/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/Apple-Diwali-Sale-great-deal-on-Apple-iPhone-iPad-MacBook-Image-credit-Jonas-Daehnert.jpg)
એપલ દિવાળી સેલ ડિસ્કાઉન્ટ ડીલ
Apple Diwali sale: જો તમે દિવાળી પર Appleની નવી પ્રોડક્ટ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ એક સારી તક છે. Appleએ iPhones, MacBooks, iPads અને અન્ય ઉપકરણોને તેના ઑનલાઇન અને ઑફલાઇન સ્ટોર્સ પર ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કરાવ્યા છે.
સેલની સૌથી મોટી વિશેષતા વિશે વાત કરીએ તો, iPhone 15 સિરીઝ આ વર્ષે (સપ્ટેમ્બર 2023) લોન્ચ કરવામાં આવી છે. આઇફોન 15 સીરીઝમાં ડાયનેમિક આઇલેન્ડ ફીચર અને વધુ સારા કેમેરા અપગ્રેડ આપવામાં આવ્યા છે. iPhone 15 Pro અને iPhone 15 Pro Max મોડલ પર 6000 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. 5000 રૂપિયાના કેશબેક સાથે iPhone 15 અને iPhone 15 Plus મોડલ મેળવવાની તક છે. જ્યારે જૂના iPhone મોડલ પર 2000 રૂપિયાથી 4000 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ મળી શકે છે.
આ પણ વાંચો: OnePlus Open vs Samsung Galaxy Z Fold 5: વનપ્લસ અને સેમસંગના પાવરફુલ ફોલ્ડેબલ ફોન, કયો ખરીદવો બેસ્ટ?
MacBook Air અને iPad પર બમ્પર ઑફર્સ
MacBook Air M2 ને તાજેતરમાં અપગ્રેડેડ ડિઝાઇન અને M2 ચિપ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. સેલમાં આ લેપટોપના 13 ઇંચ અને 15 ઇંચના વેરિઅન્ટ્સ 10000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે મળી શકે છે. બંને વેરિઅન્ટને અનુક્રમે ₹1,14,900 અને ₹ 1,39,900માં ખરીદવાની તક છે. 8000 રૂપિયાની કેશબેક ઓફરમાં M1 ચિપસેટ સાથે MacBook Air M1 મેળવવાની તક છે. આ લેપટોપ લાંબી બેટરી લાઈફ સાથે આવે છે. iMac અને Mac mini મોડલ પર 5000 રૂપિયા સુધીનું કેશબેક મેળવવાની તક છે.
એપલ આઈપેડ સીરીઝ પણ સેલમાં ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. આઈપેડ પ્રો મોડલ, આઈપેડ એર, આઈપેડ મીની અને રેગ્યુલર આઈપેડ મોડલ્સ આકર્ષક ઓફર સાથે સેલમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. 11 ઇંચ અને 12.9 ઇંચના આઇપેડ પ્રો મોડલ અને આઇપેડ એર ₹ 5000 કેશબેક પર મેળવી શકાય છે.
₹ 3000 ની કેશબેક ઓફર સાથે કોમ્પેક્ટ અને પોર્ટેબલ iPad Mini મેળવવાની તક છે. આ ટેબલેટ રેટિના ડિસ્પ્લે અને A12 બાયોનિક ચિપ સાથે આવે છે. રેગ્યુલર iPad મોડલ્સ પર પણ 4000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ છે.
Appleના આધિકારિક ઓનલાઈન સ્ટોર, Apple BKC (મુંબઈ) અને Apple Saket (Delhi) રિટેલ આઉટલેટમાંથી આ Apple ઉત્પાદનોને ઑફર સાથે ખરીદી શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us