Iphone 17 : આઈફોન 17 નું વેચાણ ક્યારે શરૂ થશે? જાણો પ્રી ઓર્ડર બુકિંગની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

iPhone 17 Series Pre Order Booking in India : ભારતમાં એપલ આઈફોન 17 સિરિઝ સ્માર્ટફોન ખરીદવા માટે પ્રી ઓર્ડર બુકિંગ 12 સપ્ટેમ્બરથી શરૂ થશે. આઇફોન 17, આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સ અને આઇફોન એર કેવી રીતે બુક કરવો અને ક્યારે ડિલિવરી થશે તે જાણો

Written by Ajay Saroya
September 11, 2025 12:04 IST
Iphone 17 : આઈફોન 17 નું વેચાણ ક્યારે શરૂ થશે? જાણો પ્રી ઓર્ડર બુકિંગની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Apple iPhone 17 Series Pre Booking In India : એપલ આઈફોન 17 સિરિઝ સ્માર્ટફોનના 4 વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. (Express Photo)

iPhone 17 Series India Pre Booking : એપલ આઈફોન 17 સિરિઝ સ્માર્ટફોન લોન્ચ થયા બાદ યુઝર્સ નવો આઈફોન 17 ખરીદવા અધીરા બન્યા છે. દરેક વખતની જેમ દુનિયાભરના Apple Stores પર સેલના પ્રથમ દિવસે ભારે ભીડ ઉમેરી પડે છે. ઘણા ચાહકો સૌથી પહેલા આઇફોન મેળવવા માટે સ્ટોરની બહાર જ રાતે લાઇન લગાવી ઉભા રહી જાય છે. જો તમે આઈફોનના ચાહક છે તો નવા આઇફોન મેળવવાનો સૌથી સારો રસ્તો પ્રી ઓર્ડર બુક કરવાનો છે.

આઈફોન 17 સિરિઝ સ્માર્ટફોન : iPhone 17 Series Smartphone

એપલ આઈફોન 17 સિરિઝમાં 4 મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે – આઇફોન 17, આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સ અને આઇફોન એર સામેલ છે. આ બધા મોડેલો અગાઉના આઇફોન 16 સિરીઝની તુલનામાં મોટા અપગ્રેડ્સ સાથે આવે છે. આ વખતે કંપનીએ નવો A19 સિરીઝનો ચિપસેટ, અપગ્રેડ કૅમેરા સેન્સર, મોટી બેટરી અને 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે આપી છે, જે આ નેક્સ્ટ જનરેશન આઇફોનને વધુ આકર્ષક બનાવે છે.

અહીં ભારતમાં વેચાણની તારીખ પહેલા આઇફોન 17 સ્માર્ટફોન ખરીદવા માટે પ્રો ઓર્ડર બુક કેવી રીતે કરી શકાય છે.

iPhone 17 Series Pre Order, Sale Date : આઇફોન 17 સિરીઝનો પ્રી-ઓર્ડર, વેચાણ તારીખ

આઇફોન 17 સ્માર્ટફોન માટે પ્રી બુકિંગ 12 સપ્ટેમ્બરથી શરૂ થશે. તો સ્ટોર્સમાં ડિલિવરી અને વેચાણ એક અઠવાડિયા પછી એટલે કે 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રી બુકિંગ સત્તાવાર એપલ ઓનલાઇન સ્ટોર (apple.in) અને એમેઝોન ઇન્ડિયા, ફ્લિપકાર્ટ અને રિલાયન્સ ડિજિટલ જેવી અગ્રણી ઇ કોમર્સ સાઇટ્સ પર કરી શકાય છે. આ ઉપરાંત, એપલ અધિકૃત રિસેલ જેમ કે Imagine અને Unicorn પણ ઓનલાઇન પ્રી ઓર્ડર સ્વીકારી રહ્યા છે.

આ ઉપરાંત ગ્રાહકો દિલ્હી, મુંબઈ, પુણે અને બેંગલુરુ જેવા મેટ્રો શહેરોમાં એપલના સત્તાવાર રિટેલ સ્ટોર્સ પરથી પણ આઈફોન 17 સ્માર્ટફો માટે પ્રી ઓર્ડર બુક કરાવી શકે છે. ગ્રાહકો માટે લેટેસ્ટ આઇફોનને વધુ સસ્તું બનાવવા માટે બેંક ઓફર, કેશબેક અને ઇએમઆઈ પ્લાન પણ ઉપલબ્ધ છે. એપલ હાલના આઇફોન ગ્રાહકો માટે એક્સચેન્જ બોનસ પણ ઓફર કરી રહ્યું છે.

iPhone 17 Series Price : આઇફોન 17 સિરીઝ ભાવ

ભારતમાં નવા આઇફોન 17 મોડલની કિંમત 82,900 રૂપિયાથી શરૂ થાય છે. તમને જણાવી દઈએ કે બેઝ વેરિઅન્ટમાં હવે 256 જીબી સ્ટોરેજ મળે છે. તો સ્લિમ આઇફોન એરના બેઝ મોડલની કિંમત 1,19,900 રૂપિયાથી શરૂ થાય છે.

આ પણ વાંચો | ભારતમાં iPhone 17 કયા ભાવે વેચાશે, દેશમાં ખરીદવો કે વિદેશથી મંગાવવો, સૌથી સસ્તું ક્યાં મળશે?

પ્રોફેશનલ ગ્રેડ આઇફોન 17 પ્રો અને આઇફોન 17 પ્રો મેક્સની કિંમત અનુક્રમે 1,34,900 રૂપિયા અને 1,49,900 રૂપિયા છે. એપલે આઇફોન 17 પ્રો મેક્સનું નવું 2TB વેરિઅન્ટ પણ રજૂ કર્યું છે, જેની કિંમત 2,29,900 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે તે ભારતનો પહેલો આઈફોન બની ગયો છે જેની કિંમત 2 લાખથી વધુ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ