અક્ષય તૃતીયા એટલે કે અખા ત્રીજ એ ભારતમાં ઉનાળાની સીઝનમાં આવતો મુખ્ય તહેવાર છે. અક્ષય તૃતીયાનું ઘણું ધાર્મિક મહત્વ છે અને આ સોનું, ચાંદી, કિંમતી દાગીના, વાહનો અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. આ તહેવાર હિન્દુ અને જૈન ધર્મના લોકો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે અને સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. હિન્દુ વૈદિક પંચાગ મુજબ અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજના દિવસે ઉજવાય છે. આ વખતે અક્ષય તૃતીયા 22 એપ્રિલે ઉજવવામાં આવશે. અક્ષય તૃતીયાના દિવસે સોના-ચાંદીનું વેચાણ વધારવા માટે ઝવેરીઓ અને મોટી કંપનીઓ સ્પેશિયલ ઑફર સ્કીમ લાવતી હોય છે. જો તમે પણ અક્ષય તૃતીયાના દિવસે સોનું અને ચાંદી ખરીદવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. ચાલો કંપનીઓ દ્વારા આપવામાં આવી રહેલી ઑફર્સ પર એક નજર કરીએ.
જોયાલુક્કાસ (Joyalukkas)
અગ્રણી જ્વેલરી કંપની જોયલુક્કાસ (Joyalukkas) પણ અક્ષય તૃતીયાના અવસર પર ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. જોયાલુક્કાસ 10,000 રૂપિયા અને તેનાથી વધુની કિંમતના ચાંદીના ઘરેણાંની ખરીદી પર રૂ.500નું મફત ગિફ્ટ વાઉચર આપી રહી છે. ઉપરાંત 50,000 રૂપિયા અને તેનાથી વધુની કિંમતના સોનાના દાગીના પર 1,000નું ગિફ્ટ વાઉચર આપી રહી છે. તેવી જ રીતે કંપની 50,000 રૂપિયા સુધીના ડાયમંડની ખરીદી પર 2,000 રૂપિયા સુધીનું ફ્રી ગિફ્ટ વાઉચર મળશે. આ ઓફર ભારતમાં 23 એપ્રિલ, 2023 સુધી લાગુ છે.
આરકે જ્વેલર્સ (RK Jewellers)
દિલ્હી સ્થિત RK જ્વેલર્સ (RK Jewellers) 59,900માં 24 કેરેટના સોનાના સિક્કા ઓફર કરી રહી છે. સોનાની વર્તમાન કિંમત 63,000 રૂપિયાની આસપાસ છે. આ ઓફર 22 અને 23 એપ્રિલના બે દિવસ માટે જ ઉપલબ્ધ રહેશે. RK Jewellersના મેનેજિંગ ડિરેક્ટર રોહન શર્માનું કહેવુ છે કે, “માત્ર બે દિવસ 22 અને 23 એપ્રિલ માટે અમે બજારમાં સોનાના સિક્કા સૌથી ઓછી કિંમતે વેચી રહ્યા છે. અક્ષય તૃતીયા પર અમારા વિશેષ ડિસ્કાઉન્ટ સાથે તમે માત્ર 59,900 રૂપિયામાં 24 કેરેટના સોનાના સિક્કા ખરીદી શકો છો, જે તેના સોનાના દર હાલના બજાર ભાવ કરતા 4000 સસ્તા છે.”
કેરેટલેન (CaratLane)
કેરેટલેન (CaratLane) કંપની ડાયમંડ પર 20 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ઉપરાંત એસબીઆઇ કાર્ડ યુઝર્સ તેમના ક્રેડિટ કાર્ડ પર 5 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ ઑફર 22 એપ્રિલ, 2023 સુધી માન્ય છે.
તનિષ્ક (Tanishq)
બજારમાં સોનાના આસામાને પહોંચી ગયા છે. આ વચ્ચે તનિષ્ક અક્ષય તૃતીય પર તેના ગ્રાહકો માટે ખાસ ઓફર લાવી છે. કંપનીએ તેના ગોલ્ડ-એક્સચેન્જ પ્રોગ્રામનો પણ વિસ્તાર કરી રહી છે અને ગ્રાહકોને આકર્ષવા માટે પોસાય તેવા દાગીનાની નવી શ્રેણી રજૂ કરી રહી છે.
પીપી જ્વેલર્સ (PP Jewellers)
પીપી જ્વેલર્સ તમામ ગોલ્ડ જ્વેલરી પર મેકિંગ ચાર્જીસ પર 40% સુધીની છૂટ ઓફર કરે છે. કંપનીનું કહેવું છે કે અમે આ દિવસે સારા વેચાણની આશા રાખીએ છીએ. કંપની કહે છે, “અમારું માનવું છે કે અમે અક્ષય તૃતીયા પર ભાવ વધારાની ચિંતા દૂર કરીશું. આ ખાસ દિવસને ધ્યાનમાં રાખીને અમે તમામ ગોલ્ડ જ્વેલરીના મેકિંગ ચાર્જમાં 40 ટકાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે જ્વેલરી ઉદ્યોગમાં સતત પરિવર્તન આવી રહ્યું છે અને અક્ષય તૃતીયા જેવા પ્રસંગો દરમિયાન ખરીદીના ઘણા નવા ટ્રેન્ડ આવી રહ્યા છે.
મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ (Malabar Gold and Diamonds)
મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ 30,000 રૂપિયાનીની દરેક ખરીદી પર 100 મિલિગ્રામનો સોનાનો સિક્કો ભેટમાં આપી રહી છે. ડાયમંડ, રત્ન અને પોલ્કીની ડિઝાઇનનું મૂલ્ય 250 મિલિગ્રામ સોનાના સિક્કાની સમકક્ષ હશે. HDFC બેંકના ગ્રાહકો તેમની ખરીદી પર 5% કેશબેક મેળવી શકે છે. આ ઑફર 23 એપ્રિલ, 2023 સુધી લાગુ છે.