અનિલ અંબાણીના પુત્રને બેંક ફ્રોડ કેસમાં કોઇ રાહત નહીં, શો કોઝ નોટિસ પર સ્ટે મૂકવા હાઇકોર્ટનો ઇન્કાર

Jai Anmol Ambani Bank Frauds Case : દિલ્હી હાઈકોર્ટે અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણીને આરએચએફએલના બેંક ખાતામાં છેતરપિંડી કેસ મામલે આપેલી શો કોઝ નોટિસ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે.

Jai Anmol Ambani Bank Frauds Case : દિલ્હી હાઈકોર્ટે અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણીને આરએચએફએલના બેંક ખાતામાં છેતરપિંડી કેસ મામલે આપેલી શો કોઝ નોટિસ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે.

author-image
Ajay Saroya
New Update
anil ambani | jai anmol ambani | anil ambani son jai anmol ambani | anil ambani sons name | anil jai anmol ambani | who is jai anmol ambani | jai anshul amban

Anil Ambani With Son Jai Anmol Ambani: અનિલ અંબાણ પુત્ર જય અનમોલ અંબાણી સાથે. Photograph: (@jai_anshul_ambani_)

Jai Anmol Ambani Bank Frauds Case : અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણીને બેંક છેતરપિંડી કેસમાં કોઇ રાહત મળી નથી. રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL)ના બેંક ખાતામાં છેતરપિંડી જાહેર કરવા બદલ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી વિરુદ્ધ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની નોટિસ પર રોક લગાવવાનો દિલ્હી હાઈકોર્ટે સોમવારે ઇનકાર કરી દીધો છે.

Advertisment

જસ્ટિસ જસ્મીત સિંહે અરજદાર અને RHFLના ડિરેક્ટર જય અનમોલ અંબાણીને 10 દિવસની અંદર બેંક સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, બેંક દ્વારા લેવામાં આવેલા કોઈપણ નિર્ણયની અસર આ કેસમાં કોર્ટના આદેશને આધિન રહેશે. ન્યાયાધીશે બેંકને સ્પષ્ટ આદેશ જારી કરવા અને તેને કોર્ટ સમક્ષ હાજર રહેવા જણાવ્યું હતું.

નોટિસ પર કોઈ સ્ટે નહીં: કોર્ટ

હાઈકોર્ટે જય અનમોલ અંબાણીને કહ્યું, "અમે કારણદર્શક નોટિસની વિરુદ્ધ રોક લગાવીશું નહી. તમે આ નોટિસમાં તમારી વાત મૂકો. અમે કહીશું કે તમારે જે પણ કહેવું છે, તે તેનો જવાબ આપશે. અમે નોટિસ પર રોક લગાવીશું નહીં. અમે તમારી અરજી પેન્ડિંગ રાખીશું, જોઇએ શું આદેશ આવે છે. ”

બંને પક્ષો વચ્ચે જવાબ માટે સહમતિ

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, બંને પક્ષો વચ્ચે સહમત થયા છે કે અરજદારો આજથી 10 દિવસની અંદર નોટિસનો જવાબ આપશે, 30 જાન્યુઆરીએ અરજદાર વ્યક્તિગત સુનાવણી માટે હાજર થશે અને પ્રતિવાદી અરજદાર અથવા તેના અધિકૃત પ્રતિનિધિને સાંભળ્યા પછી આદેશ આપશે, જે આગામી સુનાવણીની તારીખે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આદેશની અસર અરજીમાં આપવામાં આવેલા આદેશને આધિન રહેશે. ”

Advertisment

અદાલત આ કેસની સુનાવણીની તારીખ 27 ફેબ્રુઆરી સુધી વધારી દીધી છે, એટલે કે આગામી સુનાવણી તે જ દિવસે થશે.

અનિલ અંબાણીના વકીલે શું દલીલ કરી?

જય અનમોલ અંબાણીના વરિષ્ઠ વકીલે દલીલ કરી હતી કે 22 ડિસેમ્બર, 2025 ના રોજ જારી કરવામાં આવેલી કારણદર્શક નોટિસ સ્વાભાવિક રીતે ખામીયુક્ત હતી. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે RHFL માટેનો રિઝોલ્યુશન પ્લાન તમામ ધિરાણ આપતી બેંકો તેમજ સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જ સ્વીકારવામાં આવ્યો છે, તેથી કંપની સામે છેતરપિંડીના આરોપો હોઈ શકે નહીં. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે અન્ય કોઈ પણ કિસ્સામાં, બેંક પાસે 2020 થી જ સંબંધિત માહિતી હતી અને પાંચ વર્ષ પછી શો કોઝ જારી કરવી કાયદાની વિરુદ્ધ હતી.

બેંકના વકીલે કર્યો વિરોધ

બેંકના વકીલે આ અરજીનો વિરોધ કર્યો હતો અને કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે શો કોઝ નોટિસ ફટકારવાના તબક્કે કોર્ટનો અધિકારક્ષેત્ર મર્યાદિત છે. કોર્ટે ફરીથી બેંકના વકીલને સવાલ કર્યો હતો કે નાદારી કાયદા હેઠળ રિઝોલ્યુશન પ્લાનની મંજૂરી મળ્યા પછી કારણદર્શક નોટિસ કેવી રીતે જારી કરવામાં આવી હતી અને કહ્યું હતું કે અરજદારના વાંધા પર વિચાર કરવો જોઈએ.

ગયા વર્ષે 19 ડિસેમ્બરે હાઈકોર્ટે અરજદારને આ આધાર પર રાહત આપી હતી કે તેને કોઈ કારણદર્શક નોટિસ આપવામાં આવી ન હતી કારણ કે તે 2020 માં કંપનીએ ખાલી કરેલા સરનામાં પર મોકલવામાં આવી હતી.

જો કે, હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ આદેશ બેંકને જય અનમોલ અંબાણીને નવી કારણદર્શક નોટિસ જારી કરવા અને આ મામલામાં આગળ વધતા રોકશે નહીં.

શું છે સમગ્ર મામલો?

નોંધનિય છે કે, કેન્દ્રીય તપાસ એજન્સી CBI એ જય અનમોલ અંબાણી અને RHFL વિરુદ્ધ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (અગાઉની આંધ્ર બેંક) સાથે કથિત છેતરપિંડી મામલે કેસ નોંધ્યો છે, જેના કારણે જાહેર ક્ષેત્રની બેંકને લગભગ 228 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તપાસ એજન્સી એ RHFL, જય અનમોલ અંબાણી અને કંપનીના ડિરેક્ટર રવિન્દ્ર શરદ સુધાકર વિરુદ્ધ બેંકની ફરિયાદ પર કાર્યવાહી કરી હતી.

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ વ્યવસાયિક હેતુઓ માટે મુંબઈમાં બેંકની એસસીએફ શાખામાંથી 45-કરોડ રૂપિયાની લોન લિમિટ મેળવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કંપની લોનના હપ્તા ચૂકવી શકી ન હતી, જેના પરિણામે 30 સપ્ટેમ્બર, 2019 ના રોજ લોન એકાઉન્ટને NPA જાહેર કરવામાં આવ્યું હતું. ઇનપુટ્સ- PTI)

હાઇકોર્ટ શેર બજાર બિઝનેસ