Airtel Recharge Plans, એરટેલ રિચાર્જ પ્લાન : T20 વર્લ્ડકપના ચાહકોને એરટેલે આપ્યા સારા સમાચાર! T20 વર્લ્ડ કપ માટે 3 નવા રિચાર્જ પ્લાન લોન્ચ

Airtel T20 World Cup Recharge Plans : ક્રિકેટ મેચ જોતી વખતે કોઈ સમસ્યા ન થાય તે માટે કંપનીએ Airtel પ્રીપેડ યુઝર્સ માટે 3 નવા પ્લાન લોન્ચ કર્યા છે. ચાલો જાણીએ આ પ્લાન્સ વિશે વિગતવાર.

Airtel T20 World Cup Recharge Plans : ક્રિકેટ મેચ જોતી વખતે કોઈ સમસ્યા ન થાય તે માટે કંપનીએ Airtel પ્રીપેડ યુઝર્સ માટે 3 નવા પ્લાન લોન્ચ કર્યા છે. ચાલો જાણીએ આ પ્લાન્સ વિશે વિગતવાર.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Airtel Recharge Plans: ટી20 વર્લ્ડકપ માટે એરટેલના રિચાર્જ પ્લાન

ટી20 વર્લ્ડકપ માટે એરટેલના રિચાર્જ પ્લાન- photo - freepik, social media

Airtel Rolls Out T20 World Cup 2024 Plans, એરટેલ રિચાર્જ પ્લાન : અત્યારે ટી 20 વર્લ્ડ શરુ થઈ ગયો છે ત્યારે એરટેલે ક્રિકેટ ચાહકો માટે મોટી જાહેરાત કરી છે. કંપનીએ તેના ગ્રાહકો માટે સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે. કંપનીએ આ પ્લાન્સ T-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને લોન્ચ કર્યા છે. એરટેલે તેના યુઝર્સ માટે ત્રણ નવા પ્લાન લોન્ચ કર્યા છે. ક્રિકેટ મેચ જોતી વખતે કોઈ સમસ્યા ન થાય તે માટે કંપનીએ Airtel પ્રીપેડ યુઝર્સ માટે 3 નવા પ્લાન લોન્ચ કર્યા છે. ચાલો જાણીએ આ પ્લાન્સ વિશે વિગતવાર.

Advertisment

Disney Plus Hotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન

એરટેલે 499 રૂપિયાનો પહેલો નવો પ્લાન લૉન્ચ કર્યો છે. આમાં કંપનીને 28 દિવસની વેલિડિટી મળે છે. વધુમાં વપરાશકર્તાઓ દરરોજ 3GB ડેટાનો ઉપયોગ કરી શકે છે. આ સાથે તેમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ પ્લાન સાથે કંપની ગ્રાહકોને 3 મહિના માટે Disney Plus Hotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન આપી રહી છે. ઉપરાંત વપરાશકર્તાઓ એરટેલ સ્ટ્રીમ પ્લે સાથે 20 થી વધુ OTT પ્લેટફોર્મ્સ મફતમાં ઍક્સેસ કરી શકે છે.

869 રૂપિયાનો પ્લાન

એરટેલે 869 રૂપિયાનો બીજો નવો પ્લાન લૉન્ચ કર્યો છે. કંપની આ પ્લાન સાથે તેના ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી ઓફર કરી રહી છે. આ સાથે યુઝર્સને દરરોજ 2 જીબી ડેટા મળશે અને કોઈપણ નેટવર્કમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે. આ પ્લાન સાથે, વપરાશકર્તાઓને 3 મહિના માટે Disney Plus Hotstarનું સબસ્ક્રિપ્શન મળે છે.

આ પણ વાંચોઃ- Redmi A3x : ડ્યુઅલ રીઅર કેમેરા અને 5,000mAh બેટરી સાથે રેડમી એ3એક્સ સ્માર્ટફોન કંપનીની ગ્લોબલ વેબસાઈટ પર લિસ્ટેડ

Advertisment

એરટેલનો વાર્ષિક પ્લાન

એરટેલે તેના ગ્રાહકો માટે વાર્ષિક પ્લાન પણ લોન્ચ કર્યો છે. આ માટે ગ્રાહકોએ 3359 રૂપિયા ખર્ચવા પડશે. આમાં ગ્રાહકોને 365 દિવસની લાંબી વેલિડિટી મળે છે. આ રિચાર્જ પ્લાન સાથે, તમને સાત 2.5 GB ડેટા સાથે એક વર્ષ માટે Disney Plus Hotstarનું મફત સબ્સ્ક્રિપ્શન મળે છે.

ટેકનોલોજી બિઝનેસ T20 વર્લ્ડ કપ