Amazon Great Indian Festival Sale: એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024 સેલ 27 સપ્ટેમ્બરથી શરૂ, આઈફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો ડીલ ઓફર

Amazon Great Indian Festival 2024: એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024 સેલ 27 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યું છે. આ ઓનલાઇન સેલમાં આઈફોન પર અત્યાર સુધીની સૌથી મોટા ડિસ્કાઉન્ટ સહિત ઘણી આકર્ષક ડીલ ઓફર મળવાની છે.

Amazon Great Indian Festival 2024: એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024 સેલ 27 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યું છે. આ ઓનલાઇન સેલમાં આઈફોન પર અત્યાર સુધીની સૌથી મોટા ડિસ્કાઉન્ટ સહિત ઘણી આકર્ષક ડીલ ઓફર મળવાની છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Amazon Great Indian Festival Sale | Amazon Sale

Amazon Great Indian Festival Sale: એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 27 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. (Photo: Amazon)

Amazon Great Indian Festival Sale Contest: એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024 ના સેલની તારીખ આખરે જાહેર થઇ ગઇ છે. તહેવારોની સીઝનમાં દર વર્ષે યોજાતા આ સેલમાં ગ્રાહકોને ગેજેટ્સ, સ્માર્ટફોન, લેપટોપ, હોમ એપ્લાયન્સીસ, ફર્નિચર, કિચન એપ્લાયન્સીસ અને ફેશન સહિત અનેક કેટેગરીની પ્રોડક્ટ પર ભારે ડિસ્કાઉન્ટ મળે છે. તમને જણાવી દઈએ કે દર વખતે ઈ-કોમર્સ વેબસાઈટનું આ સેલ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં શરૂ થાય છે. આ વખતે પણ ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને પ્લસ મેમ્બર્સ 26 સપ્ટેમ્બરથી સેલમાં ડિસ્કાઉન્ટ પર સામાન ખરીદી શકશે. ટેક જાયન્ટે વેચાણની તારીખ તેમજ અમુક પ્રોડક્ટો પર ઉપલબ્ધ ડીલ અને ડિસ્કાઉન્ટ વિશે ખુલાસો કર્યો છે.

Advertisment

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024: એપલ અને સેમસંગ પ્રોડક્ટ્સ પર બમ્પર ઓફર્સ

એમેઝોનની ઓફિશિયલ વેબસાઇટ પર શેર કરવામાં આવેલા ટીઝર અનુસાર, આ વર્ષે ઇલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ પર 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત 45 ટકા સુધીના ડિસ્કાઉન્ટ પર પણ લેપટોપ ખરીદી શકાય છે.

અમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલને એસબીઆઇ કાર્ડ અને એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપને ઘણો લાભ મળશે. ઓનલાઇન સેલમાં એપલ, સેમસંગ, ડેલ, અમેઝફિટ, સોની અને શાઓમી જેવી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સને ભારે ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવશે. ફાયર ટીવી, એલેક્સા અને કિન્ડલને પણ ડિસ્કાઉન્ટેડ સેલમાં ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી અપેક્ષા છે.

Advertisment

Apple iPhone Biggest Discount : એપલ આઇફોન પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ

એપલના પ્રોડક્ટ્સને હંમેશા દિવાળીના મોકા પર યોજાતા ઓનલાઇન સેલમાં બમ્પર ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવી છે. આ સેલમાં આઇફોન 13 વેરિયન્ટ 39999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવશે. એસબીઆઈ કાર્ડ યુઝર્સને સેલમાં 2500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ઉપરાંત જૂનો ફોન એક્સચેન્જ કરવા પર 3500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. એમેઝોન પ્રાઇમ મેમ્બર્સ સેલ શરૂ થવાના એક દિવસ પહેલા સેલની એક્સેસ મેળવી શકે છે.

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં અન્ય મોટા ફાયદા

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં આઇફોન, લેપટોપ અને હોમ એપ્લાયન્સીસ ઉપરાંત એમેઝોન પ્રાઇમ મેમ્બર્સને પણ બીજા ઘણા ફાયદા મળશે. પ્રાઇમ મેમ્બર્સ સેલમાં નો-કોસ્ટ ઇએમઆઇ અને એક્સ્ટ્રા કેશબેક ઓફરનો લાભ લઇ શકશે.

જો તમારી પાસે એસબીઆઈ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ છે, તો તમે સેલમાં શોપિંગ કરવા પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ઈ-કોમર્સ કંપનીએ આ વખતે સરકારી બેંક સાથે ભાગીદારી કરી છે. આ સિવાય પે-લેટર અને એમેઝોન પે બેઝ્ડ પેમેન્ટ સાથે સેલમાં આકર્ષક ઓફર અને ડિસ્કાઉન્ટ મળશે.

સ્માર્ટફોન બિઝનેસ