Anil Ambani: અનિલ અંબાણીનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું - 'હું પરવાનગી વગર દેશ છોડીશ નહીં', જાણો શું છે સમગ્ર મામલો

Anil Ambani Affidavit In Supreme Court : અનિલ અંબાણીએ કથિત બેંકિંગ અને કોર્પોરેટ છેતરપિંડી સાથે જોડાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. ED દ્વારા તેમને 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.

Anil Ambani Affidavit In Supreme Court : અનિલ અંબાણીએ કથિત બેંકિંગ અને કોર્પોરેટ છેતરપિંડી સાથે જોડાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. ED દ્વારા તેમને 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.

author-image
Ajay Saroya
New Update
Anil Ambani | Anil Ambani News | Anil Ambani Companies | Reliance Group Companies

Anil Ambani : અનિલ અંબાણી ભારતીય ઉદ્યોગપતિ છે. (File Photo)

Anil Ambani Affidavit In Supreme Court : મુકેશ અંબાણીના નાના ભાઇ અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (એડીએજી) દ્વારા કથિત 40,000 કરોડ રૂપિયાની બેંકિંગ અને કોર્પોરેટ છેતરપિંડી મામલે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. અનિલ અંબાણીએ પોતાના સોગંદનામામાં કહ્યું છે કે તેઓ પૂર્વ પરવાનગી વિના દેશ છોડશે નહીં અને તપાસમાં એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપશે.

Advertisment

અનિલ અંબાણીએ કહ્યું કે તેમનો દેશ છોડવાનો અને ન તો તેમનો કાનૂની પ્રક્રિયાથી બચવાનો કોઈ ઇરાદો છે. તેમણે કહ્યું કે, હું શપથ લઉં છું કે જુલાઈ 2025માં વર્તમાન તપાસ શરૂ થયા પછી મેં ભારત છોડ્યું નથી અને આ સમયે દેશ છોડવાનો કોઈ ઇરાદો નથી. ”

પરવાનગી વિના દેશ છોડશે નહીં : અનિલ અંબાણી

અનિલ અંબાણીએ વચન આપ્યું હતું કે જો તેમને કોઈ કામ માટે વિદેશ જવું પડશે તો તે પહેલા તેઓ કોર્ટની પરવાનગી લેશે. તેમણે કહ્યું કે, હું તપાસમાં એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપી રહ્યો છું અને તે કરવાનું ચાલુ રાખીશ. ”

અનિલ અંબાણીએ સોગંદનામું કેમ દાખલ કર્યું?

અનિલ અંબાણીએ આ સોંગંદનામુ પૂર્વ અધિકારી ઇ.એ.એસ. શર્માની તે અરજીના પ્રત્યુત્તરમાં આપ્યું છે, જેમા એડીએજી, અનિલ અંબાણી અને ગ્રુપ કંપનીઓ સાથે સંકળાયેલા કથિત મોટા બેંકિંગ અને કોર્પોરેટ કૌભાંડની નિષ્પક્ષ, તાત્કાલિક અને બિન-ભેદભાવપૂર્ણ તપાસની માંગ કરી હતી.

Advertisment

અનિલ અંબાણી ED સમક્ષ હાજર થશે!

આ સોગંદનામામાં જણાવાયું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમને 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. તેણે તે તારીખે હાજર થવાનું અને તપાસમાં જોડાવાનું વચન આપ્યું છે.

અનિલ અંબાણીએ કહ્યું કે, હું અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપવાનું વચન આપું છું, સાથે સાથે પ્રક્રિયામાં સ્પષ્ટતા સુનિશ્ચિત કરીશ અને અરજદાર દ્વારા તથ્યોની પસંદગીયુક્ત રજૂઆતને અટકાવીશ." ”

તેમણે કહ્યું કે તેમનું વર્તન પારદર્શક અને સહકારીભર્યું રહ્યું છે તે બતાવવા માટે સોગંદનામું દાખલ કરવામાં આવી રહ્યું છે.

સુપ્રીમ કોર્ટે 4 ફેબ્રુઆરીએ કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ને કથિત છેતરપિંડીની નિષ્પક્ષ, ત્વરિત અને બિન-ભેદભાવપૂર્ણ તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો.

જ્યારે શર્માએ આશંકા વ્યક્ત કરી હતી કે અનિલ અંબાણી દેશ છોડીને ભાગી શકે છે, ત્યારે ઉદ્યોગપતિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ સુપ્રીમ કોર્ટની મંજૂરી વિના દેશ છોડશે નહીં.

શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજીમાં અનિલ અંબાણીની આગેવાની હેઠળના રિલાયન્સ ગ્રુપના ઘણા એકમો પર ભંડોળના ડાયવર્ઝન અને નાણાકીય ખાતામાં હેરાફેરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ  (Reliance ADA Group) ના ચેરમેન અનિલ અંબાણી આ અઠવાડિયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર ન થયા બાદ તેમને 26 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે હાજર રહેવા માટે નવું સમન્સ જારી કરવામાં આવ્યું છે. સૂત્રોએ ગુરુવારે સમાચાર એજન્સી ભાશાને આ માહિતી આપી છે. સંપૂર્ણ વાર્તા અહીં વાંચો . (ભાષા ઇનપુટ)

બિઝનેસ શેર બજાર સુપ્રીમ કોર્ટ