iPhone 17 Price In India: ભારતમાં આઈફોન 17 કયા ભાવે વેચાશે, દેશમાં ખરીદવો કે વિદેશથી મંગાવવો, સૌથી સસ્તું ક્યાં મળશે?

iPhone 17 Series Price In India : એપલે આઇફોન 17, આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સ અને આઇફોન એર લોન્ચ કર્યા છે. આઈફોન ચાહકો ભારત અને વિદેશમાં iPhone 17ની કિંમત વિશે ગણતરી કરી રહ્યા છે. જુઓ ક્યાં સૌથી સસ્તો અને ક્યાં સૌથી મોંઘો મળશે

Written by Ajay Saroya
September 10, 2025 14:29 IST
iPhone 17 Price In India: ભારતમાં આઈફોન 17 કયા ભાવે વેચાશે, દેશમાં ખરીદવો કે વિદેશથી મંગાવવો, સૌથી સસ્તું ક્યાં મળશે?
iPhone 17 Series Price In India : આઈફોન 17 સિરિઝ

Apple iPhone 17 Series Price In India : એપલે આઇફોન 17 સિરિઝ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. નવી આઈફોન સિરિઝમાં ટેક કંપનીએ આઇફોન 17 એર, આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સ ઉપરાંત અત્યાર સુધીની સૌથી પાતળો આઇફોન 17 એર લોન્ચ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સ્ટાન્ડર્ડ આઇફોન 17ની કિંમત અગાઉના આઇફોન 16 કરતા ઘણી વધારે છે. હવે બેઝ વેરિઅન્ટમાં 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ મળે છે જ્યારે આઇફોન 16 ના બેઝ વેરિઅન્ટમાં 128 જીબી સ્ટોરેજ મળે છે.

iPhone 17 સિરિઝના તમામ મોડલ્સ – આઇફોન 17, આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સ અને આઇફોન એરનું પ્રી બુકિંગ 12 સપ્ટેમ્બરથી ભારતમાં શરૂ થશે. આ આઇફોન 19 સપ્ટેમ્બરથી દેશમાં ઓફલાઇન અને ઓનલાઇન રિટેલર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે એપલે આઇફોન 17 સિરિઝના તમામ મોડલ્સની કિંમતમાં વધારો કર્યો છે. સ્ટાન્ડર્ડ આઇફોન 17 ની કિંમત 82,900 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે આઇફોન 17 પ્રો અને આઇફોન 17 પ્રો મેક્સની કિંમત અનુક્રમે 1,34,900 રૂપિયા અને 1,49,900 રૂપિયાથી શરૂ થાય છે. જોકે, અમેરિકામાં આ ડિવાઇસની કિંમત ઘણી ઓછી છે.

મોડેલભારતઅમેરિકાUAE/દુબઈ (AED)યુકે (GBP)વિયેતનામ (VND)
આઇફોન 17₹ 82,900$ 799AED 3,399£ 799₫ 39,024,960
આઇફોન એર₹ 119,900$ 999AED 4,299£ 999₫ 31,999,000
આઇફોન 17 પ્રો₹ 134,900$ 1,099AED 4,699£ 1,099₫ 34,999,000
આઇફોન 17 પ્રો મેક્સ₹ 149,900$ 1,199AED 5,099£ 1,199₫ 37,999,000

(ભારતીય રૂપિયાની કિંમત – લગભગ સપ્ટેમ્બર 2025 માટે ચલણ વિનિમય દરનો ઉપયોગ કરીને: 1 ડોલર = ₹ 88.24, AED 1 = ₹24.03, 1 પાઉન્ડ = ₹ 110, ₫ 1 = ₹0.0033)

મોડેલભારત (INR)US → ભારતીય રૂપિયોUAE/દુબઈ → રૂપિયોUK → રૂપિયોવિયેતનામ → રૂપિયો
આઇફોન 17₹ 82,900₹ 70,500₹ 81,700₹ 87,900₹ 128,800
આઇફોન એર₹ 1,19,900₹ 88,200₹ 103,300₹ 1,09,900₹ 1,05,400
આઇફોન 17 પ્રો₹ 1,34,900₹ 97,000₹ 1,13,000₹ 1,20,900₹ 1,15,500
આઇફોન 17 પ્રો મેક્સ₹ 1,49,900₹ 1,05,800₹ 1,22,500₹ 1,31,900₹ 1,25,400

(અસ્વીકરણ: લગભગ સપ્ટેમ્બર 2025ના વિનિમય દરોનો ઉપયોગ કરી આઈફોન 17ના તમામ વિદેશી ભાવોને ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે, વાસ્તવિક રકમ દૈનિક વિદેશી વિનિમયની વધઘટ અનુસાર બદલાઈ શકે છે.)

Iphone 17 Air Launch Price In India |
Apple Iphone 17 Air Launch Price In India : આઈફોન 17 એર એપલનો અત્યાર સુધીનો સૌથી હલકો અને પાતળો ફોન છે. (Express photo by Nandagopal Rajan)

iPhone 17 કયા દેશમાં સૌથી સસ્તી મળશે?

ઉપરના કોષ્ટકમાં જોઈ શકાય છે તેમ, યુએસ નવા આઇફોન 17, આઇફોન 17 પ્રો અને આઇફોન 17 પ્રો મેક્સ ખરીદવા માટે સૌથી સસ્તું સ્થળ છે, પછી ભલેને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા છે.

સ્ટાન્ડર્ડ આઇફોન 17 ની કિંમત ભારત અને દુબઇ / યુએઈમાં લગભગ સમાન છે.

પરંતુ આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સ અને આઇફોન એર વચ્ચે કિંમતનો તફાવત નોંધપાત્ર છે.

આ પણ વાંચો | Apple iPhone 17 અત્યાર સુધીના સૌથી પાવરફુલ સ્માર્ટફોન, જાણો કિંમત, ફીચર્સ સહિત બધું જ

દુબઇ / યુએઈ માંથી ખરીદતી વખતે તમે આઇફોન એર, આઇફોન 17 પ્રો અને આઇફોન 17 પ્રો મેક્સ પર અનુક્રમે ₹6,600, ₹21,900 અને ₹27,400 બચાવી શકો છો.

યુનાઇટેડ કિંગડમ કિંમતની દ્રષ્ટિએ દુબઇ / યુએઈની નજીક આવે છે અને યાદીમાં ત્રીજું સૌથી સસ્તું સ્થાન ગણી શકાય છે.

વિયેતનામમાં બેઝ આઇફોન 17 ભારત કરતા વધુ મોંઘુ છે, પરંતુ આઇફોન 17 પ્રો, આઇફોન 17 પ્રો મેક્સ અને આઇફોન એર પર થોડાક પૈસા બચાવી શકાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ