scorecardresearch

Amul milk price hike : અમૂલે દૂધના ભાવમાં ₹ 2નો ભાવ વધારો ઝીંક્યો, પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹ 20નો ભાવ વધારો ચૂકવાશે

amul milk price rise : ગુજરાતની સૌથી મોટી સહકારી દૂધ ડેરી અમુલ દ્વારા ફરીથી દૂધના ભાવમાં વધારો કર્યો છે. આમ છેલ્લા છ મહિનામાં અમૂલ દ્વારા દૂધના ભાવમાં બે વખત વધારો કર્યો છે.

amul milk price hike, amul milk price rise
અમૂલ દૂધના ભાવમાં વધારા

Amul Milk Price: ગુજરાત સહિત દેશની જનતા છાસવારે મોંઘવારીનો માર પડતો રહે છે ત્યારે ગુજરાતની નજતાને વધુ એક ફટકો પડ્યો છે. ગુજરાતની સૌથી મોટી સહકારી દૂધ ડેરી અમુલ દ્વારા ફરીથી દૂધના ભાવમાં વધારો કર્યો છે. આમ છેલ્લા છ મહિનામાં અમૂલ દ્વારા દૂધના ભાવમાં બે વખત વધારો કર્યો છે. દૂધના ભાવમાં વધારો થવાના કારણે સામાન્ય જનતા ઉપર મોંઘવારીનો વધારે માર પડશે.

અમૂલ દ્વારા દૂધની તમામ બ્રાન્ડ ઉપર બે રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દીધો છે. જેથી હવે અમૂલની તાજા, શક્તિ, ટી સ્પેશ્યલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ સ્ટ્રીમ, એ ટુ ગાયનું મિલ્ક, બફેલો મિલ્ક સહિતની બ્રાંડમાં સીધા 2 રૂપિયાનો વધારો કરી દેવાયો છે.

મળતી માહિતી પ્રમાણે અમૂલે કરેલા નવા ભાવ વધારા પ્રમાણે હવે પ્રતિ લિટર ₹ 64, અમૂલ શક્તિ ₹ 58 પ્રતિ લિટર અને અમૂલ તાઝા ₹ 52 પ્રતિ લિટરના ભાવે મળશે. આ સાથે બફેલો દૂધના ભાવમાં પ્રતિ લીટરે ₹4નો વધારો કરાયો છે. જે હવે ₹34 પ્રતિ 500 મી.લીના કિંમતને વેચાશે. અમલૂ ટી સ્પેશ્યલ પણ હવે ₹29ના બદલે ₹30 (500મિલી)માં વેચાશે. અમૂલ ડીટીએમ (સ્લીમ અને ટ્રીમ) દૂધ પણ ₹22થી વધીને ₹23 (500મિલી) થઈ ગયું છે.
પશુપાલકોને દૂધ ખરીદીમાં પણ વધારો

અમૂલે એક તરફ સામાન્ય લોકો ઉપર ભાવ વધારાનો બોઝો નાખ્યો છે તો બીજી તરફ પશુપાકોને મોટી રાહત આપી છે. ગઈકાલે અમૂલ ડેરી દ્વારા દૂધ ખરીદીમાં પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹ 20નો ભાવ વધારો ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલે હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹800થી વધીને ₹820 ચૂકવવામાં આવશે. આ સાથે દૂધ ભરતા સભાસદોને અકસ્માત વીમો પણ આપવાની જાહેરાત કરાઈ હતી.

Web Title: Amul milk price hike in all milk brand cattle rearers pay a price hike

Best of Express