Apple Event 2024 : આઇફોન-16, વોચ સિરીઝ 10 અને AirPods 4 લોન્ચ

iPhone 16 Launch Event 2024: એપલની ઇવેન્ટમાં આઇફોન-16, Apple Watch Series અને AirPods 4 લોન્ચ કરવામાં આવ્યા

Written by Ashish Goyal
Updated : September 10, 2024 00:18 IST
Apple Event 2024  : આઇફોન-16, વોચ સિરીઝ 10 અને AirPods 4 લોન્ચ
iPhone 16 Launch Event 2024: એપલ આઈફોન 16 સિરીઝ લોન્ચ

iPhone Glowtime Event, iPhone 16 Series 2024: એપલ ઇવેન્ટ આઇફોન 16 પ્રો, પ્રો મેક્સ લોન્ચ અપડેટ્સ: એપલની ઇવેન્ટમાં આઇફોન-16, Apple Watch Series અને AirPods 4 લોન્ચ કરવામાં આવ્યા છે.આ કાર્યક્રમ અમેરિકાના કેલિફોર્નિયાના ક્યુપરટિનોમાં કંપનીના મુખ્યાલયમાં યોજાયો હતો.

iPhone 16 Proની ડિઝાઈન iPhone 15 Pro જેવી જ છે, પરંતુ હવે બેઝલ્સ પહેલા કરતા ઓછા છે. એક નવું બટન ઉમેરવામાં આવ્યું છે જે કેમેરા માટે ડેડિકેટેડ છે. ડિસ્પ્લે પહેલા કરતા થોડી મોટી છે. તેમાં ગ્રેડ 5 ટાઇટેનિયમ બોડી પણ છે. કંપનીએ કહ્યું છે કે તે હળવો અને એકદમ મજબૂત છે. તેના ચાર નવા કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. આ વખતે ડેઝર્ટ ટાઇટેનિયમ કલર વેરિઅન્ટ પણ આપવામાં આવ્યું છે.

iPhone 16 માં એક નવું બટન ઉમેરવામાં આવ્યું છે. તેને કેમેરાને સક્રિય કરવા માટે કરવામાં આવશે. આ વખતે કંપનીએ પહેલા કરતા થોડો અલગ કેમેરા પ્લેસમેન્ટ આપ્યો છે. પરંતુ કંપનીએ આ પહેલા પણ આ ડિઝાઇનનો ફોન લોન્ચ કર્યો છે જેમાં સમાન કેમેરા પ્લેસમેન્ટ આપવામાં આવ્યા છે.

આ વખતે કંપનીએ નોન-પ્રો iPhoneમાં પણ નવું પ્રોસેસર આપ્યું છે. ગત વખતે કંપનીએ નોન-પ્રો iPhone મોડલમાં જૂનું પ્રોસેસર આપ્યું હતું. આ વખતે iPhone 16માં 3 નેનોમીટર આર્કિટેક્ચર સાથે Apple A18 ચિપસેટ આપવામાં આવ્યું છે જેમાં 6 કોર્સ છે.

આઇફોન 16માં 6.1 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે. જ્યારે આઇફોન 16 પ્લસમાં 6.7 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે. આઇફોન 16માં 48MP પ્રાઇમરી કેમેરા સેન્સર, 12MP ટેલિફોટો સેન્સર, 12MP અલ્ટ્રા-વાઇડ કેમેરા લેન્સ છે.

અમેરિકામાં આઇફોન 16ની કિંમત 799 ડોલર અને આઇફોન 16 પ્લસની કિંમત 899 ડોલરમાં રહેશે. જ્યારે આઇફોન 16 પ્રો ની કિંમત 999 અમેરિકન ડોલર રહેશે. જ્યારે આઇફોન 16 પ્રો મેક્સની કિંમત 1199 ડોલર રહેશે. આ ફોનનું વેચાણ 20 સપ્ટેમ્બરથી શરુ થશે.

Apple Watch Series 10 લોન્ચ

એપલના સીઈઓ ટીમ કુકે એપલ વોચથી ઈવેન્ટની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે દુનિયાભરના લોકો તેને Apple Watch વિશે લખતા રહે છે. કંપની આ પ્રોડક્ટને વધુ મહત્ત્વપૂર્ણ બનાવી રહી છે. આ સાથે કંપનીએ Apple Watch Series 10 રજૂ કરી છે. કંપનીનું કહેવું છે કે આ ઘડિયાળમાં તેમની સૌથી મોટી ડિસ્પ્લે મળશે.

Apple Watch Series 10માં કંપનીએ તેની કોઈપણ ઘડિયાળ કરતાં મોટી ડિસ્પ્લે આપી છે. તેની સાથે કંપનીએ તેમાં એલ્યુમિનિયમ કેસનો ઉપયોગ કર્યો છે. આ બ્રાન્ડની સૌથી પાતળી સ્માર્ટવોચ છે. તેમાં નવા વોચ ફેસ આપવામાં આવ્યા છે. આ 50 મીટર સુધી વોટર રેજિસ્ટેંટ છે.

કંપનીએ H2 ચિપ સાથે નવા Airpods લોન્ચ કર્યા

કંપનીએ H2 ચિપ સાથે નવા Airpods લોન્ચ કર્યા છે. કંપનીનું કહેવું છે કે આ તેમનો અત્યાર સુધીના શ્રેષ્ઠ એરપોડ્સ છે. આનો ઉપયોગ કરીને તમે Siri નો ઉપયોગ કરી શકો છો. Siri સાથે વાત કરતી વખતે તમે તમારા માથાને મૂવ કરીને કમાન્ડ આપી શકશો. આ ઉપરાંત તમને શાનદાર નોઇસ કેંસિલેશન મળશે. જે આસપાસના અવાજને દૂર કરશે. આમાં તમને Type-C ચાર્જિંગ પોર્ટ મળશે. તેની કિંમત 129 ડોલરથી શરૂ થાય છે. આમાં તમને વાયરલેસ ચાર્જિંગ પણ મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ