Apple iPhone 15 Series India Frist Sale: Apple iPhone 15 Series India Frist Sale: આખરે, Apple ચાહકોની રાહ પૂરી થઈ અને ભારતમાં આજે (22 સપ્ટેમ્બર 2023) લેટેસ્ટ iPhone 15 સિરીઝનું વેચાણ શરૂ થયું છે. Apple એ iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max સ્માર્ટફોનનું લોન્ચિંગ 12 સપ્ટેમ્બર, 2023 ના રોજ આયોજિત ‘વન્ડરલસ્ટ’ ઇવેન્ટમાં કર્યું છે. લોન્ચ ઈવેન્ટમાં જ કંપનીએ માહિતી આપી હતી કે Apple iPhone 15 મોડલનું વેચાણ ભારતમાં 22 સપ્ટેમ્બરે સવારે 8 વાગ્યાથી શરૂ થશે. જો તમે પણ એવા લોકોમાંથી છો જેમણે નવા iPhoneનું પ્રી-બુક કર્યું છે, તો તમે સ્ટોર પર જઈને સંપૂર્ણ ચુકવણી કરી શકો છો અને ફોન મેળવી શકો છો. લોકોમાં નવા iPhone માટે ક્રેઝ છે અને જ્યારે iPhone 15 સિરીઝનું વેચાણ શરૂ થયું ત્યારે નવી દિલ્હીમાં Apple BKC અને સાકેત સ્ટોર્સ પર લાંબી લાઈનો જોવા મળી હતી.
તમને જણાવી દઈએ કે iPhone 15 સીરિઝને એપલ સ્ટોર અથવા દેશભરના રિ-સેલર આઉટલેટ્સ પરથી સીધા જ ખરીદી શકાય છે. iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max દેશભરમાં ઓનલાઈન અને ઓફલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
iPhone 15 સિરીઝની કિંમત
કિંમતની વાત કરીએ તો ભારતમાં iPhone 15ની કિંમત 79,900 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે iPhone 15 Plus 89,900 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જ્યારે iPhone 15 Pro 1,34,900 રૂપિયાની પ્રારંભિક કિંમતે અને iPhone 15 Pro Max 1,59,900 રૂપિયાની પ્રારંભિક કિંમતે મેળવી શકાય છે.

Apple iPhone 15 સિરીઝના ફીચર્સ
આ વખતે Apple iPhone 15 અને iPhone 15 Plusમાં ડાયનેમિક આઇલેન્ડ ફીચર આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે 2022માં આ ફીચર માત્ર પ્રો સીરીઝના iPhone 14 Pro અને iPhone 14 Pro Maxમાં આપવામાં આવ્યું હતું.
સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે iPhone 15 સીરીઝના ચારેય ફોન લાઈટનિંગ પોર્ટની જગ્યાએ USB Type-C પોર્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે.





