iPhone 15 Pro Heating Issue : આઈફોન 15 પ્રોની સીરીઝમાં હીટિંગ સમસ્યાઓ દૂર થશે, એપલે આપ્યું સોલ્યુશન

iPhone 15 Pro Heating Issue : iPhone 15 સિરીઝ Appleએ સપ્ટેમ્બરમાં કરી હતી, જેમાં iPhone 15 Pro અને iPhone 15 Pro Max કટીંગ-એજ A17 પ્રો ચિપ અને નવી ટાઇટેનિયમ બોડી ધરાવે છે. આ ફોન વેચાણ પર ગયા પછી, ઘણા યુઝર્સે ફરિયાદ કરી હતી કે, સામાન્ય ઉપયોગમાં પણ ફોનમાં વધુ હિટિંગ ઈશ્યુનો સામનો કરવો પડે છે.

iPhone 15 Pro Heating Issue : iPhone 15 સિરીઝ Appleએ સપ્ટેમ્બરમાં કરી હતી, જેમાં iPhone 15 Pro અને iPhone 15 Pro Max કટીંગ-એજ A17 પ્રો ચિપ અને નવી ટાઇટેનિયમ બોડી ધરાવે છે. આ ફોન વેચાણ પર ગયા પછી, ઘણા યુઝર્સે ફરિયાદ કરી હતી કે, સામાન્ય ઉપયોગમાં પણ ફોનમાં વધુ હિટિંગ ઈશ્યુનો સામનો કરવો પડે છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Apple iPhone 15, iPhone 15 Plus in black (Image credit Nandagopal RajanThe Indian Express)

Apple iPhone 15, iPhone 15 Plus કાળા રંગમાં (ઇમેજ ક્રેડિટ: નંદગોપાલ રાજન/ધ ઇન્ડિયન એક્સપ્રેસ)

Apple એ iPhone 15 Pro અને iPhone 15 Pro Max માટે ડિવાઇસની હીટિંગ સમસ્યાને ઉકેલવા માટે એક નવો સોફ્ટવેર પેચ જાહેર કર્યો છે. iOS 17.0.3 હાલમાં યોગ્ય iPhones માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે.હીટિંગ સમસ્યાને ઉકેલવા ઉપરાંત, અપડેટ અન્ય ઈશ્યુને પણ સંબોધિત કરે છે અને iPhone સુરક્ષાને વધારે છે. ઓફિશિયલ ચેન્જલોગ મુજબ, iOS 17.0.3 એ સમસ્યાનો સામનો કરશે.

Advertisment

જે યુઝર્સ પહેલાથી જ iOS 17.0.2 પર છે, તેમના માટે iOS 17.0.3 અપડેટની સાઈઝ આશરે 420 MB છે. જો તમે પણ નવી લોન્ચ કરેલી iPhone 15 Pro સિરીઝમાં હીટિંગની સમસ્યાનો અનુભવ કર્યો હોય, તો આ અપડેટને ઇન્સ્ટોલ કરવી જરૂરી છે, કારણ કે એપલના જણાવ્યા મુજબ તે સમસ્યાનું નિરાકરણ લાવશે.

આ પણ વાંચો: Kodak Smart TV : કોડક સ્માર્ટ ટીવી 43, 50, 55, 65 અને 75 ઇંચ સ્ક્રીન સાથે થયું લોન્ચ, ઓછી કિંમતે 4K સ્ક્રિનનો આનંદ

Appleએ સપ્ટેમ્બરમાં iPhone 15 સિરીઝ લોન્ચ કરી હતી, જેમાં iPhone 15 Pro અને iPhone 15 Pro Max કટીંગ-એજ A17 પ્રો ચિપ અને નવી ટાઇટેનિયમ બોડી ધરાવે છે. આ ફોન વેચાણ પર ગયા પછી, ઘણા યુઝર્સે ફરિયાદ કરી હતી કે, સામાન્ય ઉપયોગમાં પણ ફોન વધુ હિટિંગ ઈશ્યુનો સામનો કરવો પડે છે.

Advertisment

આ પણ વાંચો: Google Pixel 8, Pixel 8 Pro: Google Pixel 8 સિરીઝ લોન્ચ, જાણો કેમેરા ફીચર્સ અને કિંમત, iPhone 15 સાથે સ્પર્ધામાં

વિવિધ રિપોર્ટમાં સૂચવ્યું છે કે નવી હીટિંગ સમસ્યા ટાઇટેનિયમના ઉપયોગને કારણે હોઈ શકે છે, જે સ્ટીલ અને એલ્યુમિનિયમની સરખામણીમાં ગરમીનું નબળું વાહક (poor conductor)છે. એ જ રીતે, કેટલાકએ એવું પણ સૂચન કર્યું છે કે નવી A17 પ્રો ચિપ વધુ પડતી ગરમી પાછળ હોઈ શકે છે, કારણ કે આ સમસ્યા બેઝલાઈન iPhone 15 સિરીઝમાં જોવા મળી નથી.

એપલે એક નિવેદન બહાર પાડ્યું કે, સમસ્યા સોફ્ટવેર બગ અને અનઓપ્ટિમાઇઝ્ડ એપ્સને લીધે છે, અને સમસ્યાને ઉકેલવા માટે અપડેટ રિલીઝ કરવાના ઇરાદાની પુષ્ટિ કરી હતી. બ્રાન્ડે હવે તે વચન પૂરું કર્યું છે.

સ્માર્ટફોન બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ 5G