Amazon Great Freedom Festival Sale Live: એમેઝોન સેલ, 5,999 રુપિયામાં મળી રહ્યું છે Smart TV, જાણો ટોપ ડિલ્સ

એમેઝોન ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ સેલ 2025 લાઈવ : એમેઝોન ગ્રેટ ફેસ્ટિવલ સેલ શરૂ થઈ ગયો છે. આ સેલમાં સ્માર્ટ ટીવી, સ્માર્ટફોન, લેપટોપ, ફ્રિજ, ટીવી અને વોશિંગ મશીન જેવી પ્રોડક્ટ બમ્પર ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી છે

એમેઝોન ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ સેલ 2025 લાઈવ : એમેઝોન ગ્રેટ ફેસ્ટિવલ સેલ શરૂ થઈ ગયો છે. આ સેલમાં સ્માર્ટ ટીવી, સ્માર્ટફોન, લેપટોપ, ફ્રિજ, ટીવી અને વોશિંગ મશીન જેવી પ્રોડક્ટ બમ્પર ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
એમેઝોન ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ 2025 ગુજરાતીમાં લાઇવ, એમેઝોન ગ્રેટ ફેસ્ટિવલ સેલ, Amazon Great Freedom Festival Sale

Amazon Great Freedom Festival Sale Live : એમેઝોન ગ્રેટ ફેસ્ટિવલ સેલ શરૂ

Amazon Great Freedom Festival 2025 Live Now: એમેઝોન ગ્રેટ ફેસ્ટિવલ સેલ શરૂ થઈ ગયો છે. ગઈકાલ એટલે કે 31 જુલાઈ 2025થી પ્રાઈમ મેમ્બર્સ માટે શરૂ થયેલા આ સેલમાં સ્માર્ટ ટીવી, સ્માર્ટફોન, લેપટોપ, ફ્રિજ, ટીવી અને વોશિંગ મશીન જેવી પ્રોડક્ટ બમ્પર ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જો તમે નવું સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો પરંતુ તમારું બજેટ ઓછું છે તો આ સેલમાં એક મોટી તક છે. ઇ-કોમર્સ સાઇટે આ સેલમાં Kodak, Blaupunkt અને Thomson જેવી બ્રાન્ડના ટીવી 5,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ કરાવ્યા છે.

Advertisment

ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ સેલમાં જિયો સાથે ભાગીદારીમાં લોન્ચ કરવામાં આવેલા JioTele OS સાથેનું પહેલું 43 ઇંચનું કોડાક ટીવી 18,999 રૂપિયાની ખાસ કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

કોડાક સ્પેશિયલ એડિશન સિરીઝ

Kodak Special Edition Series માં 24 ઇંચ, 32 ઇંચ, 40 ઇંચ અને 43 ઇંચની સ્ક્રીનવાળા સ્માર્ટ ટીવીને સેલમાં આકર્ષક ઓફર્સ સાથે વેચવામાં આવી રહ્યા છે. 24 ઇંચની સ્ક્રીનવાળા સ્માર્ટ ટીવીને 5,999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ખરીદી શકાય છે. આ ટીવીમાં બેઝલ-લેસ ડિઝાઇન અને YouTube, Sony Liv, Prime Video અને Zee5 જેવા બિલ્ટ-ઇન એપ્લિકેશન્સ આપવામાં આવી છે.

Kodak 9XPRO series ને Android 11OS મળે છે. જ્યારે 32 ઇંચ, 40 ઇંચ, 42 ઇંચ અને 43 ઇંચના એચડી રેડી મોડેલ્સ 9,999 રૂપિયાની પ્રારંભિક કિંમત સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ટીવીમાં Realtek Processor, Dolby Digital Plus અને બિલ્ટ ઇન Netflix, Google Assistant, Chromecast આપવામાં આવ્યા છે.

Advertisment

65 ઇંચનું મેટ્રિક્સ QLED TV

કોડાકના હાઈ પરફોર્મન્સ 65 ઈંચના Matrix QLED TV ને સેલમાં 41,999 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. 43 ઇંચના સ્ક્રીનવાળા ટીવીની કિંમત 20,999 રૂપિયા, 50 ઇંચની સ્ક્રીનવાળા ટીવીની કિંમત 24,999 રૂપિયા અને 55 ઇંચના મોટા ટીવીની કિંમત 29,499 રૂપિયા છે.

કોડાકના આ સ્માર્ટ ટીવીમાં QLED વિઝ્યુઅલ્સ અને 48W ડોલ્બી પાવર્ડ સાઉન્ડ છે. ગૂગલ ટીવીની સાથે જ આકર્ષક બોડીવાળા કોડાક મેટ્રિક્સ સ્માર્ટ ટીવીને લોન્ચ કરવામાં આવ્યું છે. બિલ્ટ-ઇન ક્રોમકાસ્ટ, વોઇસ કંટ્રોલ અને 10000 થી વધુ એપ્લિકેશન્સની એક્સેસ પણ ઉપલબ્ધ હશે.

Thomson Android TV Series પણ અલ્ટ્રા હાઇ ડેફિનેશન રિઝોલ્યુશન અને એચડીઆર10 સાથે સેલમાં લોન્ચ કરવામાં આવી છે. 40W સાઉન્ડ આઉટપુટ અને ડોલ્બી એમએસ 12 સાથે આવતા, આ ટીવીને ડોલ્બી ડિજિટલ પ્લસ અને ડીટીએસ ટ્રુસુરાઉન્ડ મળે છે જે પરફેક્ટ ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે. ગૂગલ ટીવી સપોર્ટવાળા આ સ્માર્ટ ટીવીમાં ઇન-બિલ્ટ ક્રોમકાસ્ટ અને એરપ્લે જેવા ફીચર્સ છે. ટીવી સાથે આવતા રિમોટમાં વોઇસ સર્ચ માટે ગૂગલ આસિસ્ટન્ટ, નેટફ્લિક્સ, યુટ્યુબ અને ગૂગલ પ્લે માટે અલગ બટન આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો - વનપ્લસનો ધમાકેદાર સેલ શરુ, વનપ્લસ નોર્ડ 5, વનપ્લસ નોર્ડ CE5 અને OnePlus 13 Series પર ભારે છૂટ

આ ઉપરાંત Blaupunkt Smart TV ને પણ આકર્ષક ઓફર્સ સાથે સેલમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. 55 ઇંચ અને 65 ઇંચની મોટી સ્ક્રીન વેરિઅન્ટમાં 4 સ્પીકર્સ છે જે 70W આઉટપુટ આપે છે. 50 ઇંચના આ મોડલમાં 50W સાઉન્ડ આઉટપુટ સાથે 2 સ્પીકર આપવામાં આવ્યા છે. જ્યારે 75 ઇંચના ટીવી મોડલને 69,999 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે.

થોમસન ટીવી 24 આલ્ફા 001 મોડલને ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ સેલમાં 5,899 રૂપિયામાં ખરીદી શકાય છે. Thomson Tv 24AlphaQ001 મોડલને 5,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

4K ડિસ્પ્લે સાથે આવનાર THOMSON Google TVs માં HDR10+ સપોર્ટ, Dolby Atmos, Dolby Digital Plus, TruSurround, 40W Dolby Audio Stereo Box Speakers, 2GB RAM, 16GB ROM, ડ્યુઅલ બેન્ડ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. થોમસનના આ QLED TV ને HDR10+, Dolby Atmos, Dolby Digital Plus, DTS TruSurround, બેઝલ લેસ ડિઝાઇન, 40W Dolby Audio Stereo Box Speaker, 2GB રેમ, 16GB સ્ટોરેજ, ડ્યુએલ બેન્ડ, Google TV ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

TH75QDMini1044 Thomson TVને 95,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. જ્યારે TH65QDMini1022 સ્માર્ટ ટીવીની કિંમત 64,999 રૂપિયા છે.

ટેકનોલોજી બિઝનેસ