Festive Season Sale : આઈફોન 15, મેકબેક જેવા એપલ પ્રોડક્ટ્સ ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફર સાથે ખરીદવાનો મોકો: જાણો ક્યાંથી અને કેવી રીતે

Apple Festive Season Sale : વિવિધ કંપનીઓ વેચાણ વધારવા માટે ફેસ્ટિવલ સિઝન સેલ લાવી રહી છે, તેમાં એપલ પણ જોડાઇ ગઇ છે. એપલ ફેસ્ટિવ સિઝન સેલ 15 ઓક્ટોબર, રવિવારથી શરૂ થઇ રહ્યો છે, જેમાં લેટેસ્ટ આઈફોન 15, મેકબેક જેવા એપલ પ્રોડક્ટો ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનો મોકો મળી શકે છે

Apple Festive Season Sale : વિવિધ કંપનીઓ વેચાણ વધારવા માટે ફેસ્ટિવલ સિઝન સેલ લાવી રહી છે, તેમાં એપલ પણ જોડાઇ ગઇ છે. એપલ ફેસ્ટિવ સિઝન સેલ 15 ઓક્ટોબર, રવિવારથી શરૂ થઇ રહ્યો છે, જેમાં લેટેસ્ટ આઈફોન 15, મેકબેક જેવા એપલ પ્રોડક્ટો ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનો મોકો મળી શકે છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Appleની સેલ્ફ સર્વિસ રિપેર હવે આ MacBooks અને iPhonesને આવરી લે છે

એપલ ફેસ્ટિવ સિઝન સેલ 15 ઓક્ટોબર, રવિવારથી શરૂ થઇ રહ્યો છે

Apple Festive Season Sale 2023 On Diwali : તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે અને વિવિધ ઇ-કોમર્સ કંપનીઓએ પણ ફેસ્ટિવ સિઝન સેલ શરૂ કરી દીધા છે. ફેસ્ટિવલ સિઝન સેલમાં જંદગી ડિસ્કાઉન્ટ અને કેશ બેકની આકર્ષક ઓફર સાથે મોબાઇલ, ગારમેન્ટ, ઇલેક્ટ્રીક ઉપકરણો સહિત વિવિધ ચીજવસ્તુઓ ઓછી કિંમતે ખરીદવાનો મોકો મળે છે. જો તમે લેટેસ્ટ એપલનો લેટેસ્ટ આઈફોન 15, એપલ વોચ કે અન્ય એપલ ગેજેટ્સ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી માટે એક આકર્ષક ઓફર શરૂ થઇ રહી છે. આગામી સપ્તાહે Appleનો ફેસ્ટિવલ સેલ શરૂ થઇ રહ્યો છે, જેમાં તમને ઓછી કિંમતે એપલની પ્રોડક્ટ ખરીદવાનો મોકો મળશે.

Advertisment

એપલ ફેસ્ટિવલ સિઝન સેલ ક્યારે શરૂ થશે (Apple Festive Season Sale 2023 )

Appleનો ફેસ્ટિવલ સિઝન સેલ 15 ઓક્ટોબર, 2023, રવિવાગથી ભારતમાં શરૂ થઇ રહ્યો છે. આગામી ફેસ્ટિવ સેલ દરમિયાન, iPhones, iPads, AirPods, Macs સહિત ઘણી પ્રોડક્ટ પર જંગી ડિસ્કાઉન્ટ મળવાની અપેક્ષા છે. જો તમે સેલમાં ઓછી કિંમતે iPhone અને MacBook ખરીદવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો તમે વેચાણ સંબંધિત સંપૂર્ણ વિગતો અહીં જોઈ શકો છો.

આ બે શહેરોમાં Appleના ઓફલાઈન સ્ટોર્સ પર પણ સેલ યોજાશે

ભારતમાં એપલના ઓનલાઈન સ્ટોર પર ફેસ્ટિવ સીઝન સેલ શરૂ થશે. Apple સાથે સંકળાયેલા એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું કે, ગ્રાહકોને ઑફલાઇન મોડથી સસ્તી અને સારી ડીલની સુવિધા દિલ્હીના સાકેત સ્થિત Apple સ્ટોર અને મુંબઈમાં સ્થિત Apple BKC સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે.

ફેસ્ટિવ સેલમાં એપલની કઇ પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ મળવાની અપેક્ષા

એવી આશા છે કે, લેટેસ્ટ સ્માર્ટફોન iPhone, MacBook અથવા Apple પ્રોડક્ટ પ્રેમીઓને Appleની આ ફેસ્ટિવ સિઝનમાં વધુ સારી ડીલ મળશે. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ અથવા ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે સેલની જેમ, Apple ફેસ્ટિવ સિઝન સેલ પણ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદી કરીને નાણાં બચાવવાની તક પૂરી પાડશે. સામાન્ય રીતે, Apple ભારે ડિસ્કાઉન્ટને બદલે તેના ઉત્પાદનો સાથે ફ્રીબીઝની સુવિધા આપવા પર ભાર મૂકે છે, તેથી તે જોવાનું રસપ્રદ રહેશે કે શું ફેસ્ટિવ સિઝન સેલ દર વર્ષની જેમ આ વર્ષ પણ સમાન રહે છે અથવા તેમાં અમુક ફેરફારો થશે. આ માટે ગ્રાહકોએ વેચાણ શરૂ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. જ્યારે વેચાણ શરૂ થશે ત્યારે જ બાબતો સ્પષ્ટ થશે.

Advertisment
iPhone 15 Pro Max Review
iPhone 15 Pro Maxમાં શક્તિશાળી A17 Pro Bionic ચિપસેટ છે. (છબી: નંદગોપાલ રાજન/ધ ઈન્ડિયન એક્સપ્રેસ)

આઈફોન-15 અને M2 MacBook Air પર ડિસ્કાઉન્ટની અપેક્ષા

Apple દ્વારા તેની લેટેસ્ટ ઓફરિંગ પર ઑફર્સની અપેક્ષા છે, જેમાં iPhone 15 સિરીઝ અને M2 MacBook Airનો સમાવેશ થાય છે. ઉપરાંત કંપની iPhone 13, iPhone 14 અને M1 MacBook Air જેવા જૂના પ્રોડક્ટોને ડિસ્કાઉન્ટ સાથે વેચી શકે છે. Apple ફેસ્ટિવ સીઝન સેલ દરમિયાન, ગ્રાહકોને એક્સચેન્જ બોનસ અને બેંક ઓફર્સ દ્વારા ડીલમાં વધુ સુધારો કરવાની તક મળી શકે છે. આ ઉપરાંત કેસ, કવર અને ચાર્જર સહિત Apple એસેસરીઝનું પણ સેલ દરમિયાન ડિસ્કાઉન્ સાથે વેચાણ કરવામાં આવી શકે છે.

ઉપરાંત, હાલમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ પર Apple ડિવાઇસ પર પૂરતી ઑફર્સ ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, iPhone 14 (128GB) Flipkart પર 56,999 રૂપિયામાં અને iPhone 13 Amazon પર 49,499 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી, આ કિંમત એમેઝોન અને ફ્લિપકાર્ટ પર દેખાતી હતી, હવે તેમાં ફેરફાર જોવા મળી શકે છે.

સ્માર્ટફોન તહેવાર ટેકનોલોજી બિઝનેસ