iPhone 16 Price Cut: આઈફોન 16ના ભાવમાં જબરદસ્ત ઘટાડો, 30 હજાર સુધીની બમ્પર બચત

iPhone 16 Pro Discount Offers : આઈફોન 16 સીરિઝના સ્માર્ટફોન 30,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાની તક છે. જાણો ક્યાં અને કેવી રીતે ઉઠાવી શકો છો આ બંપર ડીલનો ફાયદો

iPhone 16 Pro Discount Offers : આઈફોન 16 સીરિઝના સ્માર્ટફોન 30,000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાની તક છે. જાણો ક્યાં અને કેવી રીતે ઉઠાવી શકો છો આ બંપર ડીલનો ફાયદો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
iphone 16 series | apple phone | iphone 16 pro | iPhone 16 Pro Max | iphone 16

Apple iphone 16 Series Phone : એપલ આઈફોન 16 સીરિઝ ફોન. (Photo: @AppIe_iPhone15)

Apple iPhone 16 Price Cut: એપલ કંપનીના આઈફોનમાં જબરદસ્ત ઘટાડો થયો છે. એપલ સ્માર્ટફોનને દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે. એપલના ચાહકો દર વર્ષે લેટેસ્ટ ડિવાઇસ લોંચ થવાની રાહ જોતા હોય છે. જો તમે આઇફોન 16, આઇફોન 61 પ્રો અને આઇફોન 16 પ્રો મેક્સને આઇફોન 17ના લોન્ચિંગ પહેલા ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એક મોટી તક છે. ચીનની ઈ-કોમર્સ કંપનીઓ એપલ આઈફોન 16 મોડલ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. ચીનમાં આઇફોન 16 સીરીઝમાં 2530 યુઆન (લગભગ 30 હજાર રૂપિયા) સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Advertisment

તમને જણાવી દઈએ કે એપલના બીજા સૌથી મોટા બજારમાં અમેરિકી ટેક ફર્મના વેચાણ બાદ પહેલા ક્વાર્ટરમાં ઘટાડો થયા બાદ હવે આ ઓફર્સ અને વેચાણથી કંપની વેચાણ વધારવાની કોશિશ કરી રહી છે. 18 જૂનના રોજ વાર્ષિક '618' શોપિંગ ફેસ્ટિવલ પહેલા કિંમતમાં ઘટાડો થતાં, ચાઇનીઝ ઓનલાઇન રિટેલરોએ ગ્રાહકોને આકર્ષિત કરવાના ઇરાદાથી આ પગલું ભર્યું છે.

રોઇટર્સે બુધવારે જાણકારી આપી કે, JD.com પર આઇફોન 16 પ્રોનું 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 5,469 યુઆન (લગભગ 65,000 રૂપિયા) માં વેચાઇ રહ્યું છે, જે એપલના સત્તાવાર ભાવ કરતા ઘણું ઓછું છે. આ આઈફોન એપલની વેબસાઇટ પર 7,999 યુઆન (લગભગ 95,000 રૂપિયા)માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

આઇફોન 16નું 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 5,469 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જ્યારે એપલની વેબસાઇટ પર આ ડિવાઇસ 6,999 યુઆન (લગભગ 83,000 રૂપિયા)માં લિસ્ટેડ છે. એટલે કે, આઇફોન 16ને સત્તાવાર કિંમત કરતા 1530 યુઆન (લગભગ 18,000 રૂપિયા) ઓછી કિંમતમાં ખરીદી શકાય છે.

Advertisment

અલીબાબા (NYSE:BABA)ના Tmall માર્કેટપ્લેસ પર તુલના સાથે આઈફોન ઉપલબ્ધ છે. સરકારી સબસિડીવાળા કૂપન્સ લાગુ કર્યા પછી આઇફોન 16 પ્રોને 128 જીબી સાથે 5,499 યુઆન (લગભગ 65,300 રૂપિયા) અથવા એપલની સત્તાવાર કિંમત 2500 યુઆન (30000 રૂપિયા લગભગ) ઓછી કિંમતે વેચાયું રહ્યું છે.

ન્યૂઝ એજન્સી રોયટર્સે સ્પષ્ટતા નથી કરી કે એપલ પોતાના પ્લેટફોર્મ પર આ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે કે નહીં.

આઇડીસીના સિનિયર સ્માર્ટફોન એનાલિસ્ટ વિલ વોંગે જણાવ્યું હતું કે એપલે "618" ફેસ્ટિવલ દરમિયાન વેચાણને વેગ આપવા માટે તેના લેટેસ્ટ મોડેલોની કિંમતોમાં ઘટાડો કર્યો છે. વોંગે કહ્યું, "એપલ ગયા વર્ષની જેમ આ વખતે પણ તેની સેલ્સ પ્રમોશન સ્ટ્રેટેજીનું પુનરાવર્તન કરી રહ્યું છે. તેણે આઇફોન 16 પ્રોની કિંમતમાં ઘટાડો કર્યો છે, જેથી તે ડિજિટલ પ્રોડક્ટ્સ પર ચીનની સરકારી સબસિડીનો ફાયદો ઉઠાવી શકે. ‘

પસંદગીની છૂટને કંપનીની ચાઇના પ્રાઇસિંગ સ્ટ્રેટેજીમાં સામેલ કરવામાં આવી છે, પછી ભલે તે તેના પોતાના પ્રમોશન દ્વારા હોય અથવા ઓનલાઇન પ્લેટફોર્મ અને અધિકૃત રિસેલર્સ દ્વારા સ્વતંત્ર કપાત દ્વારા હોય.

જાન્યુઆરીમાં એપલે પોતાની વેબસાઇટ પર 500 યુઆન (લગભગ 6000 રૂપિયા)નું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું અને છેલ્લા છ વર્ષમાં ચીનની ઇ-કોમર્સ કંપનીઓએ પણ આઇફોન પર આવી જ ડીલ્સ ઓફર કરી છે. એપલ, JD.com અને અલીબાબાએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

આઇડીસીના માર્કેટ ડેટા દર્શાવે છે કે યુએસ ટેક જાયન્ટના ચીનમાં સ્માર્ટફોન શિપમેન્ટમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં 9 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે સ્થાનિક હરીફ શાઓમી અને હ્યુઆવેઇ ટેક્નોલોજીસમાં અનુક્રમે 40 ટકા અને 10 ટકાનો વધારો થયો છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ