iPhone 16 Pre-Order Today: આઈફોન 16 માટે પ્રી ઓર્ડર બુકિંગ શરૂ, જાણો કિંમત અને ક્યાં - કેવી રીતે ઓર્ડર કરવો

Apple iPhone 16 Series Pre Order: આઈફોન 16 સિરીઝ માટે ભારતમાં પ્રી ઓર્ડર બુકિંગ 13 સપ્ટેમ્બરથી શરૂ થયું છે. એપલની આ વાર્ષિક ઇવેન્ટમાં આઇફોન 16 સિરીઝ ઉપરાંત Apple Watch સીરીઝ 10 અને એરપોડ્સ 4ને પણ લોન્ચ કરવામાં આવ્યા હતા.

Apple iPhone 16 Series Pre Order: આઈફોન 16 સિરીઝ માટે ભારતમાં પ્રી ઓર્ડર બુકિંગ 13 સપ્ટેમ્બરથી શરૂ થયું છે. એપલની આ વાર્ષિક ઇવેન્ટમાં આઇફોન 16 સિરીઝ ઉપરાંત Apple Watch સીરીઝ 10 અને એરપોડ્સ 4ને પણ લોન્ચ કરવામાં આવ્યા હતા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
iPhone 16 | આઈફોન 16 | iPhone 16 Pro pre order | iPhone 16 Pro models | iPhone 16 Pro sale | iPhone 16 Pro upgrades | iPhone 16 Pro features | iPhone 16 Price | આઈફોન 16 કિંમત

iPhone 16 Pre Order Today: આઈફોન 16 સિરીઝ ખરીદવા માટે પ્રી ઓર્ડર બુકિંગ શરૂ થયું છે. (Image: Apple)

iPhone 16 Pre-Order starts Today: એપલ આઈફોન 16 સિરીઝ ફોન 9 સપ્ટેમ્બર 2024 ના રોજ એપલ ઇટ્સ ગ્લોટાઇમ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઇવેન્ટમાં ક્યુપરટિનોની જાયન્ટ ટેક કંપનીએ આઇફોન 16, આઇફોન 16 પ્લસ, આઇફોન 16 પ્રો અને આઇફોન 16 પ્રો મેક્સ જેવા સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. આ આઈફોન 16 ફોનનું આજે 13 સપ્ટેમ્બર 2024થી પ્રી ઓર્ડર બુકિંગ શરૂ થયું છે. એપલની આ વાર્ષિક ઇવેન્ટમાં આઇફોન 16 સિરીઝ ઉપરાંત Apple Watch સીરીઝ 10 અને એરપોડ્સ 4ને પણ લોન્ચ કરવામાં આવ્યા હતા.

Advertisment

આઈફોન 16 સિરીઝ પ્રી-ઓર્ડર બુકિંગ તારીખ અને સમય

આઈફોન 16 સિરીઝ ફોનનું પ્રી ઓર્ડર બુકિંગ 13 સપ્ટેમ્બર 2024 થી શરૂ થયું છે. તમને જણાવી દઈએ કે ભારતમાં આજે સાંજે 5.30 વાગ્યાથી આઈફોન 16, આઈફોન 16 પ્રો, અને આઈફોન 16 પ્રો મેક્સ પ્રી ઓર્ડર બુકિંગ માટે ઉપલબ્ધ થશે. ભારત ઉપરાંત આઇફોન 16 સિરીઝ અમેરિકા, યુકે, યુએઇ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, જાપાન, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, જર્મની, મલેશિયા, મેક્સિકો અને તુર્કી સહિત 50 અન્ય દેશોમાં પણ પ્રી ઓર્ડર બુકિંગ માટે ઉપલબ્ધ થશે.

ભારતમાં આઇફોન 16 સિરીઝનું પ્રી ઓર્ડર બુકિંગ ક્યાંથી કરવું

ભારતમાં આઇફોન 16, આઇફોન 16 પ્લસ, આઇફોન 16 પ્રો અને આઇફોન 16 પ્રો મેક્સનું પ્રો ઓર્ડર બુકિંગ ઓનલાઇન એપલ સ્ટોર, ઓથોરાઇઝ્ડ એપલ રિસેલર્સ અને એપલ બીકેસી અને એપલ સાકેત સ્ટોર્સ મારફતે ઓફલાઇન ઓર્ડર કરી શકાય છે.

iPhone 16 Pro iPhone 16 Pro Max Launch | iPhone 16 Pro price | iPhone 16 Pro Max price | iphone 16 series price | apple iPhone 16 launch | iphone 16 pro camera | iphone 16 pro max specifications
iPhone 16 Pro iPhone 16 Pro Max Launch: આઈફોન 16 પ્રો અને આઈફોન 16 પ્રો મેક્સ એપલ ઇવેન્ટ It's Glowtime માં લોન્ચ કરવામાં આવ્યા છે. (Photo: @SawyerMerritt)
Advertisment

આઇફોન 16 સિરીઝનું વેચાણ ક્યારે શરૂ થશે?

આઇફોન 16, આઇફોન 16 પ્લસ, આઇફોન 16 પ્રો અને આઇફોન 16 પ્રો મેક્સનું વેચાણ ભારતમાં 20 સપ્ટેમ્બર, 2024થી શરૂ થશે.

iPhone 16 series Price : આઇફોન 16 સિરીઝ કિંમત

આઇફોન 16ના 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની ભારતમાં કિંમત 79900 રૂપિયા છે. જ્યારે 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 89900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. તો આઈફોન 16ના 512 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 109,900 રૂપિયા છે. આઇફોન 16 પ્લસનું 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 89900 રૂપિયા, 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 99900 રૂપિયા અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 111900 રૂપિયામાં ખરીદી શકાય છે.

આઇફોન 16 પ્રોના 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 119900 રૂપિયા છે. તો 256 જીબી સ્ટોરેજ વેરિએન્ટ 129900 રૂપિયા અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 149900 રૂપિયામાં ખરીદી શકાય છે.

આઇફોન 16 પ્રો મેક્સ ફોન નું 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ ભારતમાં 144900 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તો 512 જીબી અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટ માટે તમારે અનુક્રમે 164900 રૂપિયા અને 184900 રૂપિયા ચૂકવવા પડશે.

આ પણ વાંચો | iPhone 15 અને આઈફોન 14 ₹ 10000 સુધી સસ્તા થયા, જાણો લેટેસ્ટ કિંમત અને ફીચર્સ

iPhone 16 Series Colour : iPhone 16 સિરીઝ રંગ

આઇફોન 16 અને આઇફોન 16 પ્લસ 5 કલરમાં ઉપલબ્ધ છે. આ બંને આઇફોન અલ્ટ્રામરીન, ટીલ, પિંક, વ્હાઇટ અને બ્લેક કલરમાં ખરીદી શકાય છે. તો આઇફોન 16 પ્રો અને આઇફોન 16 પ્રો મેક્સ ટાઇટેનિયમ, નેચરલ ટાઇટેનિયમ, બ્લેક ટાઇટેનિયમ અને વ્હાઇટ ટાઇટેનિયમ કલર્સમાં પ્રી ઓર્ડર બુક કરાવી શકાય છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ