Anil Ambani : અનિલ અંબાણીનું 17 માળનું આલિશાન ઘર, હેલિપેડથી લઈ સ્વિમિંગ પુલ સુધી બધી જ સુવિધા, કિંમત જાણી ચોંકી જશો

Anil Ambani House Price : અનિલ અંબાણીના ઘરનું નામ 'એબોડ' (Abode) છે, જે મુંબઇના સૌથી પોશ એરિયા પોલી હિલ વિસ્તારમાં પર આવેલું છે. તમે અનિલ અંબાણીના ઘરની વિશેષતા જાણી ચોંકી જશો

Written by Ajay Saroya
November 03, 2025 14:09 IST
Anil Ambani : અનિલ અંબાણીનું 17 માળનું આલિશાન ઘર, હેલિપેડથી લઈ સ્વિમિંગ પુલ સુધી બધી જ સુવિધા, કિંમત જાણી ચોંકી જશો
Anil Ambani : અનિલ અંબાણી પત્ની ટીના અંબાણી અને બે પુત્રો સાથે રહે છે. (Photo:

Anil Ambani House Price : અનિલ અંબાણી એક સમયે વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીએ પોતાની કારકિર્દી અને જીવન દરમિયાન ઘણા ઉતાર ચઢાવનો સામનો કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી તે ઘણા ઉતાર ચઢાવનો સામનો કરી રહ્યો છે. જંગી લોન અને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહેલા અનિલ અંબાણી 17 માળના આલિશાન ઘરમાં રહેશે. તેમા સ્વિમિંગ પુલથી લઇ હેલિપેડ બધી જ સુવિધા છે. તમે Abode નામે પ્રખ્યાત અનિલ અંબાણીના ઘરની વિશેષતા જાણી ચોંકી જશો

  • અનિલ અંબાણીના 17 માળના ઘરનું નામ ‘એબોડ’ (Abode) છે. તે પાલી હિલ વિસ્તારમાં આવેલું છે, જે મુંબઈના સૌથી પોશ વિસ્તારોમાંનું એક છે.
  • પોલી હિલ સ્થિત અનિલ અંબાણીનું ઘર મુંબઈની સૌથી ઊંચી ઇમારતોમાંનું એક છે. આ બિલ્ડિંગની ઊંચાઈ લગભગ 66 મીટર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનિલ તેને 150 મીટર ઊંચો બનાવવા માંગતો હતો, પરંતુ તેને ઊંચું બનાવવાની મંજૂરી મળી ન હતી.
  • આ બિલ્ડિંગમાં છત પર એક હેલિપેડ છે, જેના પર એક સાથે ઘણા હેલિકોપ્ટર ઉતરી શકે છે.
  • અનિલ અંબાણીના 17 માળના મકાનમાં ઘણા જીમ અને ગેરેજ પણ છે.
  • અહેવાલો અનુસાર, અનિલ અંબાણી અને ટીના અંબાણીએ બિલ્ડિંગની સજાવટમાં કોઈ કસર છોડી ન હતી. તે પ્રખ્યાત ચિત્રકારોના પેઇન્ટિંગ્સ અને પ્રાચીન વસ્તુઓથી શણગારવામાં આવે છે.

  • અનિલ અંબાણીના આ આલીશાન ઘરનું ઇન્ટિરિયર ઇન્ટરનેશનલ આર્કિટેક્ટ્સે ડિઝાઇન કર્યું છે.
  • આ ઘરમાં આરામદાયક રિક્લાઇનર્સ, મોંઘા સોફા અને રોયલ ગ્લાસ વિન્ડોઝ છે.
  • આ ઘરમાં દરેક સભ્ય માટે એક ફ્લોર છે, આ ઘર માંથી મુંબઈની સ્કાયલાઇનનો શાનદાર નજારો મળે છે.
  • IIFL S જાન્યુઆરી 2018માં અનિલ અંબાણીના નિવાસસ્થાનને ભારતના સૌથી મોંઘા મકાનોની યાદીમાં બીજા નંબર પર રાખ્યું હતું. આઈઆઈએફએલની વેબસાઈટ અનુસાર અનિલ અંબાણીના આ ઘરની કિંમત 5,000 કરોડ રૂપિયાથી વધુ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ