iPhone 15 : આઈફોન 15ના સૌથી સસ્તા મોડલની કિંમત 10 ગ્રામ સોના કરતા પણ વધારે, ભારતમાં એપલ આઈફોનનું વેચાણ ક્યારે શરૂ થશે, જાણો વિગતવાર

Apple iPhone 15 Price In India : એપલ કંપનીએ આઈફોન 15 સિરીઝના ચાર વેરિયન્ટ અને બે એપલ વોચ લોન્ચ કર્યા છે. એપલના લેટેસ્ટ આઇફોન 15 સિરીઝની ભારતમાં કિંમત અને ફિચર્સ તેમજ ક્યારથી મળશે તેના વિશે વિગતવાર જાણો

Written by Ajay Saroya
September 13, 2023 16:28 IST
iPhone 15 : આઈફોન 15ના સૌથી સસ્તા મોડલની કિંમત 10 ગ્રામ સોના કરતા પણ વધારે, ભારતમાં એપલ આઈફોનનું વેચાણ ક્યારે શરૂ થશે, જાણો વિગતવાર
આઇફોન 15 પ્રો અને આઇફોન 15 પ્રો મેક્સે ચાર આંખ આકર્ષક ટાઇટેનિયમ શેડ્સ રજૂ કર્યા છે. (ઇમેજ : એપલ)

Apple iPhone 15 Features, Price And Availability In India : Appleએ આખરે 12 સપ્ટેમ્બરે યોજાયેલી ‘વન્ડરલસ્ટ’ ઇવેન્ટમાં નવા આઈફોન 15 સિરીઝ લોન્ચ કર્યા છે. કંપનીએ આ ઈવેન્ટમાં વોચ સિરીઝ 9 અને વોચ અલ્ટ્રા 2 પણ લોન્ચ કરી છે. iPhone 15 અને iPhone 15 Plus વિશે વાત કરીએ તો Appleએ આ સ્માર્ટફોન્સમાં A16 Bionic ચિપસેટ આપ્યો છે. આ Apple iPhonesને ફુલ એચડી રિઝોલ્યુશન OLED સ્ક્રીન, 2000 નીટ્સ સુધીની પીક બ્રાઈટનેસ અને ડાયનેમિક આઈલેન્ડ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. એપલના લેટેસ્ટ આઇફોન 15 સિરીઝના ચારેય મોડલની કિંમત અને ફિચર્સ તેમજ ક્યારથી ભારતમાં મળશે તેના વિશે વિગતવાર જાણો…

આઈફોન 15ની કિંમત (iPhone 15 Price)

અમેરિકામાં iPhone 15ના 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 799 ડોલર અને iPhone 15 Plusની કિંમત 899 ડોલર રાખવામાં આવી છે. જો ભારતીય ચલણમાં વાત કરીયે ત iPhone 15 મોડલની કિંમત ભારતમાં 79,900 રૂપિયા અને iPhone 15 Plusની કિંમત 89,900 રૂપિયા છે.

Apple iPhone | iPhone 15 | iPhone 15 Event
iPhone 15 સિરીઝ ભારતમાં લૉન્ચ કરવામાં આવી છે

આઈફોન 15 સિરીઝનું ભારતમાં વેચાણ ક્યારથી શરૂ થશે

આઈફોન 15 સિરીઝનું વેચાણ એપલ દ્વારા ટૂંક સમયમાં શરૂ કરાશે. આઈફોન 15 સિરીઝના મોડલનું ભારતમાં વેચાણ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે. HDFC બેંક કાર્ડ યુઝર્સ આઈફોન 15ની ખરીદી પર 5000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ હેન્ડસેટ 512GB સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

એપલ આઈફોન 15 સિરીઝા મોડલર અને વિવિધ દેશોમાં તેની કિંમત

એપલના આઈફો 15 સિરીઝના વિવિધ મોડલની અલગ-અલગ દેશોમાં કિંમતની વિગત

આ બંને ફોન બ્લેક, બ્લુ, ગ્રીન, પિંક અને યલો કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હેન્ડસેટ માટે પ્રી-ઓર્ડર 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. જ્યારે iPhone 15 અને iPhone 15 Plusનું વેચાણ ભારતમાં 22 સપ્ટેમ્બરથી શરૂ થશે.

આઈફોન 15ના ફિચર્સ (iPhone 15 features)

એપલના લેટેસ્ટ iPhone 15અને iPhone 15 Plus વચ્ચેનો મોટો તફાવત ડિસ્પ્લે સાઇઝ અને બેટરી લાઇફનો છે. iPhone 15ને રેગ્યુલર 6.1 ઇંચ સ્ક્રીન, સિરામિક શિલ્ડ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જ્યારે iPhone 15 Plus સ્માર્ટફોનમાં 6.7 ઈંચની સ્ક્રીન આપવામાં આવી છે.

તો iPhone 15 સિરીઝના આ બંને ફોન રોડસાઇડ આસિસ્ટન્ટને સપોર્ટ કરે છે જે સેટેલાઇટ કનેક્ટિવિટી દ્વારા કામ કરે છે અને find my ફિચર મારફતે કામગીરી કરે છે. આ iPhonesને iOS 17 સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. બંને નવા iPhonesમાં નેમડ્રોપ અને સ્ટેન્ડબાય જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

iPhone 15 ની અગાઉની iPhone 14 સિરીઝ જેવી જ બિલ્ડ ક્વોલિટી છે અને તેમાં ગ્લાસ સેન્ડવિચ ડિઝાઇન છે. આ લેટેસ્ટ iPhones પાણી અને ડસ્ટ પ્રતિકાર માટે IP68 રેટિંગ ધરાવે છે. આ સ્માર્ટફોન સેકન્ડ જનરેશનના અલ્ટ્રા-વાઇડબેન્ડ ચિપ્સ સાથે આવે છે.

આ પણ વાંચો | એપલે વોચ સિરીઝ 9 અને વોચ અલ્ટ્રા 2 ની કરી જાહેરાત, જાણો ફીચર્સ અને કિંમત

પ્રો મોડલ્સની જેમ, કંપનીએ iPhone 15 સિરીઝમાં 48MP વાઈડ-એંગલ કેમેરા પણ પ્રદાન કર્યો છે જે 2x ઓપ્ટિકલ ક્વોલિટી ટેલિફોટો શૂટિંગને સપોર્ટ કરે છે. ઉપરાંત 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ પણ છે. આ iPhonesમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 12-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો છે. હંમેશની જેમ, Appleએ બેટરીની ક્ષમતા અંગે કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ કંપનીનો દાવો છે કે iPhone 15 અને iPhone 15 Plus એક વખતના ચાર્જિંગ પર બેટરી આખો દિવસ ચાલશે ઝડપી ચાર્જિંગ માટે iPhone 15 સિરીઝને નવા USB Type-C પોર્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ