈટ અથવા મોબાઈલ એપ દ્વારા બુકિંગ કરાવવા પર કોઈ કન્વીનિઅન્સ ફી લેવામાં આવશે નહીં. એર ઈન્ડિયાના ફ્લાઈંગ રિટર્ન્સ સભ્યો સેલ દરમિયાન ટિકિટ બુક કરતી વખતે તેમના લોયલ્ટી બોનસ પોઈન્ટને યુઝ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, સ્પાઈસજેટે તાજેતરમાં એર ટિકિટ બુકિંગ પર ઓફરની જાહેરાત કરી હતી. કંપની 15 ઓગસ્ટથી 30 માર્ચ, 2024 વચ્ચેની મુસાફરી માટે ટિકિટ બુકિંગ પર ઑફર્સ આપી રહી છે. સ્પાઈસજેટે મુંબઈ-ગોવા, જમ્મુ-શ્રીનગર, ગોવા-મુંબઈ, ગુવાહાટી-બાગડોગરા, ચેન્નાઈ-હૈદરાબાદ જેવા સ્થાનિક રૂટ પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરની જાહેરાત કરી હતી.
સેલમાં, ગ્રાહકો તમામ કર સહિત રૂ. 1,515 ના પ્રારંભિક ભાવે ટિકિટ બુક કરાવી શકે છે. થોડા દિવસો પહેલા, ઇન્ડિગોએ પણ પસંદગીની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 25 ટકા સુધી ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી. કંપનીએ 15 ઓગસ્ટ 2023 થી 15 જૂન 2024 વચ્ચેની મુસાફરી માટે મર્યાદિત સમયની પ્રમોશન ઑફર્સ આપી છે.
Akasa Air વિશે વાત કરીએ તો, કંપનીએ દેશભરમાં 16 ડોમેસ્ટિક રૂટ માટે ફ્લાઇટ ટિકિટ પર 15 ટકા ડિસ્કાઉન્ટ આપ્યું હતું. 7 ઓગસ્ટ સુધી માન્ય, આ ઓફરની જાહેરાત કંપની દ્વારા તેની વર્ષગાંઠના અવસર પર કરવામાં આવી હતી.





