Amazon Prime Day 2023 Sale India : સૌથી મોટા સેલનું એલાન, આઇફોન, વનપ્લસ, સેમસંગના સ્માર્ટફોન પર બંપર ઓફર

Amazon Prime Day 2023 Sale India : એમેઝોન પર 15-16 જુલાઈ દરમિયાન પ્રાઇમ ડે 2023 સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેલમાં ટોપ-બ્રાન્ડ અને નાની કંપનીઓના હજારો પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Amazon Prime Day 2023 Sale India : એમેઝોન પર 15-16 જુલાઈ દરમિયાન પ્રાઇમ ડે 2023 સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેલમાં ટોપ-બ્રાન્ડ અને નાની કંપનીઓના હજારો પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Amazon Prime Day 2023 Sale India | apple | oneplus | Business News Today

એમેઝોન પ્રાઇમ ડે 2023 સેલ

Amazon Prime Day 2023 Sale India : આખરે એમેઝોન પ્રાઇમ ડે 2023ના સેલનું એલાન થઇ ગયું છે. એમેઝોન પર 15-16 જુલાઈ દરમિયાન પ્રાઇમ ડે 2023 સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેલમાં ટોપ-બ્રાન્ડ અને નાની કંપનીઓના હજારો પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમે આ સેલમાં ઈલેક્ટ્રોનિક્સ, સ્માર્ટફોન, ગેજેટ્સ, ફેશન, બ્યુટી, હોમ અને અન્ય પ્રોડક્ટ્સ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ એક મોટી તક છે.

Advertisment

આ સેલમાં પ્રથમવાર iQOO Neo 7 Pro, OnePlus Nord 3, Realme Narzo 60 સિરીઝ પ્રાઇમ ડે વેચાણ માટે ઉપલબ્ધ છે. Amazon Prime Day 2023 સેલમાં OnePlus, IQ, Samsung, Redmi અને Realme જેવા બ્રાન્ડેડ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ મળશે. આ ફોન 5,999 રૂપિયાની પ્રારંભિક કિંમત સાથે ઉપલબ્ધ છે. આ સિવાય 40 ટકા સુધીના ડિસ્કાઉન્ટ પર સ્માર્ટફોન લઈ શકાય છે.

સ્માર્ટ ફોન પર બેસ્ટ ઓફર

IPhone 13 સ્માર્ટફોન પર પણ સારું એવું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. IPhone 13 69,990 રૂપિયાના બદલે 57,999માં પડશે. જ્યારે લેટેસ્ટ આઇફોન 14 79,990 રૂપિયાના બદલે 66,499 ઉપલબ્ધ છે. આ સિવાય IQ 9 Pro 5G સ્માર્ટફોનને 44,900 રૂપિયાની જગ્યાએ 42,990 રૂપિયામાં પ્રાપ્ય છે. તે જ સમયે, IQ 9T 5G સ્માર્ટફોન 54,999 રૂપિયાની જગ્યાએ 40,049 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. આમ આઇફોન સાથે અન્ય બ્રાન્ડના મોબાઇલ પર પણ સારું એવું ડિસ્કાઉન્ટ પર મળી રહ્યું છે. તેથી જો તમે હજુ વિચાર કરતા હોય લેવું કે ના લેવું હોય તો ઉતાવળ રાખજો. કારણ કે આ સેલ માત્ર બે દિવસ 15 અને 16 જૂલાઇ પૂરતો જ છે.

એમેઝોને પ્રાઇમ ડે 2023 સેલ માટે બે મોટી બેંકો સાથે ભાગીદારી કરી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર ગ્રાહકો 10 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. જ્યારે
ICICI બેંક ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ રહેશે.

Advertisment

આ પણ વાંચો : Adani Enterprises: હિંડનબર્ગ વિવાદ બાદ અદાણી એન્ટરપ્રાઇસે પહેલીવાર બોન્ડ વેચી 1250 કરોડ ઉભા કર્યા

ગ્રાહકો પ્રાઇમ ડે સેલમાં રૂ. 5000 સુધીનું કેશબેક પણ મેળવી શકે છે. આ સિવાય સેલમાં કેટલીક પ્રોડક્ટ્સ પર 45 ટકા ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે. જો તમારી પાસે Amazon Pay ICICI બેંક ક્રેડિટ કાર્ડ છે, તો તમને 5 ટકાની છૂટ સાથે 5 ટકા કેશબેક મળશે. આ સિવાય 2500 રૂપિયાના રિવોર્ડ પણ મળશે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ