Anil Ambani : અનિલ અંબાણીને ફટકો! સેબીએ બે કંપનીને શોકોઝ નોટિસ ફટકારી, જાણો શું છે મામલો

Anil Ambani Firms Receive SEBI Show Cause Notice : સેબી એ અનિલ અંબાણીની બે કંપનીને કારણદર્શક નોટિસ મોકલી છે. આ મામલો રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવર કંપની સાથે જોડાયેલો છે.

Written by Ajay Saroya
Updated : October 07, 2025 14:07 IST
Anil Ambani : અનિલ અંબાણીને ફટકો! સેબીએ બે કંપનીને શોકોઝ નોટિસ ફટકારી, જાણો શું છે મામલો
અનિલ અંબાણી (ફાઇલ ફોટો)

Anil Ambani Firms Receive SEBI Show Cause Notice : અનિલ અંબાણી માટે એક માઠા સમાચાર આવ્યા છે. અનિલ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવરને સેબી (પ્રોહિબિશન ઓફ ફ્રોડિંગ એન્ડ અનફેર ટ્રેડ પ્રેક્ટિસ) રેગ્યુલેશન્સ, 2003 અને સેબી એક્ટ, 1992ના કથિત ઉલ્લંઘન માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) તરફથી કારણદર્શક નોટિસ મળી છે.

કરારના આઠ મહિના પછી સેબીએ શોકોઝ નોટિસ મોકલી

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે તેની રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, શો-કોઝ નોટિસ સીએલઇ પ્રાઇવેટ લિમિટેડમાં તેના રોકાણને લગતી છે. જો કે, કંપનીએ જણાવ્યું હતું કે સીએલઇ પ્રાઇવેટ લિમિટેડ સાથેના વિવાદના નિરાકરણના લગભગ આઠ મહિના પછી સેબીની નોટિસ આવી છે.

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે જણાવ્યું હતું કે, “CLE પ્રાઇવેટ લિમિટેડ સાથેનો કરાર પહેલેથી જ થઈ ગયો છે અને આર્બિટ્રેશન એક્ટ, 2023 મુજબ સંપૂર્ણપણે લાગુ પડે છે. કંપની કાયદાકીય સલાહ મુજબ આ બાબતમાં યોગ્ય પગલાં લેશે. ”

રિલાયન્સ પાવરે શું કહ્યું?

અન્ય એક ગ્રુપ કંપની રિલાયન્સ પાવરને પણ સીએલઇ પ્રાઇવેટ લિમિટેડમાં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રોકાણના સંદર્ભમાં કારણદર્શક નોટિસ મળી છે. જોકે, કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ કંપનીમાં તેની પાસે ઝીરો એક્સપોઝર છે.

રિલાયન્સ પાવરે બીએસઈને આપેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, “કંપનીને સીએલઇ પ્રાઇવેટ લિમિટેડમાં કોઈ જોખમ નથી. કંપની કાયદાકીય સલાહ મુજબ આ બાબતમાં યોગ્ય પગલાં લેશે. ”

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરની કિંમત

બીએસઈની સત્તાવાર વેબસાઈટ અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 25.36 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 1 વર્ષમાં કંપનીના શેરમાં લગભગ 17.36 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

રિલાયન્સ પાવર શેરની કિંમત

બીએસઈની સત્તાવાર વેબસાઈટ અનુસાર, છેલ્લા 1 સપ્તાહમાં કંપનીના શેરમાં લગભગ 0.81 ટકાનો ઉછાળો આવ્યો છે. તો કંપનીના શેરમાં છેલ્લા 6 મહિનામાં લગભગ 14.57 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 1 વર્ષમાં કંપનીના શેરમાં લગભગ -7.58 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ