Apple iOS 18 : એપલ 10 જૂને વર્લ્ડવાઈડ ડેવલપર કોન્ફરન્સમાં આઇઓએસ 18 નું અનાવરણ કરી શકે

Apple iOS 18 : એપલના સીઈઓ ટિમ કૂકે પહેલેથી જ સ્પષ્ટતા કરી છે કે iOS 18 માં એઆઈ-સંચાલિત ઘણી નવી સુવિધાઓ ઉપલબ્ધ હશે.

Written by shivani chauhan
May 06, 2024 09:48 IST
Apple iOS 18 : એપલ 10 જૂને વર્લ્ડવાઈડ ડેવલપર કોન્ફરન્સમાં આઇઓએસ 18 નું અનાવરણ કરી શકે
એપલ 10 જૂને વર્લ્ડવાઈડ ડેવલપર કોન્ફરન્સમાં આઇઓએસ 18 નું અનાવરણ કરી શકે

Apple iOS 18 : એપલ (Apple) ની 2024 વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સને થોડાઅઠવાડિયા બાકી છે, ટેક જાયન્ટ અત્યાર સુધીના સૌથી મોટા iOS માંના એકને લોન્ચ કરવાની તૈયારી કરી રહી હોય તેવું લાગે છે. Apple ની આવનારી મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ, આઇઓએસ (Apple iOS 18) એ ઘણી નવી AI-સંચાલિત સુવિધાઓ લાવશે, જેમાંથી કેટલીક ડિવાઇસ પર પણ ચાલી શકે છે. આગામી AI સુવિધાઓથી લઈને RCS સપોર્ટ સુધી, iOS 18 વિશે અહીં બધુજ જાણો,

iPhone 15
એપલ 10 જૂને વર્લ્ડવાઈડ ડેવલપર કોન્ફરન્સમાં આઇઓએસ 18 નું અનાવરણ કરી શકે (Image: Bijin Jose/The Indian Express)

AI સંચાલિત સિરી અને સફારી

એપલના સીઈઓ ટિમ કૂકે પહેલેથી જ સ્પષ્ટતા કરી છે કે iOS 18 માં એઆઈ-સંચાલિત ઘણી નવી સુવિધાઓ ઉપલબ્ધ હશે. પરંતુ તેમણે વધારે કોઈ માહિતી શેર કરી ન હતી, AppleInsider દ્વારા એક રિપોર્ટ મુજબ iPhones પર ડિફોલ્ટ વૉઇસ આસીસન્ટ, સિરીને ઈમ્પ્રુવ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ પણ વાંચો: Bajaj Pulsar NS400Z launched: સ્પોર્ટ્સ લૂક બાઈક લેવાનું વિચારી રહ્યા છો તો આ બાઈક તમારા માટે છે બેસ્ટ, અહીં વાંચો ફિચર્સ વિશે

સિરી ટૂંક સમયમાં મેસેજ એપ્લિકેશનમાં ટેક્સ્ટ એનાલિસીસ અને સમરાઈઝ કરવામાં સક્ષમ હશે. બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ, વૉઇસ અસિસ્ટને મેસેજમાં ઓટો કમ્પ્લીટ ટેક્સ્ટ, જટિલ પ્રશ્નોના જવાબો અને મુશ્કેલ કાર્યોને સ્વચાલિત કરવા માટે ઉમ્પ્રુવ્ડ શૉર્ટકટ્સ એપ્લિકેશન સંકલન કરવાની ક્ષમતા પણ મળી શકે છે.

એવું પણ જાણવા મળ્યું છે કે, Apple Safari માટે “ઇન્ટેલીજન્ટ સર્ચ” સુવિધા પર કામ કરી રહ્યું છે જે iPhone આઈફોન યુઝર્સને Appleના ઇન-હાઉસ વિકસિત AI ભાષાના મોડલ – Ajaxનો ઉપયોગ કરીને વેબ પેજનો ઝડપથી સારાંશ આપી શકે છે. આ ઉપરાંત, એવું લાગે છે કે Ajax સફારી અને મેસેજમાંથી તમારા ડેટાને ઍક્સેસ કરે તે પહેલાં યુઝર્સને ચેતવણી આપશે.

Apple દ્વારા પ્રકાશિત થયેલા કેટલાક રિચર્સ દ્વારા જાણવા મળ્યું કે આ AI ફીચર્સ ડિવાઇસ પર જ લોકલી ચાલશે. રિપોર્ટમાં સમર્થન આપ્યું કે Ajax સરળ રિસ્પોન્સ જનરેટ કરવા માટે ઓન-ડિવાઈસ પ્રોસેસિંગનો ઉપયોગ કરશે, પરંતુ કેટલીકવાર, તે ઇમેજ જનરેશન જેવી વધુ જટિલ રિકવેસ્ટનો રિસ્પોન્સ આપવા માટે ક્લાઉડ સર્વર્સનો ઉપયોગ કરી શકે છે. ટેક જાયન્ટ Google અને OpenAI બંને સાથે વાત કરે છે, તે જોવાનું બાકી છે કે Apple આ AI ક્ષમતાઓ લાવવા માટે કઈ કંપની સાથે પાર્ટનરશીપ કરશે.

આરસીએસ સપોર્ટ

એપલ વર્ષોથી તેની માલિકીની iMessage સાથે કામ કરે છે, પરંતુ આ વર્ષે ટેક જાયન્ટે જાહેરાત કરી હતી કે તે iOS 18 સાથે રિચ કોમ્યુનિકેશન સર્વિસીસ (RCS) પ્રોટોકોલને સપોર્ટ કરશે. આનો અર્થ એ છે કે iPhone યુઝર્સ ટૂંક સમયમાં તેમના મિત્રો સાથે વાત કરી શકશે. Android ડિવાઇસ અને હાઈ ક્વોલિટી વિડિઓઝ શેર કરો.

આ પણ વાંચો: Nokia 3210 : એચએમડી આઇકોનિક નોકિયા 3210 નું મોર્ડન વરઝ્ન લોન્ચ કરી શકે, જાણો ફીચર્સ

વિઝ્યુઅલ ઈમ્પ્રુવમેન્ટ

એવું પણ સામે આવ્યું છે કે iOS 18 એ Apple Vision Pro ને પાવર આપતું સોફ્ટવેર visionOS માંથી અમુક પ્રકારની પ્રેરણા લઈ શકે છે. જો સાચું હોય, તો કેટલાક કોમ્પોનન્ટ્સમાં ફેરફારો જોઈ શકીએ છીએ જેમ કે સર્ક્યુલર સાઈન, અર્ધપારદર્શક UI જે ઓપરેટિંગ સિસ્ટમ અને ઈમ્પ્રુવ્ડ કંટ્રોલ સેન્ટર સાથે મિશ્રણ કરે છે.

અપડેટમાં નવી કસ્ટમાઇઝેશન સુવિધાઓ લાવવાનું પણ કહેવાય છે જેમ કે એપ્લિકેશન આઇકોન અરેન્જમેન્ટ પર વધુ કંટ્રોલ અને હોમ સ્ક્રીન પર બ્લેન્ક સ્પેસ, રો અને કૉલમ બનાવવાની ક્ષમતા હોઈ શકે છે.

કયા આઈફોનમાં iOS 18 અપડેટ હશે?

એપલે એ હજુ સુધી ડિવાઇસની લિસ્ટ શેર કરી નથી, પરંતુ iPhone 11 પછી લૉન્ચ થયેલ કોઈપણ ફોનમાં iOS 18 અપડેટ હોઈ શકે છે. આનો અર્થ એ છે કે iPhone 11, iPhone 12, iPhone 13, iPhone 14, iPhone 15 સિરીઝ અને Phone SE (3જી જનરેશન) પર iOS લેન્ડિંગ હોઈ શકે છે.

એપલ WWDC 2024 ઇવેન્ટમાં iOS 18 અપડેટ લોન્ચ કરશે, જે 10 જૂને થશે, ત્યારે ટેક જાયન્ટ iPhone યુઝર્સ માટે શું સ્ટોર છે તે જાણવા માટે હવે થોડો ટાઈમ રાહ જોવી પડશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ