iPhone 17 Pro, iPhone 17 Pro Max Launch : એપલ કંપનીએ Awe Dropping ઇવેન્ટમાં લેટેસ્ટ આઇફોન 17 સિરિઝમાં 4 સ્માર્ટફોન લોન્ચ કર્યા છે, જેમા આઇફોન 17 પ્રો અને 17 પ્રો મેક્સ સામેલ છે. પ્રો મોડલ્સ આગામી દિવસોમાં સ્ટાન્ડર્ડ આઇફોન 17 અને તદ્દન નવા એર મોડેલો સાથે ઉપલબ્ધ થશે. અપેક્ષા મુજબ, આઇફોન 17 પ્રો મોડેલોમાં Apple A19 Pro ચિપ મળે છે જે કંપનીની ટોપ ટીયર સિલિકોન છે. બંને પ્રો મોડેલો iOS 26 પર ચાલે છે. કંપનીના સીઇઓ ટિમ કૂકે તેમની પ્રી-રેકોર્ડેડ ઇવેન્ટ દરમિયાન આ ફ્લેગશિપ સ્માર્ટફોનની જાહેરાત કરી હતી જે એપલની વેબસાઇટ અને તેની યુટ્યુબ ચેનલ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવ્યું હતું.
આઇફોન 16 પ્રો મોડેલોના અપગ્રેડ તરીકે લોન્ચ કરાયેલ આ ડિવાઇસમાં ઘણા નવા ફીચર્સ અને અપગ્રેડ્સ શામેલ છે. બંને ડિવાઇસ Apple Intelligence સ્યુટના તમામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ફીચર્સને સપોર્ટ કરશે.
iPhone 17 Pro And iPhone 17 Pro Max : કિંમત
આઇફોન 17 પ્રો મોડલના 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત અમેરિકામાં 1,099 ડોલરથી શરૂ થાય છે, જ્યારે આઇફોન 17 પ્રો મેક્સની કિંમત 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ માટે 1,199 ડોલરથી શરૂ થાય છે.
ભારતમાં આઇફોન 17 પ્રોની પ્રારંભિક કિંમત 1,34,900 રૂપિયા અને આઇફોન 17 પ્રો મેક્સની કિંમત 1,49,900 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન કોસ્મિક ઓરેન્જ, ડીપ બ્લુ અને સિલ્વર કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે.
આઇફોન 17 પ્રો મોડલ માટે પ્રી ઓર્ડર બુકિંગ 12 સપ્ટેમ્બરથી શરૂ થશે અને સ્માર્ટફોન 19 સપ્ટેમ્બરથી દુનિયાભરમાં વેચાણ પર જશે.
iPhone 17 Pro, iPhone 17 Pro Max Features : આઈફોન 17 પ્રો, આઈફોન 17 પ્રો મેક્સ ફીચર્સ
આઇફોન 17 પ્રો સ્માર્ટફોનમાં 6.3 ઇંચની Super Retina XDR ડિસ્પ્લે છે જે 120 હર્ટ્ઝ સુધી પ્રોમોશનને સપોર્ટ કરે છે. તો આઇફોન 17 પ્રો મેક્સમાં આ સ્પેસિફિકેશન વાળી 6.9-ઇંચની મોટી ડિસ્પ્લે છે. આઇફોન 17 પ્રોમાં ત્રણેય રિયર કેમેરા પ્રથમ વખત 48 એમપી છે, જે વધુ વિગતવાર ફોટો અને વધુ સારી ઝૂમ રેન્જ પ્રદાન કરે છે. આ સાથે Extended Plateau માં એક નવો ટેલિફોટો કેમેરા પણ સામેલ કરવામાં આવ્યો છે.
બંને ડિવાઇસમાં તેમની સ્ક્રીનો પર Ceramic Shield 2 ટેક્નોલોજી આપવામાં આવી છે, જેમાં એપલનું નવું કોટિંગ શામેલ છે અને સ્ક્રીનને 3 ગણો વધુ સ્ક્રેચ રેઝિસ્ટન્ટ પ્રદાન કરે છે. ઉપરાંત, આ ડિસ્પ્લેની પીક આઉટડોર બ્રાઇટનેસ 3,000 નિટ્સ છે, જે તીવ્ર સૂર્યપ્રકાશમાં પણ વધુ સારી વિઝિબિલિટી પ્રદાન કરે છે.
આઇફોન 17 પ્રો મોડલમાં એક નવો A19 Pro પ્રો ચિપસેટ છે, જે કંપનીએ તેની નવી વેપર ચેમ્બર કૂલિંગ ટેક્નોલોજી સાથે રજૂ કર્યો છે.
એપલે દાવો કર્યો છે કે તે આજની તારીખમાં તેમની “સૌથી સક્ષમ iPhone ચિપ” છે, જે અગાઉની જનરેશન કરતા 40 ટકા વધુ સારું પ્રદર્શન પ્રદાન કરે છે. તેમાં 6 કોર સીપીયુ અને 6 કોર જીપીયુ આર્કિટેક્ચર છે જ્યાં દરેક જીપીયુ કોરમાં neural accelerators ઉમેરવામાં આવ્યું છે જેથી એઆઈ અને ગ્રાફિક્સ ઇન્ટેન્સિવ ટાસ્કને વધુ ઝડપથી પ્રોસેસ કરી શકાય.