Apple Event 2023 : iPhone 15 ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો એપલ ઇવેન્ટમાં બીજું શું થઈ શકે લોન્ચ

Apple Event 2023 : એપલ આઈફોન 15 સિરીઝમાં હાજર આઈફોન 14 ની જેમ 4 ના આઈફોન લોન્ચ થશે,ટોપ-એન્ડ વેરિયન્ટને Apple iPhone 15 series નામથી લોન્ચ કરાશે. વધુમાં અહીં વાંચો.

Written by shivani chauhan
Updated : September 11, 2023 14:49 IST
Apple Event 2023 : iPhone 15 ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો એપલ ઇવેન્ટમાં બીજું શું થઈ શકે લોન્ચ
એપલ ઇવેન્ટ 2023 (ઇમેજ ક્રેડિટ : અનુજ ભાટિયા ઇન્ડિયન એક્સપ્રેસ)

વર્ષની સૌથી મોટી એપલ ઇવેન્ટમાં બસ થોડા કલાકો બાકી છે, કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે, અને એપલના ફેન્સ આ ઇવેન્ટ માટે તૈયાર છે. Apple Event 2023 ને કંપનીએ wanderlust નામ આપ્યું છે. આ ઇવેન્ટમાં iPhone 15 series સાથે ઘણી બીજી પ્રોડક્ટ લોન્ચ થશે. છેલ્લા ઘણા મહિનાઓથી સતત એપલ આઈફોન 15 સિરીઝના સ્માર્ટફોનને લઈને સતત લીક થવાની અને રિપોર્ટમાં ઘણી જાણકારી સામે આવી રહી છે. 2023 માં લોન્ચ થતી iPhone 15 series Pro Max સ્માર્ટફોનને લઈને પહેલા ઘણી ચર્ચાઓ થઇ હતી. ઇવેન્ટમાં આઈફોન સિવાય નવી વોચ સિરીઝ 9, ઈયરપોડ્સ પણ લોન્ચ થઇ શકે છે. અહીં જાણો, એપલ ઇવેન્ટ 2023 માં લોન્ચ થનારી બધી પ્રોડક્ટ વિષે,

Apple iPhone 15 series

એપલ આઈફોન 15 સિરીઝમાં હાજર આઈફોન 14 ની જેમ 4 ના આઈફોન લોન્ચ થશે, તાજેતરમાં આવેલ bloomberg ની એક રિપોર્ટમાં જાણવા મળ્યું કે, ટોપ-એન્ડ વેરિયન્ટને Apple iPhone 15 series નામથી લોન્ચ કરાશે. અત્યાર સુધીની કેટલીક રિપોર્ટમાં સૌથી પ્રિમિયમ આઈફોનને ”ultra” બ્રેન્ડીંગની સાથે લોન્ચ કરવાની ખબર આવી છે, આ સિવાય આઈફોન 15 પ્રો સિરીઝના બિલ્ટ મટીરીયલમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવાની જાણકારી મળી છે. જેને લઈને તેનું વજન ઓછું અને ડ્યુરેબિલીટી વધશે. રિપોર્ટ મુજબ, આ વર્ષે લોન્ચ થતા આઈફોનની વેલ્યુમાં 100 ડોલર સુધી વિસ્તરણ થઇ શકે છે જયારે બેઝ વેરિયંટમાં 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ પણ મળશે.

આ પણ વાંચો: લીવર અને કેન્સરની નકલી દવાઓ બજારમાં, રેગ્યુલેટરે ડોક્ટરો, દર્દીઓને આપી ચેતવણી

આઈફોન 15 સિરીઝમાં iPhone 15, iPhone 15 plus,iPhone 15 pro અને iPhone 15 pro max સ્માર્ટફોન લોન્ચ થઇ શકે છે.

Watch Series 9, Watch Ultra 2

એપલ દ્વારા વન્ડરલસ્ટ ઇવેન્ટ 2023 માં Watch Series 9 પણ લોન્ચ થઇ શકે છે. નવી Watch Series 9 ની ડિઝાઇનમાં કોઈ ચેન્જ નથી. પરંતુ તેમાં નવી ચિપ અને બેટર સેન્સર મળી શકે છે.

આ પણ વાંચો: Meta Update: મેટા એક નવી વધુ શક્તિશાળી આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ લાવશે

વોચ સિરીઝ 9 અને Watch Ultra 2 માં કમ્પનીનો નવો U2 ચિપ મળશે, આ અલ્ટ્રાવાઇડ-બેન્ડ ચિપ આઈફોન 15 માં મળશે. રિપોર્ટમાં આ જાણવા મળ્યું છે કે, આગામી એપલ વોચમાં કોઈ સેન્સર અને ઇન્ટર્નલ કમ્પોનન્ટ અપગ્રેડ મળશે, તેમાં વધુ ચોક્કસ જાણકારી આપતું હાર્ટ રેટ સેન્સર પણ મળી શકે છે.

3 વર્ષ પહેલા વોચ સિરીઝ 6 પછી એપલ વોચ સિરીઝ 8 સુધીમાં એક પ્રોસેસરનો ઉપયોગ બધા મોડલમાં કરી શકાશે, એપલ વોચ અલ્ટ્રામાં પણ આ પ્રોસેસર અપાયું છે.

AirPods Pro :

એપલ ઈયરપોડ્સ પ્રોને પણ એપલ ઇવેન્ટ 2023 માં લોન્ચ કરી શકાશે. રિપોર્ટ અનુસાર, નવા AirPods Pro માં ચાર્જિંગ માટે યુએસબી ટાઈપ-સી ચાર્જિંગ કેસ મળી શકે છે. આ સિવાય ડિઝાઇનમાં કોઈ ચેન્જ હશે નહિ. જો કે, સોફ્ટવેર અપગ્રેડ નવા ઇય્રપોડ્સમાં મળી શકે છે.

Apple Event 2023 ક્યા અને કેવી રીતે જોવી ?

Apple Event 2023 12 સપ્ટેમ્બરમાં કેલિફોર્નિયાના ક્યુપર્ટીનોમાં એપલ પાર્કમાં આયોજિત કરાશે. એપલ ઇવેન્ટને ટેક કમ્પની લાઈવ સ્ટ્રીમ કરશે. આ ઇવેન્ટને Apple Event પેજ સિવાય Apple TV App પર પણ લાઈવ જોઈ શકાશે. એપલની યુટ્યુબ ચેનલ પર પણ લાઈવ સ્ટ્રીમિંગ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ