Anant Ambani and Radhika Merchant wedding cost : ભારતના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. આ લગ્નમાં મુકેશ અંબાણી કોઈ કસર બાકી રાખવા માંગતા નથી. પ્રી-વેડિંગથી લઈને ક્રુઝ પાર્ટી સુધીના ઘણા મોટા ફંક્શનમાં હજારો કરોડ ખર્ચ્યા બાદ આખરે એ દિવસ આવી ગયો છે જ્યારે રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની નાની વહુ બનશે.
અનંત અને રાધિકાના લગ્નની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. મુકેશ અંબાણી આ લગ્નમાં કેટલા રૂપિયા ખર્ચ કરી રહ્યા છે તેની ચર્ચા દરેક જગ્યાએ થઇ રહી છે. હવે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે મુકેશ અંબાણી પોતાના નાના દીકરા અનંત અંબાણીના લગ્નમાં કેટલા રૂપિયા ખર્ચ કરી રહ્યા છે.
અનંત રાધિકા લગ્ન કાર્ડની કિંમત 7 લાખ રુપિયા
રિપોર્ટ પ્રમાણે અંબાણી પરિવાર દ્વારા મોકલવામાં આવી રહેલા લગ્નના કાર્ડની કિંમત 7 લાખ જણાવવામાં આવી રહી છે. આ પહેલા અંબાણીએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં 1000 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ ફંક્શનમાં ઘણા હોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા હતા.
આ સેરેમની જામનગરમાં થઈ હતી, જેમાં 350થી વધુ વિમાનો મહેમાનોને લઇને પહોંચ્યા હતા, આનો ખર્ચ પણ અંબાણીએ કર્યો હતો. આ ફંક્શનમાં ફેમસ પોપસ્ટાર રેહાનાએ મહેફિલ લૂંટી હતી.
આ પણ વાંચો – અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ લગ્નની લાઇવ અપડેટ્સ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમની ઇટાલીમાં થઇ હતી. આ પાર્ટીમાં અનેક જાણીતી હસ્તીઓ પહોંચી હતી. મહેમાનો માટે 12 ખાનગી વિમાન અને લક્ઝરી વાહનો હતા. અંબાણીએ આ પ્રી-વેડિંગ પાર્ટી માટે 500 કરોડ ખર્ચ કર્યા હતા. આ રીતે અંબાણી પરિવારે 1500 કરોડ રૂપિયા માત્ર પ્રી-વેડિંગમાં જ ખર્ચ્યા હતા.
અંબાણી પરિવારની મહેમાનો માટે કરોડોની રિટર્ન ગિફ્ટ
અનંત-રાધિકાના આ લગ્નમાં અનેક વીવીઆઈપી મહેમાનો સામેલ થશે. આ તમામ મહેમાનોને રિટર્ન ગિફ્ટમાં કરોડોની ઘડિયાળ મળશે. આ ભેટની જવાબદારી સ્વદેશ સંગઠનની છે. અન્ય મહેમાનોને કાશ્મીર, બનારસ અને રાજકોટથી પ્રાપ્ત થતી ખાસ ભેટ આપવામાં આવશે.
લગ્ન પાછળ અંદાજે 3000 કરોડ રૂપિયાનો ખર્ચ
અનંત અને રાધિકાના લગ્નના ફંક્શનમાં અંબાણી પરિવાર 3000 કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યો છે. સાથે જ લગ્ન પહેલા હલ્દી અને મહેંદીના પ્રી વેડિંગ ફંક્શન પણ થયા હતા. આ ફંક્શન મુંબઈમાં થયા હતા અને જસ્ટિન બીબરે તેમાં પરફોર્મ કર્યું હતું.
અનંત રાધિકા જિયો વર્લ્ડ સેન્ટરમાં લગ્ન
લગ્ન સમારોહ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં યોજાયા હતા. અનંત-રાધિકાના લગ્ન 12 જુલાઈથી શરૂ થઈ ગયા છે. આજે શુભ લગ્ન થયા છે. ત્યારબાદ 13 જુલાઈએ આશીર્વાદ વિધિ થશે. 14 જુલાઈએ વેડિંગ રિસેપ્શન થશે.
અનંત રાધિકા લગ્નમાં વિદેશની અનેક મોટી હસ્તીઓ સામેલ થશે
એચએસબીસી ગ્રુપના ચેરમેન માર્ક ટકર, અરામકોના સીઇઓ અમીન નાસ્સાર, મોર્ગન સ્ટેનલીના એમડી માઇકલ ગ્રીમ્સ, એડોબના સીઇઓ શાંતનુ નરેન, મુબડાલાના એમડી ખાલદુન અલ મુબારક, સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના ચેરમેન જય લી, લોકહીડ માર્ટિનના સીઇઓ જેમ્સ ટેકલેટ, બીપી સીઇઓ મરે ઓચીંક્લોસ, ટેમાસેકના સીઇઓ દિલ્હાન પિલ્લે અને એરિક્સનના સીઇઓ બોરજે એકહોમ પણ અંબાણીના ઘરે યોજાનારા આ ભવ્ય લગ્નમાં સામેલ થવા જઇ રહ્યા છે.
આ સિવાય બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સન, અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિંટન, બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયર, બ્રિટિશ પોડકાસ્ટર જય શેટ્ટી, સ્વીડનના પૂર્વ પ્રધાનમંત્રી કાર્લ બિલ્ડ, કેનેડાના પૂર્વ પ્રધાનમંત્રી સ્ટીફન હાર્પર, તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ સમિયા સુલુહુ હસન અને ફીફાના પ્રમુખ ગિઆન્ની ઇન્ફેન્ટિનો લગ્નમાં ભાગ લેવા જઈ રહ્યા છે.





