Anil Ambnai: અનિલ અંબાણીના સારા દિવસો શરૂ ! કંપની બજારમાંથી 18,000 કરોડ ઉભા કરશે

Reliance Power And Reliance Infrastructure Fundrise: અનિલ અંબાણી અને તેની કંપનીઓ છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીઓ સામનો કરી રહી છે. જો કે હવે પરિસ્થિતિ સુધરી રહી છે. તેમની બે કંપનીઓએ 9000 - 9000 કરોડ રૂપિયા ઊભા કરવાનો નિર્ણય કર્યો છે.

Reliance Power And Reliance Infrastructure Fundrise: અનિલ અંબાણી અને તેની કંપનીઓ છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીઓ સામનો કરી રહી છે. જો કે હવે પરિસ્થિતિ સુધરી રહી છે. તેમની બે કંપનીઓએ 9000 - 9000 કરોડ રૂપિયા ઊભા કરવાનો નિર્ણય કર્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Anil Ambani | Anil Ambani news | anil ambani brother of mukesh ambani | anil ambani companies

Anil Ambnai : અનિલ અંબાણી ભારતીય ઉદ્યોગપતિ (Express Photo)

Anil Ambnai's Reliance Group Companies Fundrise: ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપનીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પરંતુ હવે તેની કંપની માટે સારા દિવસો આવી રહ્યા છે. તેમની બે કંપનીઓ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે 9,000-9,000 કરોડ રૂપિયા ઊભા કરવાનો નિર્ણય કર્યો છે. બંને કંપનીઓના બોર્ડે આ પ્લાનને મંજૂરી આપી દીધી છે. આ કંપનીઓ ક્યૂઆઈપી અને અન્ય માધ્યમથી નાણાં એકત્ર કરશે. હાલમાં જ બંને કંપનીના શેરમાં તેજી જોવા મળી છે. કંપનીઓએ ઝડપથી દેવું ઘટાડ્યું છે.

Advertisment

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Reliance Infrastructure)

બુધવારે યોજાયેલી બેઠકમાં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બોર્ડે 6000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપી હતી. કંપની ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને ઇક્વિટી શેર અથવા ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇશ્યૂ કરીને નાણાં એકત્ર કરશે. કંપની સિક્યોર્ડ/અનસિક્યોર્ડ, રિડીમેબલ, નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ પણ ઇશ્યૂ કરશે. આ ડિબેન્ચરની કિંમત 3,000 કરોડ રૂપિયા સુધીની હશે. આ ડિબેન્ચરનું વેચાણ પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા કરવામાં આવશે.

રિલાયન્સ પાવર (Reliance Power)

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના બોર્ડે પણ નાણાં એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. કંપની QIP અથવા FOP દ્વારા 6000 કરોડ રૂપિયા એકત્ર કરશે. એફપીઓનો અર્થ એ છે કે, જેમની પાસે પહેલેથી જ શેર છે તેમને વધુ શેર ખરીદવાની તક આપવી. કંપની રૂપિયા 3,000 કરોડ સુધીના ડિબેન્ચર્સ પણ જારી કરશે.

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરની કિંમત (Reliance Infrastructure Share Price)

Advertisment

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર આજે 17 જુલાઈ 2024 ના રોજ રાત્રે 11:40 વાગ્યે 0.16% ના વધારા સાથે 401 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. કંપનીનો શેર આજે તેના અગાઉના બંધ રૂ.400.35થી નજીવા વધારા સાથે રૂ.403 ખુલ્યો હતો. કંપનીની માર્કેટ કેપ 17 જુલાઈ 2025 સુધી 15,884.86 કરોડ રૂપિયા છે.

રિલાયન્સ પાવર શેરની કિંમત (Reliance Power Share Price)

રિલાયન્સ પાવરનો શેર આજે -0.62% ના ઘટાડા સાથે 65.65 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. કંપનીનો શેર આજે તેના અગાઉના બંધ રૂ.66.06થી નજીવા વધારા સાથે રૂ.66.64 ખુલ્યો હતો.

[ડિસ્ક્લેમર: આ લેખ માત્ર માહિતી માટે છે અને તેને કોઈ પણ રીતે રોકાણની સલાહ તરીકે ગણવો જોઈએ નહીં. Jansatta.com તેના વાચકો અને દર્શકોને કોઈ પણ નાણાકીય નિર્ણય લેતા પહેલા તેમના નાણાકીય સલાહકારોની સલાહ લેવાની સલાહ આપે છે. ]

બિઝનેસ શેર બજાર