/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/america-recession.jpg)
JP Morgan Warning Recession In America: અમેરિકામાં મંદીનું જોખમ વધવાની જેપી મોર્ગને ચેતવણી આપી છે. (Photo: Freepik)
US Recession JP Morgan Warning: અમેરિકામાં મંદી છવાશે એવી આશંકા વધી રહી છે. રોઇટર્સના એક રિપોર્ટમાં જેપી મોર્ગનના ચીફ ઇકોનોમિસ્ટ બ્રૂસ કેસમેનના હવાલાથી આ વાત કહેવામાં આવી છે. રિપોર્ટ મુજબ જેપી મોર્ગનના અધિકારીએ આગાહી કરી છે કે, અમેરિકામાં મંદીની સંભાવના 40 ટકા થઇ ગઇ છે. બ્રૂસે વર્ષની શરૂઆતમાં યુએસ ઇકોનોમીમાં મંદીની સંભાવના 30 ટકા વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે ચેતવણી આપી છે કે પરિસ્થિતિ નહીં સુધરે તો એસેટ્સ રોકાણકારોમાં અમેરિકા આકર્ષણ ગુમાવી શકે છે. આવી સ્થિતિમાં અમેરિકા પ્રત્યે રોકાણકારોમાં વિશ્વાસ ઘટતા યુએસ ઇકોનોમીની મુશ્કેલી વધી શકે છે.
અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેંકના ચીફ ગ્લોબલ ઇકોનોમિસ્ટે કહ્યું કે, આપણે હાલ જે સ્થિતિમાં છીએ ત્યાં અમેરિકાના અર્થતંત્ર વિશે ચિંતાઓ ઘણી વધી ગઇ છે. તેમણે ઉમેર્યું કે, અમેરિકાના ઇકોનોમિક ગ્રોથના અનુમાનમાં કોઇ ફેરફાર કરાયો નથી પરંતુ હાલ 40 ટકા સંભાવના છે કે અમેરિકાની અર્થવ્યવસ્થા મંદી તરફ ધકેલાઇ રહી છે. જેપી મોર્ગને અમેરિકાની અર્થવ્યવસ્થા ચાલુ વર્ષે 2 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવી આગાહી કરી છે.
તેમણે જણાવ્યું છે કે, જો યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ મુદ્દા પર પોતાનું વલણ યથાવત રાખે છે અને એપ્રિલમાં પણ આ પ્રકારના નવા નિર્ણયો લેશે તો મંદીની આશંકા વધીને 50 ટકા સુધી પહોંચી શકે છે. તેમના મતે જો આ સિલસિલો ચાલુ રહેશે તો વેપાર ધંધા કરવામાં મુશ્કેલી વધશે અને મંદીનું જોખમ વધી જશે.
આ અગાઉ રોઇટર્સ દ્વારા કેનેડા, મેક્સિકો અને અમેરિકાના અર્થશાસ્ત્રીઓ વચ્ચે કરાયેલા સર્વેમાં 95 ટકા એ માનયું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ સંબંધિત નિર્ણયોથી તેમની અર્થવ્યવસ્થા પર મંદીનો ખતરો વધી ગયો છે. એટલું જ નહીં ગોલ્કમેન સાશ અને મોર્ગન સ્ટેનલી એ પાછલા સપ્તાહે ચાલુ વર્ષ માટે પોતાના યુએસ જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડીને અનુક્રમે 1.7 ટકા અને 1.5 ટકા કર્યો હતો.
ભારત પર મંદીની શું અસર થશે?
2008ની અમેરિકાની મંદીથી સમગ્ર દુનિયાનું અર્થતંત્ર હચમચી ગયું હતું, જો કે ભારત પર તે સમય વધારે અસર થઇ ન હતી. જો કે હાલની અમેરિકાની મંદીની સૌથી વધુ અસર ભારતની આયાત નિકાસ પર પડી શકે છે. સાથે જ ભારત અને અમેરિકામાં જ્યાં ભારતીયો નોકરી કરે છે, તેમણે છંટણીનો સામનો કરો પડી શકે છે.
ભારતીય રોકાણકારોને આ વખતે મોટી અસર થઇ શકે છે, કારણ કે ભારતમાં પણ મોટી સંખ્યામાં લોકો શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે. ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો થઇ શકે છે. નોંધનિય છે કે, છેલ્લા 6 મહિનામાં ભારતીય શેરબજાર સેન્સેક્સ 6 ટકા તૂટ્યો છે. ઉપરાંત નિકાસ પર નિર્ભર ભારતના આઈટી અને ફાર્મા જેવા ઉદ્યોગોએ મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us