Amazon Prime Day Sale 2024 : એમેઝોને તેના પ્રાઇમ ડે સેલની નવી સિઝનની જાહેરાત કરી છે. પ્રાઇમ ડે સેલ 20 જુલાઇથી શરુ થશે અને 21 જુલાઇ સુધી ચાલશે. ઇ-કોમર્સ પ્લેટફોર્મે માહિતી આપી હતી કે આ સેલમાં આઇક્યુ, બજાજ, એગ્રો, ક્રોમ્પટન, સોની, ફોસિલ, મોટોરોલા અને બોટ જેવી બ્રાન્ડની ઘણી પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
હાલ એમેઝોને આગામી પ્રાઇમ ડે સેલમાં મળનારી ડીલનો ખુલાસો કર્યો નથી. કંપનીએ કહ્યું છે કે સેલમાં મળનારી પ્રોડક્ટ્સ પરની ડીલનો ખુલાસો ટૂંક સમયમાં કરવામાં આવશે. જોકે પ્રાઇમ સેલમાં મળનાર ડિલ્સનો લાભ લેવા માટે યુઝર પાસે પ્રાઇમ સબ્સ્ક્રિપ્શન હોવું જરૂરી છે.
જણાવી દઈએ કે ગયા વર્ષે પ્રાઈમ ડે સેલ દેશમાં કંપની માટે અત્યાર સુધીનું સૌથી મોટું સેલ સાબિત થયું હતું. 2022ની સરખામણીએ 14 ટકા વધુ પ્રાઇમ મેમ્બર્સે હજારો પ્રોડક્ટ પર ડીલ્સનો ફાયદો ઉઠાવ્યો હતો.
5 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાભ પણ મળશે
પ્રાઇમ ડે 2024માં આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ/ડેબિટ કાર્ડ અને એસબીઆઈ ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સ અને ઇએમઆઈ ટ્રાન્ઝેક્શન દ્વારા કરવામાં આવેલી ખરીદી પર 10 ટકાની છૂટ મળશે. આ ઉપરાંત તમામ ગ્રાહકો શોપિંગ પર 5 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાભ પણ લઈ શકશે.
આ પણ વાંચો – 10,000 થી ઓછી કિંમતમાં Realme C61 ની ભારતમાં એન્ટ્રી, 5000mAh બેટરી અને 128GB સ્ટોરેજ
પ્રાઇમ મેમ્બર્સ એમેઝોન પે આઇસીઆઇસીઆઇ બેંકના ક્રેડિટ કાર્ડ માટે સાઇન અપ કરીને 2500 રૂપિયા સુધીના વેલકમ રિવોર્ડ મેળવી શકે છે. તેમા 300 રૂપિયાનું કેશબેક અને 2000 રૂપિયા રિવોર્ડ તરીકે મળશે. આ સિવાય નોન પ્રાઈમ મેમ્બર્સને આ કાર્ડ લેવા પર 1800 રૂપિયાનું રિવોર્ડ અને 200 રૂપિયાનું કેશબેક અને 3 મહિનાનું પ્રાઈમ મેમ્બરશિપ મળી શકે છે.
તમને જણાવી દઈએ કે એમેઝોન તેના ગ્રાહકો માટે 1 મહિનાથી લઈને એક વર્ષ સુધીની વેલિડિટીવાળા પ્રાઈમ સબ્સક્રિપ્શન પ્લાન્સ આપે છે. એમેઝોન મેમ્બરશિપ પ્લાનનો 299 રૂપિયાવાળો પ્લાન 1 મહિના, 599 રૂપિયાવાળા પ્લાન 3 મહિના અને 1499 રૂપિયા વાર્ષિક વેલિડિટી સાથે આવે છે. એમેઝોન પ્રાઇમ લાઇટ સબ્સ્ક્રિપ્શન 799 રૂપિયામાં અને પ્રાઇમ શોપિંગ એડિશન પ્લાન 399 રૂપિયામાં લઈ શકાય છે.





