/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Apple-festive-offer.jpg)
Apple Festive Offer : એપલે તહેવારોની સિઝનમાં એક નવું પ્રમોશનલ સેલ અભિયાન શરૂ કર્યું છે
Apple Festive Offer : એપલે તહેવારોની સિઝનમાં એક નવું પ્રમોશનલ સેલ અભિયાન શરૂ કર્યું છે. ક્યુપર્ટિનોની આ કંપની પસંદગીના ડિવાઇસ પર 10,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જણાવી દઈએ કે આ ઓફર 3 ઓક્ટોબરથી શરૂ થઈને 31 ડિસેમ્બર સુધી ચાલશે. આ પ્રમોશનલ સેલ હેઠળ ગ્રાહકો ભારતમાં ડિસ્કાઉન્ટ પર એપલની પ્રોડક્ટ્સ ખરીદી શકે છે.
તમને જણાવી દઈએ કે એપલની આ ઓફર હેઠળ એમ3 બેસ્ડ મેકબુક એર અને હાલમાં જ લોન્ચ થયેલા આઈફોન 16 સિરીઝ પર શાનદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં એપલની લગભગ તમામ પ્રોડક્ટને કવર કરવામાં આવી રહી છે. આ સેલમાં એપલની પ્રોડક્ટ્સ પર 10,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એપલ મેક (લેપટોપ અને ડેસ્કટોપ)પર 10,000 રૂપિયા જ્યારે લેટેસ્ટ આઇફોન 16 પાંચ રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે મળી શકે છે.
9 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી વાર્ષિક એપલ ઇવેન્ટમાં આઇફોન 16, 16 પ્લસ, 16 પ્રો અને 16 પ્રો મેક્સ લોન્ચ કરવામાં આવ્યા હતા.
એપલ ફેસ્ટિવ ઓફર: મેક પર 10000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
એમ3 મેકબુક એરની કિંમત 99,900 રૂપિયા છે અને હાલમાં તેને 10,000 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવી રહ્યું છે. એપલની ફેસ્ટિવ ઓફરમાં 13 અને 15 ઇંચની સ્ક્રીનવાળા બંને મોડલ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આ મેકબુક એરનું લેટેસ્ટ વર્ઝન છે. આ સિવાય એપલ 14 ઇંચ અને 16 ઇંચના મેકબુક પ્રો, મેક સ્ટુડિયો અને 24 ઇંચના આઇમેક ડેસ્કટોપ્સ પર 10,000 રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.
આ પણ વાંચો - ટાટા નેક્સન સીએનજી vs ટાટા પંચ સીએનજી : કિંમત, ફિચર્સ અને એન્જિનના મામલામાં કોણ છે શાનદાર, જાણો
મેકબુક પ્રોની કિંમત 1,69,900 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે મેક સ્ટુડિયોની કિંમત 2,09,900 રૂપિયા છે. જ્યારે પ્રમોશનલ સેલમાં આઈમેકને 1,34,900 રૂપિયામાં લઈ શકાય છે.
આઇફોન 16 સીરીઝ પર 5,000 રુપિયા ડિસ્કાઉન્ટ
આઇફોન 16 સીરીઝના તમામ મોડલ્સ - આઇફોન 16, આઇફોન 16 પ્લસ, આઇફોન 16 પ્રો અને આઇફોન 16 પ્રો મેક્સને 5000 રૂપિયાના ઇન્સ્ટન્ટ કેશબેક સાથે એપલ ફેસ્ટિવલ ઓફર 2024 મેળવવાની તક છે. આઇફોન 16ની કિંમત 79,900 રૂપિયા છે જ્યારે આઇફોન 16 પ્લસની કિંમત 89,900 રૂપિયા છે. જ્યારે આઇફોન 16 પ્રોને 1,19,900 રૂપિયામાં અને આઇફોન 16 પ્રો મેક્સને 1,44,900 રૂપિયામાં લઇ શકાય છે.
કેવી રીતે મળશે 10000 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ
તમને જણાવી દઇએ કે જો તમે અમેરિકન એક્સપ્રેસ, એક્સિસ બેંક અને આઇસીઆઇસીઆઇ બેંકના કાર્ડથી એપલ પ્રોડક્ટ ખરીદો છો તો તમને આ ડિસ્કાઉન્ટ મળશે. આ તમામ ફેસ્ટિવ ઓફર્સ એપલ સ્ટોર ઓનલાઇન નવી દિલ્હી (સાકેત) અને મુંબઇ (બીકેસી)ના એપલના ઓફલાઇન સ્ટોર પર ઉપલબ્ધ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us