/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/ચંદ્રયાન-3-ચંદ્ર-પર-પહોંચ્યું-20.jpg)
એરપોર્ટના લગેજ સંબંધિત નિયમો બદલાયા છે.
Airport Luggage Rules For Travelling to Dubai USE : વિમાનમાં મુસાફરી કરનાર પ્રવાસીઓ માટે લગેજ અંગે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. જો તમે યુનાઇટેડ અરબ અમિરાત (UAE) એટલે કે દુબઈ જવાનું વિચારી રહ્યા છો આ સમાચાર તમારા માટે બહુ જ ઉપયોહ છે. દુબઈ જવાની પહેલા તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે વિમાનમાં મુસાફરી દરમિયાન ઘણા પ્રકારના નિયમોનું પાલન કરવું પડે છે, નહીં તો મોટી મુશ્કેલીમાં મુકાઇ શકો છે. સ્થાનિક લોકોની સાથે સાથે વિદેશી પ્રવાસીઓએ યુએઇ - દુબાઇ આવતી વખતે તેમની બેગમાં અમુક વસ્તુઓ સાથે લાવી શકશે નહીં. તેમની બેગમાં કેવા પ્રકારની સામગ્રી લઈ રહ્યા છે તે અંગે સાવચેત રહેવું જોઈએ.
દુબઇ જતા પ્રવાસીઓ બેગમાં કઇ વસ્તુઓ લઇ જઈ શકશે નથી
જો કોઈ મુસાફર એરપોર્ટ પર પ્રતિબંધિત વસ્તુઓ લઈને જતો જોવા મળે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. તેથી, મુસાફરી દરમિયાન, એવી કોઈ વસ્તુ બેગમાં ન રાખો, જેના કારણે મુશ્કેલી થાય.
કઇ ચીજવસ્તુઓ પર પ્રતિબંધ છે?
- ફ્રિઝ ચિકન અને બર્ડ
- પાન
- નકલી/પાઇરેટેડ ચીજવસ્તુઓ
- અશ્લીલ સામગ્રી
- જુગારના સાધનો અથવા મશીનો
- નકલી ચલણ
- ઇસ્લામિક મૂલ્યોને ઠેસ પહોંચાડે તેવી કોઇ પણ ચીજવસ્તુ
- કાળો જાદુ, મેલીવિદ્યા અથવા મેલીવિદ્યામાં વપરાતી વસ્તુઓ
દુબઈમાં કઇ ચીજો પ્રતિબંધિત છે
દુબઈમાં મુસાફરી કરતી વખતે બેગ પેક કરતી વખતે બહુ સાવચેતી રાખવી કારણ કે ત્યાં એવી ઘણી પ્રોડક્ટો પ્રતિબંધિત છે અથવા સાથે લઇ જવા માટે પૂર્વ મંજૂરી અને પેમેન્ટની જરૂર પડે છે. આવી પ્રતિબંધિત ચીજવસ્તુઓમાં પશુ, છોડ, ખાતર, દવાઓ, તબીબી સાધનો, મીડિયા પબ્લિકેશન, ટ્રાન્સમિશન અને વાયરલેસ ડિવાઇસ, આલ્કોહોલિક ડ્રિંક, કોસ્મેટિક, એક્ઝિબિશન માટે પર્સનસ કેર પ્રોડક્ટ, ઇ-સિગારેટ અને ઇલેક્ટ્રોનિક હુક્કા પર પણ પ્રતિબંધ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us