Apple iPhone 15 series – આઈફોન 15 સિરીઝ અને બે એપલ વોચ લોન્ચ, ફિચર અને કિંમતની તમામ વિગત જાણો

Apple iphone 15 series launch : એપલ ઇવેન્ટમાં આઈફોન 15 સિરીઝના ચાર વેરિયન્ટ ઉપરાંત બે લેટેસ્ટ એપલ વોચ પર લોન્ચ કરવામાં આવી છે. એપલના લેટેસ્ટ આઈફોન 15 મોડલના ફિચર અને કિંમત સહિતની તમામ વિગતો

Written by Ajay Saroya
September 13, 2023 00:58 IST
Apple iPhone 15 series – આઈફોન 15 સિરીઝ અને બે એપલ વોચ લોન્ચ, ફિચર અને કિંમતની તમામ વિગત જાણો
Apple iPhone 15 સિરીઝનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

Apple iphone 15 series launch features price all details : એપલ કંપનીએ લેટેસ્ટ આઈફોન 15 સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. એપલ ઇવેન્ટમાં કંપની એ આઈફોન 15 પરથી પડદો ઉઠાવ્યો છે. આ લેટેસ્ટ આઈફોન 15માં કંપનીએ અમુક ફેરફાર કર્યા છે. ખાસ કરીને એપલે 10 વર્ષ બાદ આઈફોનનું ચાર્જર બદલ્યુ છે. એપલ કંપનીએ આઈફોન 15 સિરીઝના ચાર મોડલ ઉપરાંત બે એપલ વોચ પણ લોન્ચ કરી છે. એપલના લેટેસ્ટ આઈફોન 15 સિરીઝના તમામ વેરિયન્ટના ફિચરો અને કિંમત વિશે જાણીયે ની

આઈફોન 15 સિરીઝના ફિચર્સ (iPhone 15 Series Features)

એપિલના લેટેસ્ટ આઈફોન 15 સિરીઝમાં ડાયનેમિક આઇલેન્ડ ફિચર આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે પાછલી જનરેશનના આઈફોનમાં આ ફિચર ફક્ત પ્રો મોડલ્સમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. iPhone 15માં 6.1 ઇંચની ડિસ્પ્લે છે અને iPhone 15 Plusમાં 6.7 ઇંચની ડિસ્પ્લે છે. 2000 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ મળે છે. પાછળના ભાગમાં મેટ ફિનિશ ડિઝાઇન આપવામાં આવી છે.

નવા iPhoneમાં 48-મેગાપિક્સલનો પ્રાયમરી રીઅર કેમેરા છે. A16 Bionic ચિપસેટ Apple iPhone 15 અને 15 Plusમાં ઉપલબ્ધ છે.

Apple એ દાવો કર્યો છે કે iPhone 15માં સંપૂર્ણ એક દિવસ ચાલે તેવી બેટરી લાઇફ મળશે. Appleનું કહેવું છે કે નવા ફોનમાં iPhone 14 કરતા મોટી બેટરી હશે. iPhone 15માં વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી ઉપલબ્ધ હશે. કનેક્ટિવિટી માટે, iPhone 15માં Apple Watch Ultra જેવી અલ્ટ્રા-વાઇડબેન્ડ ચિપ આપવામાં આવી છે. લેટેસ્ટ iPhone 15 સિરીઝના ફોન Emergency SOS Via Satellite ફિચર સાથે આવે છે.

આઈફોન 15 પ્રોના ફિચર્સ (iPhone 15 Pro Features)

એપલના આઈફોન 15 પ્રો સિરીઝને ટાઇટેનિયમ મટિરિયલથી બનેલી ફ્રેમ સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. Appleનું કહેવું છે કે તે અત્યાર સુધીનો સૌથી લાઇટ iPhones છે. iPhone 15 Proમાં સ્ટ્રોંગ ગ્લાસ મટિરિયલ આપવામાં આવ્યું છે.

iPhone 15 Proમાં 6.1 ઇંચની ડિસ્પ્લે છે જ્યારે iPhone 15 Pro Maxમાં 6.7 ઇંચની ડિસ્પ્લે છે. iPhone 15 Proને કસ્ટમાઇઝ કરી શકાય તેવા એક્શન બટન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ બટન વડે ફંક્શનને મ્યૂટ કરવા માટે, તમારે સ્લાઇડને બદલે પ્રેસ કરવું પડશે. એક્શન બટન વડે ફોનમાં ઘણા વધારે ફંક્શન પણ પરફોર્મ કરી શકાય છે.

iPhone 15 Pro Maxમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી રીઅર કેમેરો. ઓછા પ્રકાશ અને નાઇટ ફોટોગ્રાફીનો દાવો કરે છે. આ ફોન્સમાં નેક્સ્ટ જનરેશન પોટ્રેટ મોડ ફિચર છે. એપલનું કહેવું છે કે ફોટોનિક એન્જીનથી નાઈટ મોડમાં શાનદાર ક્વોલિટીના ફોટા કેપ્ચર કરી શકાય છે. કેમેરા સ્માર્ટ HDR ને સપોર્ટ કરે છે.

ફોનમાં 12 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા પણ છે જે 100 ટકા ફોકસ પિક્સલ, 120mm ફોકલ લેન્સ સાથે આવે છે. iPhone 15 Pro શ્રેણીમાં 12-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા છે જે એપરચર F/2.2 સાથે આવે છે. આ કેમેરા 10x ઓપ્ટિકલ ઝૂમ ઓફર કરે છે.

એપલ આઈફોનનું ચાર્જિંગ બદલ્યુ

પહેલીવાર એપલે આઈફોનમાં ચાર્જિંગ માટે ટાઇપ-સી પોર્ટ આપ્યું છે. તેમાં A16 બાયોનિક ચિપસેટ છે, જે ગયા વર્ષના પ્રો વેરિઅન્ટમાં ઉપલબ્ધ હતું. નોન-પ્રો મોડલ હવે પરફોર્મન્સની દ્રષ્ટિએ વધુ પાવરફુલ હશે. આમાં તમને વધુ સારું બેટરી બેકઅપ મળશે.

એપલ આઈફોન 15 સિરીઝની કિંમત

એપલના લેટેસ્ટ આઈફોન 15 સિરીઝની કિંમત અગાઉના મોડલ કરતા ઘણી વધારે છે. એપલના આઈફોન 15ની કિંમત 799 ડોલર, આઈફોન 15 પ્લસની કિંમત 899 ડોલર, આઈફોન 15 પ્રોની કિંમત 999 ડોલર અને આઈફોન 15 પ્રો મેક્સની કિંમત 1199 ડોલર રાખવામાં આવી છો.

જો ભારતીય રૂપિયામાં વાત કરીયે તો પ્રાથમિક અંદાજ મુજબ આઈફોન 15નિ કિંમત 79900 રૂપિયા, આઈફોન 15 પ્લસની કિંમત 89900 રૂપિયા જેટલી રહેશે. તેવી જ રીતે આઈફોન 15 પ્રો વેરિયન્ટની કિંમત 1,39,900 રૂપિયા અને આઈફોન 15 પ્રો મેક્સની કિંમત 1,59,900 રૂપિયા જેટલી રહેશે.

એપલ વોચ સિરીઝ 9 અને એપલ વોચ અલ્ટ્રા 9 લોન્ચ

એપલ ઇવેન્ટમાં આઈફોન 15 સિરીઝ ઉપરાંત બે સ્માર્ટ વોચ પણ લોન્ચ કરવામાં આવી છે. એપલ વોચ સિરીઝ 9 અને એપલ વોચ અલ્ટ્રા 2 પણ લોન્ચ કરવામાં આવી છે. ‘વંડરલ્સ્ટ’ નામથી કંપનીનું આ લોન્ચિંગ ઇવેન્ટ કેલિફોર્નિયાના એપલ હેડક્વાર્ટરના ‘સ્ટીવ જૉબ્સ થિયેટર’માં લોન્ચ થયું છે.

નવી એપલ વોચ સિરીઝ 9માં એસ9 ચિપસેટ આપવામાં આવી છે. 2x ફાસ્ટ ન્યૂરલ એન્જિન, એક સપૂર્ણ દિવસ ચાલે તેવી બેટરી, Siriની સાથે રિક્વેસ્ટ કરવી સરળ બની છે. સિરીઝમાં 9માં અગાઉની સિરીઝ 8ની તુલનામાં ડિક્ટેશન વધારે સરળ છે. Siri સાથે હેલ્થ ડેટા જાણવા સરળ રહેશે.

આ પણ વાંચો | સસ્તા સ્માર્ટફોનની ભરમાર સામે મોઘાદાટ આઈફોનનો મોહ કેમ? એપલ યુઝર્સે પર આઇફોન 15 પ્રોનો જાદુ ચાલશે!

એપલ વોચ સિરીઝ 9ની કિંમત 41900 રૂરપિયાથી શરૂ થાય છે અને એપલ વોચ એસઇની કિંમત 29900 રૂપિયાથી શરૂ થાય છે. ઓસ્ટ્રેલિયા, ભારત, ફ્રાંસ, જાપાન, જર્મની અમેરિકા સહિત 40થી વધારે દેશોમાં આ નવી એપલ વોચ 22 સપ્ટેમ્બરથી ઉપલલ્ધ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ