Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
વેપાર Top News

Albinder Dhindsa: અલ્બિંદર ઢીંડસા કોણ છે? Zomatoના નવા CEOની સંપત્તિ ₹ 10 હજાર કરોડ! Blinkitથી શરૂ કરી કરિયર

Eternal New CEO Albinder Dhindsa Net Worth: દીપિન્દર ગોયલના રાજીનામા બાદ અલ્બિંદર ઢીંડસા ઇટરનલ ગ્રૂપના નવા સીઇઓ બન્યા છે. તેઓ બહોળો વ્યાવસાયિક અનુભવ ધરાવે છે. જાણો ઝોમેટોના નવા CEO અલ્બિંદર ઢીંડસા કોણ છે, તેમની પાસે કેટલી સંપત્તિ છે?

Written byAjay Saroya

Eternal New CEO Albinder Dhindsa Net Worth: દીપિન્દર ગોયલના રાજીનામા બાદ અલ્બિંદર ઢીંડસા ઇટરનલ ગ્રૂપના નવા સીઇઓ બન્યા છે. તેઓ બહોળો વ્યાવસાયિક અનુભવ ધરાવે છે. જાણો ઝોમેટોના નવા CEO અલ્બિંદર ઢીંડસા કોણ છે, તેમની પાસે કેટલી સંપત્તિ છે?

author-image
Ajay Saroya
22 Jan 2026 15:24 IST

Follow Us

New Update
Albinder Dhindsa | Zomato New CEO | Eternal New CEO

Albinder Dhindsa Zomato New CEO : અલ્બિંદર ઢીંડસા ઝોમેટા (ઇટરનલ ગ્રૂપ) ના નવા CEO છે. Photograph: (Albinder Dhindsa Insta)

Zomato New CEO Albinder Dhindsa Net Worth: દીપિન્દર ગોયલે ઝોમેટા કંપનીના સીઇઓ પદેથી રાજીનામું આપતા કોર્પોરેટ સેક્ટરમાં આશ્ચર્ય સર્જાયું હતું. દીપિન્દર ગોયલે રાજીનામું આપવાની સાથે સાથે પોતાના અનુગામી તરીકે અલ્બિંદર ઢિંડસાની સીઇઓ પદે નિમણુંક કરી છે. મંગળવારે મળેલી ઇટરનલ લિમિટેડના બોર્ડ મિટિંગમાં ઢીંડસાની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી.

Advertisment

અલ્બિંદર ઢીંડસા કોણ છે?

અલ્બિંદર ઢીંડસા ઓનલાઇન પ્લેટફોર્મ બ્લિંકિટના સ્થાપક અને સીઈઓ છે. તેઓ પહેલાથી જ ઇટરનલનો હિસ્સો છે. હવે તે ઇટરનલના સીઈઓ બનવા જઈ રહ્યા છે. અલ્બિંદર ઢીંડસાએ 2000-2004માં આઈઆઈટી દિલ્હીમાંથી સિવિલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું હતું. તેમણે 2010 થી 2012 દરમિયાન એમબીએનો અભ્યાક કર્યો હતો.

અલ્બિંદર ઢીંડસા કરિયર

અલ્બિંદર ઢીંડસા એક દાયકા કરતા વધુ સમયથી ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં જાણીતું નામ છે. તેમણે 2013 માં બ્લિંકિટ (અગાઉ ગ્રોફર્સ)ની પુનઃસ્થાપના કરી હતી. તેમણે કંપનીને 2021માં 10 મિનિટમાં ગ્રોસરી ડિલિવરી તરફ દોરી જવામાં મદદ કરી, જેના કારણે કંપની ક્વિક-કોમર્સ સેગમેન્ટમાં માર્કેટ લીડર તરીકે ઉભરી આવી.

પોતાનું વેન્ચર શરૂ કરતા પહેલા અલ્બિંદર ઢીંડસા ઝોમેટોનો હિસ્સો હતા, જ્યાં તેમણે આંતરરાષ્ટ્રીય વિસ્તરણના વડા તરીકે કામ કર્યું હતું. તેઓ આઈઆઈટી દિલ્હીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જ્યાં તેમણે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને બાદમાં કોલંબિયા બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.

Advertisment

અલ્બિંદર ઢીંડસા એ અગાઉ કોલંબિયા બિઝનેસ સ્કૂલમાં તેમના સમયને રચનાત્મક તબક્કો તરીકે વર્ણવ્યો હતો. આ પ્રોગ્રામે તેમને ગ્લોબલ બિઝનેસ, ઉદ્યોગસાહસિકતા અને નેતૃત્વની દ્રષ્ટિથી પરિચય કરાવ્યો. આ સમય દરમિયાન, તેમણે યુબીએસ ઇન્વેસ્ટમેન્ટ બેંકમાં એસોસિએટ તરીકે પણ થોડા સમય માટે કામ કર્યું, જ્યાં તેમણે નાણાકીય બજારો અને કોર્પોરેટ વ્યૂહરચનાનો અનુભવ મેળવ્યો હતો.

સ્ટાર્ટઅપ અનુભવ, ઓપરેશનલ એક્ઝેક્યુશન અને વ્યૂહાત્મક ગ્રાઉન્ડિંગના સંયોજનથી હવે અલ્બિંદર ઢીંડસાના નેતૃત્વને આકાર મળવાની અપેક્ષા છે, કારણ કે તે એવા સમયે ઇટરનલ લિમિટેડની જવાબદારી સંભાળી રહ્યા છે જ્યારે ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ સેગમેન્ટમાં સ્પર્ધા સતત વધી રહી છે.

2022માં ઝોમેટો એ બ્લિંકિન્ટ ખરીદ્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝોમેટો એ 2022માં બ્લિંકિન્ટને લગભગ 568 મિલિયન ડોલરમાં હસ્તગત કરી હતી. દીપિન્દર ગોયલે પોતે એક જૂના ઇન્ટરવ્યૂમાં કબૂલ્યું હતું કે, આ એક્વિઝિશન સરળ નહોતું અને એક સમય એવો આવ્યો જ્યારે તેમણે અલ્બિંદર ઢીંડસાને બ્લિંકિટમાંથી દૂર કરવાનો વિચાર પણ કર્યો હતો, પરંતુ આજે બ્લિંકિટ ઈટરનલ ગ્રૂપનો સૌથી મજબૂત વ્યવસાય બની ગયો છે.

અલ્બિંદર ઢીંડસા ઇટરનલના CEO બન્યા

અલ્બિંદર ઢીંડસા હવે સમગ્ર ઇનરનલ ગ્રૂપની જવાબદારી સંભાળશે, જેમાં ઝોમેટોના મુખ્ય ફૂડ ડિલિવરી બિઝનેસ અને બ્લિંકિટના ઝડપથી વિકસતા ક્વિક-કોમર્સ ઓપરેશન્સનો સમાવેશ થાય છે. તેમનો ઉદય એ જૂથમાં બ્લિંકિટના વધતા મહત્વ અને વૃદ્ધિના મુખ્ય ચાલક તરીકેની તેની ભૂમિકાનું પ્રતિબિંબ છે.

આ નિમણૂક અલ્બિંદર ઢીંડસા પરના મજબૂત વિશ્વાસનો સંકેત પણ આપે છે, જે ઝોમેટો એ બ્લિંકિટને 568 મિલિયન ડોલરમાં ખરીદ્યા પછી 2022માં જૂથમાં જોડાયા હતા. તે સમયે, એક્વિઝિશનના પડકારોએ મર્જ કરેલી કંપનીમાં નેતૃત્વની ગોઠવણી અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા.

દીપિન્દર ગોયલે ઝોમેટા માંથી રાજીનામું કેમ આપ્યું?

દીપિન્દર ગોયલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ નિર્ણય તેમના વિચારોને કારણે છે, જેમાં ઘણા જોખમ અને નવા પ્રકારના પ્રયોગો શામેલ છે. તેમનું માનવું છે કે આવા વિચારો ઇટરનલની વ્યવસાયિક વ્યૂહરચના અને જોખમ માળખામાં બંધબેસતા નથી, જેના કારણે લિસ્ટેડ કંપનીના દાયરામાં તેમને અનુસરવું યોગ્ય રહેશે નહીં. ’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમની પાસે બંને કાર્યો સંભાળવાની ક્ષમતા હોવા છતાં ભારતમાં જાહેર કંપનીના સીઈઓ સાથે સંકળાયેલી કાનૂની અને અન્ય જવાબદારીઓ એટલી ભારે છે કે તેના પર સંપૂર્ણ ધ્યાન આપવું જરૂરી છે.

અલ્બિંદર ઢીંડસા પાસે કેટલી સંપત્તિ છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇટરનલના નવા સીઈઓ અલ્બિંદર ઢીંડસાની અંદાજિત નેટવર્થ આશરે 1.1 અબજ ડોલર છે. ભારતીય ચલણમાં તે લગભગ 10,000 કરોડ રૂપિયા છે. તો ઇટરનલના પૂર્વ સીઇઓ દીપિન્દર ગોયલની વાત કરીએ તો ફોર્બ્સના ડેટા અનુસાર તેમની નેટવર્થ 1.7 અબજ ડોલર (ભારતીય ચલણમાં 15 હજાર કરોડ રૂપિયાથી વધુ) છે.

શેર બજાર બિઝનેસ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!