અદાણી પરિવારે આ ગ્રૂપ કંપનીમાં કર્યું 6661 કરોડનું રોકાણ, શેર એક વર્ષમાં 71 ટકા વધ્યો

Ambuja Cements share Jumps After Adani Family Investment : અદાણી ગ્રૂપ દ્વારા 2022માં બે કંપનીમાં અંકુશાત્મક હિસ્સો હસ્તગત કરવામાં આવ્યો હતો. નવા પ્રમોટર્સે ત્યારબાદથી અત્યાર સુધીમાં 11661 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

Ambuja Cements share Jumps After Adani Family Investment : અદાણી ગ્રૂપ દ્વારા 2022માં બે કંપનીમાં અંકુશાત્મક હિસ્સો હસ્તગત કરવામાં આવ્યો હતો. નવા પ્રમોટર્સે ત્યારબાદથી અત્યાર સુધીમાં 11661 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ambuja cements | ambuja cements share | ambuja cements price | adani group | adani ambuja cements | adani group companies | ambuja cements logo | adani group logo

અંબુજા સિમેન્ટમાં અદાણી ગ્રૂપે સપ્ટેમ્બર 2022માં અંકુશાત્મક હિસ્સો ખરીદ્યો હતો. (Photo - www.ambujacement.com/ File Photo)

Ambuja Cements share Jumps After Adani Family Investment : અદાણી ગ્રૂપની માલિકી કંપની અંબુજા સિમેન્ટના શેરમાં બે ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. અંબુજા સિમન્ટનો શેર 617 રૂપિયાની ઈન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. આ તેજીનું કારણ સિમેન્ટ કંપનીમાં અદાણી પરિવાર દ્વારા જંગી મૂડીરોકાણ છે.

અદાણી પરિવારનું અંબુજા સિમેન્ટમાં 6661 કરોડનું રોકાણ

અદાણી પરિવાર દ્વારા અંબુજા સિમેન્ટમાં 6661 કરોડ રૂપિયાનું નવું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. આ સાથે અદાણી પરિવારની અંબુજા સિમેન્ટમાં હિસ્સેદારી 3.6 ટકા વધીને 66.7 ટકા થઇ છે. અગાઉ અદાણી પરિવારે ઓક્ટોબર 2022માં અંબુજા સિમેન્ટમાં 5000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

અંબુજા સિમેન્ટનો શેર વર્ષમાં 71 ટકા વધ્યો

અંબુજા સિમેન્ટના શેરમાં રોકાણકારોને એકંદરે સારું રિટર્ન મળ્યું છે. વર્ષ 2023-24ના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં અંબુજાનો શેર 1.76 ટકા વધી 612 રૂપિયા બંધ થયો હતો. આ સાથે કંપનીની માર્કેટકેપ 1,21,581 કરોડ રૂપિયા થઇ હતી. 5 માર્ચ, 2024ના રોજ આ શેર 624 રૂપિયાની વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. તો વર્ષનો સૌથી નીચો ભાવ 29 માર્ચ, 2003ના રોજ 358 રૂપિયા બોલાયો હતો. આમ નાણાંકીય વર્ષ 2023-24 દરમિયાન અંબુજા સિમેન્ટના શેરમાં રોકાણકારોને 71 ટકા રિટર્ન મળ્યું છે.

આ પણ વાંચો | શેરબજારમાં ટી+0 સેટલમેન્ટ 28 માર્ચથી શરૂ, બીએસઇ એ 25 સ્ટોકની યાદી જાહેર કરી; જાણો તમને કેવી રીતે ફાયદો થશે

અદાણી ગ્રૂપે 2022માં બે સિમેન્ટ કંપનીમાં હિસ્સો ખરીદ્યો

ગૌતમ અદાણી ના બિઝનેસ ગ્રૂપે સપ્ટેમ્બર 2022માં હોલસીમ પાસેથી અંબુજા સિમેન્ટ અને એસીસી લિમિટેડમાં બહુમતિ હિસ્સો ખરીદ્યો હતો. ઉપરોક્ત બંને કંપની ભારતીય શેરબજાર માં લિસ્ટેડ છે. હોલસીમ પાસેથી હિસ્સો ખરીદ્યા બાદ પ્રમોટર્સે અંબુજા સિમેન્ટમાં અત્યાર સુધીમાં 11661 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. અદાણી પરિવારના નવા મૂડીરોકાણથી કંપનીને વર્ષ 2028 સુધીમાં વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વધારીને 14 કરોડ ટન સુધી લઇ જવામાં મદદ મળશે.

Advertisment
બિઝનેસ gautam adani શેર બજાર