બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની વાત કરવામાં આવે તો તેમનો પ્રખ્યાત શો કૌન બનેગા કરોડપતિ હંમેશા ચર્ચામાં રહે છે. કહેવાય છે કે આ ટીવી શોએ અમિતાભ બચ્ચનની ડૂબતા સ્ટારને એક નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે. આ ટીવી શોને હોસ્ટ કરનાર અમિતાભ બચ્ચન લોકોને કરોડપતિ બનવાની તક આપે છે. પરંતુ શું તમે જાણો છો, શેરબજારમાં અમિતાભ બચ્ચનનું નામ કરોડપતિ સ્ટોક સાથે જોડાયેલું છે. સ્મોલકેપ વાયર મેન્યુફેક્ચરિંગ કંપની ડીપી વાયર્સનો શેર બચ્ચનની મલ્ટિબેગર સ્ટોક સાબિત થઈ છે. બચ્ચને ઓક્ટોબર 2017માં આ કંપનીના શેર ખરીદ્યા હતા અને ત્યારબાદથી તેની પ્રાઇસમાં 5.5 ગણો વધારો થયો ણી છે.
અમિતાભ બચ્ચને 500 ટકા રિટર્ન મળ્યું
ટ્રેન્ડલાઇન પર આપેલી શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, અમિતાભ હરિવંશ રાય બચ્ચને ઓક્ટોબર 2017માં ડીપી વાયર્સમાં 2.45 ટકા હિસ્સો ખરીદ્યો હતો, ત્યારે કંપનીના એક શેરની કિંમત 71 રૂપિયાની આસપાસ હતી. ત્યારબાદથી અત્યાર સુધીમાં આ કંપનીના શેરની કિંમત 456 ટકા વધીને 397 રૂપિયા થઇ ગઇ છે. છેલ્લા ટ્રેડિંગમાં શેર 400 રૂપિયાની સપાટીને કુદાવીને 423 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. એટલે કે, જો આપણે છેલ્લા ટ્રેડિંગ સેશનના ઉંચા લેવલની વાત કરીએ તો, અમિતાભ બચ્ચનને લગભગ 6 ગણું અથવા 490 ટકા જેટલું રિટર્ન મળ્યું છે. આ કંપનીનો સૌથી ઉંચો ભાવ 503 રૂપિયા છે.
5 વર્ષમાં એક પણ શેર વેચ્યો નહીં
અમિતાભ બચ્ચને ઓક્ટોબર 2017માં ડીપી વાયર કંપનીના 3,32,800 શેર ખરીદ્યા. આજે પણ તેઓ આ કંપનીમા 2.45 ટકા શેર હોલ્ડિંગ ધરાવે છે. આ કંપનીમાં રોકાણ કર્યાના 5 વર્ષ બાદ પણ તેમણે એક પણ શેર વેચ્યો નથી. આજે તેમની પાસે રહેલા આ કંપનીના શેરનું કુલ મૂલ્ય 399 કરોડ રૂપિયા છે.
કંપનીના શેરહોલ્ડિંગની પેટર્ન
પ્રમોટર્સ શેરહોલ્ડિંગઃ 70.41 ટકા
પબ્લિક શેરહોલ્ડિંગઃ 29.59 ટકા
કંપની શું બિઝનેસ કરે છે
મધ્યપ્રદેશ સ્થિત ડીપી વાયર્સ સ્ટીલના વાયર અને પ્લાસ્ટિક ફિલ્મનું મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય કરે છે, જે ઓઇલ અને ગેસ, પાવર, પર્યાવરણ, સિવિલ, એનર્જી, ઓટોમોબાઈલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યરત છે. કંપની દ્વારા ઉત્પાદિત પ્લાસ્ટિક પ્રોડક્ટનો ઉપયોગ કેનાલ લાઇનિંગ, લેન્ડફિલ, હાઇવે અને રોડના બાંધકામ, તળાવો, ટાંકીઓ, જળાશયો, ખાણકામ અને સોલ્યુશન્સ પોન્ડ્સમાં થાય છે.
કંપનીનું ચોખ્ખું વેચાણ નાણાકીય વર્ષ 2017માં રૂ. 195.38 કરોડથી 25.70 ટકા વધીને નાણાકીય વર્ષ 2022માં રૂ. 613.24 કરોડ થયું હતું. તેવી જ રીતે સમયગાળા દરમિયાન કંપનીના ચોખ્ખા નફામાં 42.05%ની CAGR વૃદ્ધિ જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન કંપનીનો નફો રૂ. 5.02 કરોડથી વધીને રૂ. 29.05 કરોડ થયો હતો. 31 ડિસેમ્બર, 2022 ના રોજ પૂરા થયેલા નવ મહિનામાં કંપનીનું ચોખ્ખું વેચાણ 90.54 ટકા વધીને રૂ. 828.67 કરોડ થયું છે.કંપનીની શેરદીઠ વાર્ષિક કમાણી પણ Q4FY19માં રૂ. 8.88 થી વધીને Q3FY23માં રૂ. 27.44 થઈ છે.