Gold vs Silver Outlook on Akshaya Tritiya : અક્ષય તૃતીયા પર દેશભરમાં લોકો પરંપરાગત રીતે સોનાની ખરીદી કરે છે, આ દિવસ માત્ર ધાર્મિક રીતે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ રોકાણની દ્રષ્ટિએ પણ તેને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. વર્ષ 2025માં અખાત્રીજ 30 એપ્રિલે છે. સોના ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે ત્યારે લોકોના મનમાં એક સવાલ ઉદભવે છે કે, સોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જેવી તેજી જોવા મળી છે, ત્યાર પછી પણ શું સોનામાં રોકાણ કરવું જોઇએ? અથવા 2025માં રોકાણ પરના વળતરની દ્રષ્ટિએ ચાંદી બાજી મારશે? સરળ શબ્દોમાં કહીએ તો, શું ચાંદી વર્તમાન પરિસ્થિતિમાં તેના રોકાણકારોને સોના કરતા વધુ સારું વળતર આપી શકે છે?
શું 2025માં ચાંદી બનશે હોટ કોમોડિટી?
કોટક મહિન્દ્રા એએમસીના ફંડ મેનેજર સતીશ ડોંડાપાટીના જણાવ્યા અનુસાર, “સલામત રોકાણ માટે અત્યાર સુધી સોનું રોકાણકારોનો પસંદગીનો વિકલ્પ રહ્યો છે, પરંતુ ચાંદીની માંગ પણ મજબૂત રહી છે, જેના કારણે તેણે 2025 માં 1,01,999 રૂપિયા પ્રતિ કિલોનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેઓ ધ્યાન દોરે છે કે ચાંદીને પરંપરાગત રીતે ગરીબ માણસનું સોનું કહેવામાં આવે છે, તેમ છતાં, ઇલેક્ટ્રોનિક્સ, રિન્યુએબલ એનર્જી અને ઉચ્ચ તકનીકી પ્રોડક્ટ જેવા ઉદ્યોગોમાં તેના ઉપયોગને કારણે તે ખૂબ જ મજબૂત રોકાણ વિકલ્પ બની રહ્યો છે.
બુલ માર્કેટમાં ચાંદીનો ઐતિહાસિક દેખાવ
સતીશના મતે ઐતિહાસિક આંકડા દર્શાવે છે કે જ્યારે પણ કિંમતી ધાતુ બજારમાં તેજી આવે છે ત્યારે ચાંદી ઘણી વખત સોનાને પાછળ છોડી દે છે. 2020માં કોરોના મહામારી દરમિયાન ચાંદીમાં લગભગ 63 ટકાનો ઉછાળો આવ્યો હતો, જ્યારે સોનામાં તેના કરતા ઓછો વધારો થયો હતો. 2024માં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો, જ્યાં સોનામાં લગભગ 26 ટકાનો ઉછાળો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ 34 ટકા ઉછાળ્યા હતા. આ ટ્રેન્ડ 2025માં પણ રિપીટ થઈ શકે છે, જે રિટર્નના મામલે ફરી એકવાર સોનાને પાછળ છોડી શકે છે.
ચાંદીના ભાવમાં તેજીના કારણ
સોનાની કિંમત મુખ્યત્વે તેની નાણાકીય ભૂમિકા પર આધારિત છે, જ્યારે ચાંદીનો મોટો ભાગ આધુનિક તકનીકોમાં વપરાય છે. 2025માં વૈશ્વિક ઔદ્યોગિક માંગ 700 મિલિયન ઔંસથી વધુ રહેવાની અપેક્ષા છે. આમાં સૌથી મોટો ફાળો સૌર ઊર્જા ક્ષેત્રનો છે, જે ચાંદીના કુલ વપરાશમાં માત્ર 15 ટકા હિસ્સો ધરાવે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રિક વાહનો અને હાઇ-પરફોર્મન્સ ચિપ્સ જેવી આધુનિક ટેકનોલોજીમાં પણ ચાંદીની ખૂબ માંગ છે. તેની ઊંચી વિદ્યુત વાહકતા તેને ટેકનિકલ ઉપયોગો માટે આવશ્યક બનાવે છે, જે તેને 2025માં સૌથી વધુ માંગ ધરાવતી ધાતુઓમાંની એક બનાવે છે.
ચાંદીની માગ પુરવઠાનમાં તફાવતની અસર
સતીશ ડોંડાપાટીના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોથી ચાંદીનો પુરવઠો સતત માગ કરતાં ઓછો રહ્યો છે. 2024માં આ ઘટાડો 20 કરોડ ઔંસથી વધુ હતો. ડિમાન્ડ-સપ્લાયમાં વિસંગતતાનો આ ટ્રેન્ડ 2025માં પણ ચાલુ રહેવાની ધારણા છે, જેના કારણે કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે. વધતી માંગ અને ઘટતા પુરવઠાની આ પરિસ્થિતિ રોકાણકારો માટે નફાકારક સોદો બની શકે છે.
ચાંદીને પણ નાણાકીય પરિબળોનો સપોર્ટ
ઔદ્યોગિક માંગ અને પુરવઠાના તફાવત ઉપરાંત વિશ્વભરમાં આર્થિક સ્થિતિ પણ ચાંદીની તરફેણમાં જોવા મળે છે. સતિષ ડોંડાપાટી માને છે કે “ચાંદી પર ફુગાવો, કેન્દ્રીય બેંકની નીતિઓ અને સોના જેવા ચલણના અવમૂલ્યન જેવા પરિબળોની પણ અસર થાય છે.” 2025 માં, યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં ઘટાડો કરે તેવી સંભાવના છે, તેનાથી ચાંદીને તેવો સપોર્ટ મળી શકે છે જે તેણે અગાઉ મોનેટરી પોલિસીમાં નાણાકીય ઉદારતા દાખવતા કર્યો હતો. વધતું વૈશ્વિક દેવું અને નાણાકીય અસ્થિરતા પણ ચાંદીને સલામત આશ્રયસ્થાનની સંપત્તિ બનાવી રહી છે.
સોના-ચાંદીના રેશિયો શું સંકેત આપે છે?
સતીશ જણાવે છે કે સોના-ચાંદીનો રેશિયો (જીએસઆર) તેની એક વર્ષની ઊંચી સપાટીએથી નીચે આવ્યો હોવા છતાં, તે હજી પણ 88.9 છે, જે તેની ઐતિહાસિક સરેરાશ 60 થી ઘણો વધારે છે. આ સૂચવે છે કે સોનાની તુલનામાં ચાંદીનું મૂલ્ય હાલમાં ઓછું છે અને તેમાં વધારો થવાની સંભાવના વધારે છે. 2008 અને 2020 જેવી આર્થિક કટોકટી દરમિયાન પણ જ્યારે આ રેશિયો વધ્યો ત્યારે તે પછી ચાંદીમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી.
ચાંદી 2025માં રેકોર્ડ રિટર્ન આપશે?
જો તમે આ અક્ષય તૃતીયા પર રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો ચાંદી એક મજબૂત રોકાણના વિકલ્પ તરીકે ઉભરી આવી છે. સતીશનું કહેવું છે કે ઔદ્યોગિક માંગમાં વધારો, સપ્લાયનો અભાવ અને નાણાકીય સપોર્ટ તેને 2025નો અસલી સ્ટાર બનાવી શકે છે. સોનામાં મજબૂત અને ભરોસાપાત્ર લાંબાગાળાનું રોકાણ જળવાઈ રહેશે, ત્યારે પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન માટે ચાંદી તરફ પણ ધ્યાન આપવું જરૂરી છે.