Airtel ની દિવાળી ઓફર! લોન્ચ કર્યા સસ્તા રિચાર્જ પ્લાન, 1 લાખ રુપિયા ઇન્સ્યોરન્સ કવરેજ પણ મળશે

Airtel : ટેલિકોમ કંપની એરટેલે ત્રણ નવા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે. એરટેલના આ રિચાર્જ પ્લાન્સની સૌથી ખાસ વાત એ છે કે ગ્રાહકોને એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ પણ આપવામાં આવી રહ્યો છે

Written by Ashish Goyal
October 24, 2024 18:44 IST
Airtel ની દિવાળી ઓફર! લોન્ચ કર્યા સસ્તા રિચાર્જ પ્લાન, 1 લાખ રુપિયા ઇન્સ્યોરન્સ કવરેજ પણ મળશે
એરટેલના આ રિચાર્જ પ્લાન્સની સૌથી ખાસ વાત એ છે કે ગ્રાહકોને એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ પણ આપવામાં આવી રહ્યો છે.

Airtel Recharge With Accidental Insurance Coverage: ટેલિકોમ કંપની એરટેલે ત્રણ નવા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે. એરટેલના આ રિચાર્જ પ્લાન્સની સૌથી ખાસ વાત એ છે કે ગ્રાહકોને એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ પણ આપવામાં આવી રહ્યો છે. દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલે આ ખાસ ફીચર માટે ICICI લોમ્બાર્ડ સાથે પાર્ટનરશિપ કરી છે. હાલમાં એરટેલના માત્ર ત્રણ પ્લાન સાથે એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ કવરેજ આપવામાં આવી રહ્યું છે. આવો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ.

239 રૂપિયાનો એરટેલ એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ પ્લાન

239 રૂપિયાના એરટેલ એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવે છે. આ સિવાય દરરોજ 100 એસએમએસ પણ આપવામાં આવે છે. ગ્રાહકો આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલનો લાભ લઈ શકે છે. આ પ્લાનમાં ગ્રાહકોને રિચાર્જના 30 દિવસની અંદર 1 લાખ રુપિયાનું ડેથ કવરેજ અને હોસ્પિટલમાં દાખલ થવા પર 25000 રૂપિયા મળે છે. આ રિચાર્જ પ્લાનમાં એરટેલ રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસ અને ઇન્શ્યોરન્સ પોલિસી 30 દિવસની છે.

399 રૂપિયાનો એરટેલ એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ પ્લાન

એરટેલના આ રિચાર્જ પ્લાનમાં 2 જીબી દૈનિક ડેટા ઉપલબ્ધ છે. આ સિવાય દરરોજ 100 એસએમએસ અને અનલિમિટેડ વોઇસ કોલ પણ આપવામાં આવે છે. એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સ કવરેજ પ્લાનમાં હોસ્પિટલમાં દાખલ થવા પર 25000 રૂપિયા અને મોતના કિસ્સામાં 1,00,000 રૂપિયા ઇન્સ્યોરન્સ મળે છે. રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે અને ઇન્શ્યોરન્સ વેલિડિટી 30 દિવસની છે.

આ પણ વાંચો – સેમસંગ ગેલેક્સી રિંગની ભારતમાં એન્ટ્રી, સ્માર્ટવોચની જેમ કરશે બધા કામ, જાણો કિંમત અને ફિચર્સ

999 રૂપિયાનો એરટેલ એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ પ્લાન

એરટેલના 999 રૂપિયાના રિચાર્જમાં 1.5 જીબી દૈનિક ડેટા મળે છે. આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ અને અનલિમિટેડ વોઇસ કોલિંગ આપવામાં આવે છે. આ રિચાર્જ પ્લાનમાં હોસ્પિટલમાં દાખલ થવા પર કવરેજની રકમ 25000 રૂપિયા અને ડેથ કવરેજની રકમ 1 લાખ રૂપિયા છે. રિચાર્જ પ્લાનની વેલિડિટી 80 દિવસની છે અને ઇન્શ્યોરન્સ વેલિડિટી 90 દિવસની છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ