Akshaya Tritiya: અખાત્રીજ પર સોનાના દાગીના ખરીદવા કે ગોલ્ડ ઇટીએફ અને ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવું? ક્યો વિકલ્પ શ્રેષ્ઠ છે? જાણો

Akshaya Tritiya 2024 Gold Invest: અખા ત્રીજ પર સોનું ખરીદવું શુભ મનાય છે. સોનામાં રોકાણ દાગીના, ગોલ્ડ ઇટીએફ અને ગોલ્ડ બોન્ડ સ્વરૂપે કરી શકાય છે. ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ માટે ક્યો વિકલ્પ શ્રેષ્ઠ છે? જાણો

Written by Ajay Saroya
Updated : May 10, 2024 17:18 IST
Akshaya Tritiya: અખાત્રીજ પર સોનાના દાગીના ખરીદવા કે ગોલ્ડ ઇટીએફ અને ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવું? ક્યો વિકલ્પ શ્રેષ્ઠ છે? જાણો
સોનું પરંપરાગત રીતે રોકાણ માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. (Photo - Freepik)

Akshaya Tritiya 2024 Gold Invest: સોનું રોકાણ કરવાનો પરંપરાગત સ્ત્રોત છે. સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. ભારતમાં અખા ત્રીજ પર સોનું ખરીદવાનો રિવાજ છે. સોનું કિંમત ધાતુ હોવાથી ભાવ સતત વધી રહ્યા છે. ભારતીય સોનામાં રોકાણ દાગીના ઉપરાંત સોનાની લગડી કે સિક્કા સ્વરૂપે કરે છે. હાલ ભારતમાં હાજર સોનાની સાથે સાથે ડિજિટલ ગોલ્ડનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સોનાની લગડી કે સિક્કા ઉપરાંત ડિજિટલ ગોલ્ડ એટલે કે ગોલ્ડ ઇટીએફ અને ગોલ્ડ બોન વિશે પણ વિચાર કરવો જોઇએ.

સોનામાં વાર્ષિક 10 ટકા રિટર્ન (Gold Investment Return)

આજે 10 મે 2024ના રોજ અખા ત્રીજ છે. બુલિયન માર્કેટમાં આજે હલચલ જોવા મળી રહી છે. અખા ત્રીજ પર લોકો સોના કે ચાંદીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. કોઈપણ રીતે, સોનું હવે વળતર મેળવવા માટે ભરોસાપાત્ર વિકલ્પ બની ગયું છે. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 15 વર્ષ પહેલા અખા ત્રીજ થી લઈને અત્યાર સુધી સોનાએ વાર્ષિક 10 ટકા વળતર આપ્યું છે.

આ સમયગાળા દરમિયાન સોનું 17000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધીને 72000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગયું છે. હાલમાં આ સમયગાળા દરમિયાન સોનામાં રોકાણના વિકલ્પો પણ વધ્યા છે. દરેક વિકલ્પના ફાયદાઓને ધ્યાનમાં લીધા પછી તમે કેવી રીતે રોકાણ કરવા માંગો છો તે નક્કી કરો. ઉદાહરણ તરીકે ટેક્સ , સંગ્રહ કરવાનો ખર્ચ, અને સુરક્ષા.

gold | gold price all time high | gold record high | gold silver rate today
Gold : સોનું (Photo – getty images)

સોનામાં રોકાણના વિકલ્પ

હાજર સોનું (સોનાના દાગીના, લગડી અને સિક્કા) (Physical Gold)

ડિજિટલ ગોલ્ડ (Digital Gold)

સોવરિન ગોલ્ડ બોન્ડ (Gold Bonds)

ગોલ્ડ ઇટીએફ (Gold ETF)

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ (Gold Mutual Funds)

ગોલ્ડ ઇટીએફમાં રોકાણની સલાહ (Why Should You Invest In Gold ETF)

બ્રોકરેજ હાઉસ ઝેરોધાએ ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવાની સલાહ આપી છે. ઝેરોધા ફંડ હાઉસનું કહેવું છે કે તેમાં રોકાણ માત્ર 2019 થી 2023ના સમયગાળામાં જ ઝડપથી વધ્યું છે. જેના કારણે એયુએમમાં ​​પણ મોટો વધારો થયો હતો. ડિસેમ્બર 2019માં ગોલ્ડ ETFમાં રોકાણ રૂ. 5527.86 કરોડ નોંધાયું હતું. માત્ર એક વર્ષ પછી, ડિસેમ્બર 2020માં, રોકાણમાં 150 ટકાનો ઉછાળો આવ્યો હતો અને તે 13,819.39 કરોડ રૂપિયા પર પહોંચ્યુ હતુ. ત્યારથી, તેમાં રોકાણ સતત વધી રહ્યું છે. ગોલ્ડ ઇટીએફની AUM ડિસેમ્બર 2023 સુધીમાં વધીને રૂ. 25,959.02 કરોડ થઇ છે.

ગોલ્ડ ઇટીએફ ભૌતિક સોનાનું પ્રતિનિધિત્વ કરતા યુનિટ છે જે ડીમેટ સ્વરૂપે ખરીદી શકાય છે. જ્યારે તમે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરો છો, ત્યારે તમારી પાસે વાસ્તવમાં ભૌતિક સોનાની માલિકી નથી, બલ્કે તમે સોનાની કિંમતની સમકક્ષ રોકડ રાખો છો. તેવી જ રીતે, જ્યારે તમે ગોલ્ડ ઇટીએફ વેચો છો, ત્યારે તમને ભૌતિક સોનું નથી મળતું, પરંતુ તે સમયે સોનાની કિંમત જેટલી રોકડ મળે છે. આ એક ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ છે, જેમાં હાજર બજારમાં સોનાના ભાવમાં વધ-ઘટની અસર ગોલ્ડ ઇટીએફ પર થાય છે.

gold silver rate today | gold price | silver price | gold silver all time high | gold silver record high
સોનું અને ચાંદી કિંમતી ધાતુ છે. (Express photo)

ગોલ્ડ ઇટીએફ પર રિટર્ન (Gold ETF Return)

ઇન્ડેક્સ ફંડ્સની જેમ, ગોલ્ડ ઇટીએફ સામાન્ય રીતે ચોક્કસ માર્કેટ ઇન્ડેક્સને ટ્રેક કરે છે. તેનું પર્ફોર્મન્સ તે ઇન્ડેક્સ જેવું જ છે. એટલે કે, તેમાં રિટર્ન અને રિસ્ક સેન્સેક્સ, નિફ્ટી અથવા ગોલ્ડ જેવા એસેટ ક્લાસ જેવા સૂચકાંકોની વધઘટ પર આધારિત છે. ETF ની વેલ્યૂ વાસ્તવિક સમયમાં એટલે કે ટ્રાન્ઝેક્શન સમય પર ખરબ પડે છે.

ગોલ્ડ ઇટીએફ કેવી રીતે ખરીદવું અને વેચવું?

તમે ડીમેટ એકાઉન્ટ વડે BSE અથવા NSE પર ગોલ્ડ ઇટીએફના ઓછામાં ઓછું એક યુનિટ ખરીદી અને વેચી શકો છો. જે રોકાણકારો પાસે ડીમેટ ખાતું નથી, તેમની પાસે ગોલ્ડ ફંડ ઓફ ફંડનો ઉપયોગ કરીને ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવાનો વિકલ્પ છે. ફંડ્સનું ગોલ્ડ ફંડ ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરે છે. આવી ઑફર્સ દ્વારા મારફતે રોકાણકારો SIP અથવા એકમ રકમ દ્વારા સોનામાં રોકાણ કરવાનું પસંદ કરી શકે છે.

ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવાના ફાયદા

પહેલો ફાયદો એ છે કે ગોલ્ડ ETFમાં રોકાણ કરવાથી તમારે ન તો સુરક્ષિત રીતે સંગ્રહ કરવાની કે સાચવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે અને ન તો ચોરી થવાની ચિંતા રહે છે. ગોલ્ડ ETF યુનિટ ડીમેટ સ્વરૂપમાં હોવાથી તેને સુરક્ષિત રાખવા માટે લોકરની જરૂર પડતી નથી. આમ તમારો લોકરનો ખર્ચ પણ બચી જાય છે.

gold | gold price all time high | gold record high | gold silver rate today
સોનું કિંમતી ધાતુ હોવાથી રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. (Express file Photo)

ગોલ્ડ ઇટીએફ એ નિયમનકારી સંસ્થા દ્વારા સંચાલિત થાય છે, તેથી રોકાણકારોએ તેમના હોલ્ડિંગની શુદ્ધતા વિશે ચિંતા કરવાની જરૂર નથી. ગોલ્ડ ETF યુનિટ ખરીદતી વખતે કોઈ પ્રીમિયમ, મેકિંગ ચાર્જ કે અન્ય કોઈ ખર્ચ ચૂકવવો પડતો નથી.

આ પણ વાંચો | ડિવિડન્ડ શેરમાં રોકાણનો ડબલ ફાયદો, શેરબજારની મંદી અને મોંઘવારી સામે આપે છે રક્ષણ, જુઓ યાદી

સોનું : તમને કેટલું વળતર મળશે?

બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડે સોના નો ભાવ 75000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 100000 લાખ થવાની આગાહી કરી છે. પાછલા વર્ષની અખા ત્રીજથી અત્યાર સુધીમાં સોનામાં 13 ટકા અને ચાંદીમાં 11 ટકાનું વળતર મળ્યું છે. કોમેક્સ પર સોના માટે 2450 ડોલર અને ચાંદી માટે 34 ડોલરના ટાર્ગેટ સાથે ઘટાડા પર ખરીદવાની સલાહ આપવામાં આવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ