Flipkart Offers : ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડે સેલ પર આઈફોન 15 ની કિંમતમાં ઘટાડો, જાણો ઓફર્સ

Flipkart Offers : આઇફોન 15 વર્ષ 2023 માં બેઝલાઇન આઇફોન તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં યુએસબી-સી પોર્ટ, ડાયનેમિક આઇલેન્ડ અને A16 બાયોનિક પ્રોસેસર ₹ 79,900 ની પ્રારંભિક કિંમત અવેલબલ હતો.

Flipkart Offers : આઇફોન 15 વર્ષ 2023 માં બેઝલાઇન આઇફોન તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં યુએસબી-સી પોર્ટ, ડાયનેમિક આઇલેન્ડ અને A16 બાયોનિક પ્રોસેસર ₹ 79,900 ની પ્રારંભિક કિંમત અવેલબલ હતો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
iPhone 15

ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડે સેલ પર આઈફોન 15 ની કિંમતમાં ઘટાડો, જાણો ઓફર્સ

Flipkart Offers : એપલ આઈફોન 15 (Apple iPhone 15) આગામી બિગ સેવિંગ ડેઝ સેલના ભાગ રૂપે ફ્લિપકાર્ટ (Flipkart) પર 2 મેના રોજથી ડિસ્કાઉન્ટમાં અવેલબલ થશે. સેલિંગ દરમિયાન, iPhone 15 નું બેઝ વેરિઅન્ટ ₹ 63,999માં અવેલબલ થશે, અને વોટલમાર્ટ-ની માલિકીની ઈ- કોમર્સ પ્લેટફોર્મે આઇફોન 14 પ્લસ અને આઇફોન 15 પ્લસ જેવા અન્ય આઇફોન મોડલ્સ પર પણ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. બેંક ઓફર્સ અને વધારાના ડિસ્કાઉન્ટ સહિત આ એક અસરકારક કિંમત છે.

Advertisment
iPhone 15 pro max
ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડે સેલ પર આઈફોન 15 ની કિંમતમાં ઘટાડો, જાણો ઓફર્સ

આઇફોન 15 વર્ષ 2023 માં બેઝલાઇન આઇફોન તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં યુએસબી-સી પોર્ટ, ડાયનેમિક આઇલેન્ડ અને A16 બાયોનિક પ્રોસેસર ₹ 79,900 ની પ્રારંભિક કિંમત અવેલબલ હતો. છેલ્લા કેટલાક મહિનાઓમાં, iPhone 15 સસ્તો થયો છે, અને Flipkart બિગ સેવિંગ ડેઝ દરમિયાન, iPhone 15 ઓલ-ટાઇમ ચીપર કિંમતે ઉપલબ્ધ થશે. iPhone 15 256 GB અને 512 GB ઇન્ટર્નલ સ્ટોરેજ સાથે પણ ઉપલબ્ધ છે.

Blockbuster deal from samsung
ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડે સેલ પર આઈફોન 15 ની કિંમતમાં ઘટાડો, જાણો ઓફર્સ

આ પણ વાંચો: Redmi Note 13 Pro+ 5G: રેડમી નોટ 13 પ્રો+ 5G વર્લ્ડ ચેમ્પિયન એડિશન ભારતમાં લોન્ચ, શાનદાર સ્માર્ટફોન ડિસ્કાઉન્ટમાં ખરીદવાનો મોકો

iPhone 15 હાલમાં એમેઝોન પર ₹ 70,999માં વેચાય છે, અને Apple ની ઓફિશ્યલ વેબસાઇટ પર, ડિવાઇસ હજુ પણ તેની લોન્ચ કિંમતે લિસ્ટેડ છે. અન્ય પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ઑફર્સને ધ્યાનમાં રાખીને, Flipkart હાલમાં iPhone 15ને ઘણી ઓછી કિંમતે ઑફર કરી રહ્યું છે. તે હાલમાં iOS 17 પર ચાલે છે, અને ઓછામાં ઓછા ચાર વધુ મોટા iOS અપડેટ્સ માટે એલિજિબલ છે.

Advertisment

આઈફોન 15 (iPhone 15) પર અન્ય ઑફર્સ

ક્રોમામાં iPhone 15 હાલમાં ₹ 71,290માં લિસ્ટેડ છે અને પ્લેટફોર્મ એક્સચેન્જ ઓફર તરીકે ₹ 60,596 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. તેવી જ રીતે, પસંદગીના બેંક કાર્ડ્સ પર 4,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ છે. વિજય સેલ્સમાં iPhone 15 પસંદગીના બેંક કાર્ડનો ઉપયોગ કરીને પ્રી-પેઇડ ચુકવણી પર ₹ 4,000 સુધીના ડિસ્કાઉન્ટ સાથે ₹71,490માં અવેલબલ છે.

આ પણ વાંચો: Samsung Galaxy F55 5g : સેમસંગ ગેલેક્ષી એફ55 ઇન્ડિયામાં ટૂંક સમયમાં લોન્ચ થશે, ફોન વેગન લેધર ફિનિશ સાથે આવી શકે

જો તમે નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો તો આઈફોન 15 વિવિધ કારણોસર સારી પસંદગી બની શકે છે. આ હાલમાં યુએસબી-સી પોર્ટ, ડાયનેમિક આઇલેન્ડ અને 48 એમપી કેમેરા સાથેનો સૌથી સસ્તો iPhone છે. લીક્સને ધ્યાનમાં લેતા, iPhone 16 એ iPhone 15 જેવાજ સ્પેસિફિકેશન ઓફર કરશે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G